પરફ્યુમનો ઉપયોગ આવી રીતે કરશો તો આખો દિવસ સુગંધ આવતી રહેશે..

સવારમાં નાહીને તૈયાર થઇએ ત્યારે ‘પરફ્યુમ’ લગાડ્યા પછી જ બહાર નીકળવું એ ઘણા લોકોની આદત હોય છે. પણ પરફ્યુમમાં મોટાભાગના લોકોને એક ફરિયાદ હોય છે કે પરફ્યુમની સુગંધ લાંબો સમય ટકતી નથી. એ કારણે અલગ-અલગ કંપનીના પરફ્યુમ પણ અજમાવી લીધા હોય અને છતાં પણ પરિણામ એ જ હોય.

Image Source

તો આજના આર્ટીકલમાં ખાસ તમને એ જણાવવાનું છે કે, પરફ્યુમ કેવી રીતે લગાડવું જોઈએ? જો અહીં જણાવેલ રીતે પરફ્યુમ લગાડશો તો સુગંધ આખો દિવસ એવી ને એવી જ રહેશે.

ખરેખર પરફ્યુમ શરીરના એવા પાર્ટ્સ પર લગાડવું જોઈએ જેનાથી પરફ્યુમ જલ્દીથી ફેલાય છે અને આખો દિવસ તેની સુગંધ એવી ને એવી તરોતાજા રહે છે. તો ચાલો, એ વિશેની વિગત પણ જાણી લઈએ. શરીરના અમુક પાર્ટ્સ પર જો પરફ્યુમ વ્યવસ્થિત રીતે લગાડી દેશો તો આખો દિવસ પરફ્યુમની સુગંધ તાજી રહેશે.

Image Source
  • સામાન્ય રીતે ઘણા લોકો પરફ્યુમ હાથના કાંડા ઉપર લગાવે છે; પરંતુ જો લાંબા સમય સુધી સ્મેલ જોઈતી હોય તો હાથની કોણીએ પરફ્યુમ લગાડવું જોઈએ. કોણી પર લાંબા સમય સુધી પરફ્યુમની સ્મેલ ટકે છે. કોણીની અંદર હીટ ઉત્પન્ન થાય છે જેના કારણે પરફ્યુમ લાંબા સમય સુધી ઉડતો નથી.
  • શરીરમાં એક અન્ય ભાગ પણ છે જ્યાં પરફ્યુમ લગાવવાથી ઉડતો નથી. કાનની પાછળના ભાગ પર પરફ્યુમ લગાડવામાં આવે તો તેને લાંબા સમય સુધી સ્મેલ આવતી રહે છે. આ શરીરની એવી જગ્યા છે, જે ઓયલી રહે છે એટલે ત્યાંથી પરફ્યુમ જલ્દી નહીં ઉડે.
Image Source
  • અન્ય એક એવી જગ્યા પણ છે જ્યાં પરફ્યુમ લગાવવાથી આખો દિવસ સ્મેલ આવતી રહે છે. શરીરનો આ સ્પોટ છે ‘નાભી’ – નાભી પરફ્યુ, લગાવવા માટે પરફેક્ટ જગ્યા છે. 
  • જો પરફ્યુમની સુંગધ અડધા દિવસ માટે અથવા થોડા કલાકો માટે જોઈતી હોય તો તેને હાથના કાંડા પર લગાવવું જોઈએ. 
Image Source
  • સાથે સીઝન મુજબ પરફ્યુમની ખરીદી કરો તો એ પણ બેસ્ટ ઓપ્શન છે અને કોઈ સારી કંપનીના પરફ્યુમ વાપરવા જોઈએ જે તમને સારી સ્મેલ આપે છે અને આજુબાજુના લોકો પણ આપણી નોંધ લે છે.

આજકાલ તો ઘણી એવી કંપની છે ૨૪ કલાક સુધી સ્મેલ જશે નહીં એવો દાવો કરે છે પણ પરફ્યુમમાં આમ કોઈ ગેરેંટી આપી શકે એવું કાંઈ હોતું નથી. કારણ કે, સ્મેલ જશે કે નહીં એ એક વ્યક્તિના શરીર ઉપર પણ આધાર રાખે છે અને શરીરમાં થતા પરસેવાના પ્રમાણ પર આધાર રાખે છે.

Image Source

પરફ્યુમમાં બધા લોકોની પસંદગી અલગ-અલગ હોય છે. પરંતુ સીઝન મુજબ પરફ્યુમની ખરીદી કરીએ તો સ્મેલની એલર્જી અને માથું દુખવાનો પ્રશ્ન બહુ ઓછો આવશે. તો કાલથી અમે અહીં જણાવેલા શરીરના પાર્ટ્સ પર પરફ્યુમ લગાવવાનું ભૂલશો નહીં.

એ સાથે “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સાથે આ પેજને શેયર કરો અહીં દરરોજ  રસપ્રદ માહિતી જાણવા મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *