યુવાન અને સુંદર દેખાવા માંગતા હોય તો સવાર ની શરૂઆતથી લઈને દિવસના અંત સુધી, દરરોજ કરો આ 3 ફેશિયલ યોગ.

Image by M Jurcevic from Pixabay

ચેહરા નો મસાજ કરવો પણ ત્વચા ની સંભાળ ની નિયમિતતા ને અનુસરીને કરવા જેટલું મહત્વપૂર્ણ છે. તેવુ એટલે કે તે ચહેરામાં લોહીનું પરિભ્રમણ વધુ સારી રીતે બનાવી રાખવાનું કામ કરે છે. પરંતુ તમારે તેના માટે કસરત ની જેમજ ચેહરાની કસરત કરવી પડશે. તે ચહેરાના સ્નાયુઓને ઉત્તેજીત કરવા, કરચલીઓ ને ઓછી કરવા, અને કોલેજન વધારવામાં તમારી મદદ કરે છે. તેમજ હળવું હળવું ફેશિયલ કરવું એ તમારા ચહેરા પર ગ્લો લાવી શકે છે. ખરેખર તે એક એક્યુપ્રેશર ટેકનીકની રીતે કામ કરે છે જે તમને ત્વચાની સગિંગ ઓછી કરવા અને ઝેર દૂર કરવામાં તમારી ખુબ જ મદદ કરે છે. તેમજ તે તમારા ચેહરા ને પણ અંદર થી ચમક આપે છે અને તેને સુંદર બનાવે છે. તો ચાલો જાણીએ કે, આ 3 ફેશિયલ યોગ વિશે જે તમે તમારી ત્વચા સંભાળના નિયમિતતા માં સમાવેશ કરી શકો છો.

ફેશિયલ યોગ.

Image by Diamantino Santos from Pixabay

સવારે ઉઠતા જ તેલ લગાવીને કરો ફેશિયલ નો યોગ.

સવારે ની શરૂઆત મા ફેશિયલ યોગ કરવો એ તમારા ચેહરા પર ચમક લાવી શકે છે. તેના માટે જો તમે તેલ કે કાચું દૂધ લો છો, તો તે યોગ વધારે સારો થઈ જશે. તેલ ની સાથે આ ફેશિયલ યોગને કરવા માટે પેહલા તેલ ને હળવું ગરમ કરી લો અને બંને હાથમાં ભેળવી દો. હવે તેનાથી તમારું ફેશિયલ યોગ કરવાનું શરૂ કરો.

 •  સૌથી પહેલા ચેહરા પર તેલ લગાવો. તેને તમારા જડબા, ગાલ અને કપાળ ની ઉપર ની તરફ માલિશ કરો.
 •  જડબા ની લાઇન, ગાલ ની માંસપેશીઓ અને આંખોની નીચે દબાણ કરીને તમારા ચહેરાને ખેંચાણ કરો. આમ ત્રણ વાર કરો.
 • પછી, માથા પર ઊલટા દબાણ સાથે ઊલટી દિશામાં હાથ ને ફેરવો. તેને ૨૦ સુધી ગણો ત્યાં સુધી કરો.
 •  પછી આખો ની નીચે ઝડપ વધારીને કરો અને આવું ત્રણ ની ગણતરી કરો ત્યાં સુધી કરો.
 • હવે તમારી ડોક પર આમ કરતા સી બનાવો અને આંખો બંધ કરી દો.
 •  હવે થોડી વાર આંખો ને આમ જ બંધ રહેવા દો.

દિવસ ના સમય માટે નરમ ફેશિયલ યોગા.

દિવસ ના સમયે ધણીવાર આપણે લોકો આપના કામ માં ખુબજ વ્યસ્ત હોઈએ છીએ. એવામાં ચેહરા પર થાક અને નીરસતા આવવા માંડે છે. આ દરમ્યાન ફેશિયલ યોગ કરવા એ તમારી થાકેલી આંખો ને અને ચેહરા ને આરામ અપાવે છે. તેમજ તેનાથી તમારા ચેહરા પર કરચલીઓ ને ઓછી કરી એક સ્વસ્થ ચમક પણ આવી જાય છે. તેના માટે

 •  સૌથી પહેલા તમારા હાથ ને ઘસો અને તમારી આંખો બંધ કરો.
 •  પછી ધીમે ધીમે તમારા ગાલ ને ખેંચાણ કરો.
 •  ગાલ ના સ્નાયુઓ ને પકડો અને તેને નરમ રીતે ઘસતા રહો.
 •  પછી આંઠ સુધી ગણતરી કરો ત્યાં સુધી વારંવાર આ કરતા રહો.
 •  તે ચેહરા મા તમારા લોહી ના પરિભ્રમણ મા સુધારો કરે છે.

રાત્રે સૂતા પહેલા આ ફેશિયલ યોગા કરો.

Image by Diamantino Santos from Pixabay

તમારા ચેહરા પર બધા જ સ્નાયુઓ ને મસાજ કરીને એક વ્યસ્ત અને તણાવ પૂર્ણ દિવસ ના થાકને તમે ઓછો કરી શકો છો. તેને કરવા માટે

 •  તમારી તર્જની અને વચ્ચેની આંગળી થી વી બનાવો. તમારી વચલી આંગળીને ભમર ના કેન્દ્ર માં અને તર્જની ને તમારી આંખ ના બહાર ના ખૂણા પર રાખો. આને બંને બાજુ થી કરો.
 •  તમારા ભમર ના કેન્દ્ર તરફ જુઓ અને આંખો ને આરામ આપવા નો પ્રયત્ન કરો.
 •  હવે હાથ પર એક નાઈટ ક્રીમ લગાવો અને દસ સેકંડ માટે ચેહરા ની ઝડપથી મસાજ કરો.
 •  ત્યારબાદ તમારા ચેહરા ને ઠંડા પાણી થી ધોઈ ને સુઈ જાઓ.

આ રીતે આ ફેશિયલ યોગા તમારા ચેહરા ને અંદર થી તંદુરસ્ત અને બહાર થી સુંદર બનાવવામાં મદદ કરે છે. તેમજ તે ચેહરા ને ડીટોક્સ કરવાનું પણ કામ કરે છે. તો દરરોજ તમારા કામ ની વચ્ચે થોડો સમય કાઢો અને હમેશા યુવાન રહેવા માટે આ યોગા કરો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *