આંખમાં થતી બળતરા અથવા ડ્રાયનેસથી કંટાળી ગયા છો? તો દવાની જગ્યાએ અપનાવો આ આસાન ઘરેલુ ઉપાય 

આપણી આંખ ના આંસુ દર વખતે ભલે સારા ન હોય પરંતુ જ્યારે તે નથી બનતા ત્યારે આપણી આંખો સુકાવા લાગે છે. ઘણી વખત કોમ્પ્યુટર ઉપર કામ કરવામાં લોકો ખૂબ જ વ્યસ્ત અને મગ્ન થઈ જાય છે. એ લાંબા સમય સુધી પોતાની પાંપણ પણ ઝબકાવતા નથી. કોમ્પ્યુટર સ્ક્રીન ની લાઈટ આંખનું પાણી સૂકવી નાખે છે. એવામાં બીજા વ્યક્તિ સાથે આંખો નો કોન્ટેક્ટ કરવાનો પણ મુશ્કેલ બની જાય છે. તેની સાથે જ આંખમાં દુખાવો પણ રહેવા લાગે છે. નેત્ર રોગ વિશેષજ્ઞ ડોક્ટર સહાના મજમુદાર જણાવે છે કે આંખો માં પાણી ખુટવાના કારણે થતી ડ્રાયનેસ ને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. આંખોમાં થતી બળતરા ખંજવાળ અને ઈન્ફેક્શન તથા આંખ લાલ થવી અને આંખોમાં કંઈક જતું રહે ત્યારે લોકો મેડિકલ સ્ટોરમાંથી આઈ ડ્રોપ લઈને આંખમાં નાખે છે પરંતુ અમુક એવા ઘરેલૂ ઉપાય પણ છે જે તમારી તકલીફને ચપટીમાં દૂર કરી શકે છે.

આંખોમાં ડ્રાયનેસ દૂર કરવા માટેના ઘરેલુ ઉપચાર

નારિયેળ તેલ

નારિયેળ તેલમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોવાના કારણે તેનાથી આંખોમાં ખૂંચવાનું ઓછું થઈ જાય છે. આ તેલ આંખોના ભેજ આપવાવાળા એજન્ટની જેમ કામ કરે છે. સૌ પ્રથમ કોટનને નારિયેળ તેલમાં ડુબાડો. ત્યારબાદ લગભગ પંદર મિનિટ માટે આંખો પર મૂકો. આ પ્રક્રિયાને દિવસમાં ઘણી બધી વખત પુનરાવર્તિત કરો.

આંખો ઉપર ગરમ સેક

 

એક ચોખ્ખા કાપડને ગરમ પાણીમાં ડુબાડો ત્યારબાદ તેની આંખો ઉપર એક મિનિટ સુધી મૂકો. આમ કરવાથી તમારી આંખોને ખૂબ જ સારો અનુભવ થશે ત્યાં જ ઓફિસમાં કોમ્પ્યુટર ઉપર કામ કરતી વખતે આંખોમાં ઠંડા પાણીનો છંટકાવ પણ કરવો જોઈએ. બરફથી આંખોનો શેક પણ તમે કરી શકો છો.

એલોવેરા

એલોવેરા ના પાન ને યોગ્ય રીતે સાફ કર્યા બાદ તેની જેલ બહાર કાઢો. એક ટીશ્યુ પેપર ની મદદથી આ જેલને આંખ ઉપર લગાવો. દસ મિનિટ પછી આંખોને પાણીથી ધુઓ. તેનાથી આંખમાં સોજો અને લાલ આંખ થઇ જવાની સમસ્યાથી છુટકારો મળે છે.

આંખોની માલીશ

સૌપ્રથમ આંખો ઉપર પાણીનાં છાંટા નાખો ત્યારબાદ બંધ આંખોમાં જ બેબી શેમ્પુ વડે ધીમે ધીમે મસાજ કરો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બેબી શેમ્પુ આંખોની અંદર ન જાય.

તાજા ફળો શાકભાજી અને આખા અનાજ તથા સુકામેવા

આ દરેક વસ્તુમાં ઓમેગા-૬ ફેટી એસીડ જોવા મળે છે જે આપણી આંખોની પાણી અને તેલ યુક્ત જલીય પરતને બનાવવા માટે જવાબદાર પરિબળ છે.

ગુલાબ જળ

કોટનના બોલને ગુલાબ જળમાં ડુબાડો. ત્યારબાદ ૧૦ મિનિટ સુધી આ કોટન ને આંખો ઉપર જ રહેવા દો. દસ મિનિટ થઈ ગયા બાદ ઠંડા પાણીથી આંખો ને ધુઓ.ચોખ્ખા ગુલાબજળ ને તમે આઈ ડ્રોપ ની જેમ પણ ઉપયોગમાં લઈ શકો છો.

ધાણાના બીજ

આંખોમાં ઇન્ફેક્શન થઈ જાય ત્યારે ધાણાનું પાણી આંખો પર લગાવો. તેમાં મોઈશ્ચરાઈઝિંગ ગુણ જોવા મળે છે અને તેના હોવાથી આંખોની ડ્રાયનેસ સમાપ્ત થઈ જાય છે. એક કપ પાણીમાં એક મોટી ચમચી ધાણા ના બીજ ઉકાળો તે પાણીને ઠંડુ થવા પર તેનાથી આંખો ને ધુઓ.

વરીયાળી ના બીજ

એક કપ પાણીમાં એક મોટી ચમચી વરિયાળીના બીજ નાખીને તેને ઉકાળો ત્યારબાદ તે ઠંડુ થઈ જાય પછી રૂની મદદથી તમારી આંખો પર મૂકો.તેને 15 મિનિટ સુધી રહેવા દો.

ટી બેગ

અમુક મિનિટો માટે બ્લેક ટી ને ગરમ પાણીમાં મૂકો,ત્યારબાદ ઠંડુ થઈ ગયા પછી દસ મિનિટ માટે તે ટી બેગને આંખો ઉપર રાખો.

વિટામિન

વિટામિન બી-૬,વિટામિન સી અને વિટામિન ડી ને વધારવાથી આંખોની ડ્રાયનેસ ની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. વિટામિન ડી મુખ્યત્વે સુકામેવા જેવાકે અખરોટમા જોવા મળે છે. 

હ્યુમિડિફાયર

સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન કરવાથી તથા વધુ તણાવ લેવાથી દૂર રહો. સુકા વાતાવરણથી દૂર રહેવા માટે પોતાના રૂમમાં ભેજ વધારવા માટે એક હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment