હદય ને તંદુરસ્ત રાખવા માટે સૌથી મોટો રોલ કસરત નો, જાણો કઈ ઉમર માં કેવી કસરત હદય ને મજબૂત બનાવશે અને હદય હુમલો રોકશે

Woman, Road, Running, Sports, Exercise

Image source

દરરોજ કસરત કરશો કે ખુશ રહેશો તો હદય ની બીમારી નો ખતરો ૫૦ મી સદી સુધી ઓછો થઈ જશે. વધતી જતી ઉમર સાથે કસરત માં બદલાવ લાવવો પણ જરૂરી છે. હદય ને તંદુરસ્ત રાખવા માંગો છો તો તમારી ઉમર પ્રમાણે કસરત પસંદ કરી લો.

૨૦ વર્ષ ની ઉંમર સુધી:

Image source

દોડો, રમો, ઍરોબિક્સ કરો આનાથી તમારુ હદય વધુ પંપ કરશે.
આ ઉંમર મા દોડવાથી, સાઈકલ ચલાવવાથી, રમવાથી હદય નો પાયો મજબૂત બને છે. આ કસરત હદય ને પંપ કરે છે. બાળકો ને દરરોજ દોડવા, કૂદવા અને રમવાની ઘણી તકો મળવી જોઇએ. ૬ થી ૧૭ વર્ષ સુધી ના બાળકો ને દરરોજ ઓછામાં ઓછી૧ કલાક સુધી શારીરિક ગતિવિધિ જરૂર કરવી જોઈએ. પછી તે શાળા એ હોય કે ઘરની બાજુમાં મેદાન મા. હદય માટે આ ઉમરના બાળકો એરોબિક્સ ગતિવિધિ પણ કરી શકે છે.

૨૧ થી ૪૦ વર્ષ સુધી:

Image source

અઠવાડિયા મા ૫ વાર આ કસરત હદય ના ધબકારા ને રાખશે સામાન્ય.
૨૦ ની ઉંમરે શરીર લચીલું અને મજબૂત હોય છે. તંદુરસ્તી નો પાયો નાખવાનો આ સાચો સમય છે. મિત્રો સાથે રમત રમો, જેમ કે ટેનીસ કે રેકેટબોલ. રમતો માં હાઈકિંગ કે બાઈકિંગ, સ્વિમિંગ નો સમાવેશ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછાં ૫ દિવસ, ૬૦ મિનિટ સુધી કસરત જરૂર કરો. ૩૦ ની ઉંમર પછી વજન ને કાબૂમાં રાખવો સૌથી જરૂરી છે. આ ઉંમર પછી હાડકા નબળા પાડવા માંડે છે. હાડકા મજબૂત બનાવવા માટે આ સમય સૌથી શ્રેષ્ઠ છે. દરરોજ વેઇટ લિફ્ટિંગ કરો. આ કાર્ડિયોવસ્કૂલવર કસરત થી હદય ની ગતિ વધતી રહે છે. બ્લપ્રેશર, કોલેસ્ટ્રોલ નું સ્તર વધુ સારું થાય છે.

૪૧ થી ૬૦ વર્ષ સુધી:

Image source

શરીર ને ધીમું થતાં રોકો, સાંધા માં દુખાવો હોય તો સ્વિમિંગ – સાયકલિંગ કરો.
૪૦ વર્ષ ની ઉંમર પછી સ્વાભાવિક રીતે પતન શરૂ થઇ જાય છે. આપણી માંસપેશીઓ લચક ગુમાવવા લાગે છે. પુરુષ અને સ્ત્રીઓ બંને ના હોર્મોન્સ ના સ્તર માં ધટાડો ચાલુ થાય છે. હદય રોગ નો ખતરો પણ વધી જાય છે. આનાથી નિપટવાનો સૌથી સારી રીત કસરત જ છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું ૩ થી ૫ વાર કાર્ડિયો વ્યાયામ જરૂર કરો. જો તમારા સાંધા માં દુખાવો થવા લાગે તો સ્વિમિંગ અને સાયકલિંગ જરૂર થી કરો. જ્યારે તમે ૫૦ ની ઉંમર ને વટાવી જાવ છો ત્યારે હાથ પગ ના દુખાવાની ફરિયાદ સામાન્ય થઈ જાય છે. આ ઉમર પછી પાચન શક્તિ ધીમી થઈ જાય છે. વજન સરળતા થી વધી શકે છે. આ કસરત તેનાથી બચાવે છે.

૬૦ વર્ષ પછી:

Image source

ઉંમર ના આ પડાવ માં તંદુરસ્ત હોય તો પણ કસરત કરવાનું છોડશો નહીં.
શોધકર્તાઓએ જાણ્યું છે કે જે લોકો ઉંમર વધતા શારીરિક ગતિવિધિ ઓ ઓછી કરી દે છે, તેનામાં હદય ને લગતી સમસ્યાઓનો ખતરો ૨૭% વધી જાય છે. જ્યારે જે લોકો શારીરિક ગતિવિધિ ચાલુ રાખે છે, તેઓમાં જોખમ ૧૧% સુધી ઓછું રહે છે. આ ઉમર મા જડપી વોક, વેઈટ લિફ્ટિંગ, બાગકામ, યોગા કરો. તણાવ થી બચો. તણાવ થી એડ્રેનાલીન જેવા હોર્મોન્સ મુક્ત થાય છે. તે ધમનીઓ ને સાંકડી કરે છે. બ્લપ્રેશર વધારે છે. યોગા થી તણાવ ઓછો થાય છે.

અઠવાડિયામાં ૫ વાર કસરત કરવાથી શરીર માં સ્ફૂર્તિ રહે છે. માંસપેશીઓ અને હાડકા મજબુત બને છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment