સ્ટ્રેચ માર્ક(ખેંચાવ) નાં નિશાન માટે ૫ ઘરેલુ ઉપચારો😃👌

ખાંડ

કુદરતી સફેદ ખાંડ ખેંચાવા ના નિશાન દુર કરવાનો એક ખુબ સારો ઉપાય છે. ખાંડ નો ઉપયોગ ચામડી ની છાલ ઉતારવા માટે કરી શકાય છે.

૧. થોડી ખાંડ સાથે એક ચમચી બદામનું તેલ અને લીંબુ ના રસ ના ટીપાઓ સાથે ભેળવો.

૨.સરખી રીતે મેળવ્યા પછી ખેંચાવાનાં નિશાન અને બાકી ની ચામડી પર લગાડો.

૩. રોજ સ્નાન પહેલા ની થોડી મિનિટો માટે આ લેપ ને કોમળતા થી લગાડો.

૪. એક મહિના સુધી શરુ રાખો અને ખેંચાવાના નિશાન ને હળવા થતા જુવો.

કુંવરપાઠુ

કુંવરપાઠુ ચામડી સહિત ની કેટલીય બીમારીઓ નો અસરકારક ઉપાય કરે છે. આના ચિકિત્સક અને સુખદાયક ગુણો ખેંચાવાના નિશાન થી રાહત મેળવવા ના કામ આવે છે.

૧. તમે અસરગ્રત ત્વચા ઉપર કુંવારપાઠા નુ જેલ સીધુ લગાડી શકો છો. તમે લગાડીને ૧૫ મિનિટ રાખી ને પછી સતપ પાણી મા સાફ કરી શકો છો.

૨. તમે ૧૦ વિટામિન ઈ ની કેપસ્યુલ અને ૫ વિટામિન અે ની કેપસ્યુલ ના તેલમાં એલોવેરા જેલ નો એક ચૌથાંશ કપ માં મેળવો. આને ત્યાં સુધી મેળવો જ્યાં સુધી તે પુરી રીતના ચામડી ઉપર સુકાય ના જાય.

૩. આ પ્રકિયા ને દિવસ માં બે વાર કરો.

બટાકા નો રસ

બટાકા વિટામિન સી, પોટૈશિયમ, ફોસ્ફરસ, થાયામિન, રાઇબોફ્લેવિન, ફોલેટ, લોહ તેમજ ઝીંક માટેનુ સરસ સાધન છે અને આનો રસ ચામડીની કોશિકાઓ ની વૃદ્ધિ અને મરામત માટે ઉપયોગી છે.

૧. એક મધ્યમ આકાર ના બટાકા ને મોટા કટકા માં કાપી લો.

૨.તેમાં થી એક બટાકા નો ટુકડો લો અને તેને કોમળતા થી ખેંચાવા ના નિશાન પર ઘસો.

૩. ખાતરી કરો કે બટાકા નો રસ અસરગ્રસ્ત ચામડી ને આવરી લે.

૪. બટાકા ના રસ ને થોડી વાર માટે સુકાવા દો અણે પછી નવશેકા પાણી થી સાફ કરી લો.

લીંબુનો રસ

લીંબુના રસ નો ઉપયોગ ખેંચાવ નાં નિશાન ને ઓછું કરવા માટે નો એક બીજો ઉપાય છે. કુદરતી રીતનાં લીંબુનો રસ એસિડિક છે અને આ ખેંચવનાં નિશાન, ડાઘા, અને અશુદ્ધતા ને સારુ કરવામાં અને ઓછું કરવામાં સહાય કરે છે.

૧. ખેંચાવ નાં નિશાન ઉપર તાજો લીંબુનો રસ કોમળતાથી ગોળ ઘેરા માં લગાડો. ગરમ પાની થી ધોવાની પહેલા ઓછામાં ઓછું ૧૦ મિનિટ સુધી ચામડી માં સુકાવા દો.

૨. બરાબર પ્રમાણ માં લીંબુ અને કાકડી નો રસ મેળવીને ખેંચાવ ના નિશાન પર લગાડો.

ઈંડા ની સફેદી

ઈંડા પ્રોટીન માટેનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ખેંચાવ ના નિશાન માટે કેવળ એ જ સફેદી નો ઉપયોગ કરો જેમાં એમિનો એસિડ અને પ્રોટીન હોય.

૧.કાંટા થી કોમળતા થી મારી ને ઈંડા ની સફેદી વાળો ભાગ નિકાળી લો. ત્વચા ના અસરગ્રસ્ત ભાગ ને પાણી થી સાફ કરો અને પછી ઈંડા ની સફેદી નો મોટો ભાગ મેકઅપ બ્રશ વડે લગાડો.

૨. ઈંડાની સફેદી વાળા ભાગ ને સારી રીતે સુકાવા દો અને પછી ઠંડા પાણી થી ધોઈ લો.૩. આખર માં ચામડી ને મોઈસ્ચરાઈઝ કરવા માટે જેતુન (ઓલીવ) નું તેલ લગાડો.૪. હકારાત્મક પરિણામ માટે રોજ આ પ્રકિયા ને બે અઠવાડિયા સુધી ચાલુ રાખો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

 

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *