વ્યવસાયમાં સફળતા મેળવવા માટેના કેટલાક વ્યવસાયિક ઉપાયો વિશે જાણીએ

આજે દરેક યુવક સરકારી નોકરી કરવાને બદલે પોતાનો ખુદનો ધંધો ચાલુ કરવા માંગે છે. પરંતુ તેમને ધંધો ઉભો કરવા માટે સાચા માર્ગદર્શનની જરૂર પડે છે. આજે અમે અમારા આ લેખમાં વ્યવસાયને વધારવા માટે કેટલાક વ્યવસાયિક ઉપાયો લાવ્યા છીએ જે દરેક ધંધા માટે ફાયદાકારક સાબિત થશે.

વ્યાપારમાં સફળતા મેળવવા માટેની કેટલાક વ્યવસાયિક ઉપાયો.

Image Source

કોઈ પણ ધંધા ને ચાલુ કરતા પહેલા જરૂરી છે કે તમે કે ધંધાના દરેક પહેલુંને જરૂર સમજી લો, કેમ કે ધંધા માટે ઉતાવળમાં લેવાયેલ નિર્ણય તમારા માટે મોટી સમસ્યાનું કારણ બની શકે છે.

જો તમે પ્લાનિંગ વગર ધંધો કરો છો તો ઘણીવાર અસફળતાનો સામનો કરવો પડે છે, અને ધંધામાં સફળતા નો મતલબ છે પોતાને અને પોતાના પરિવારને નવી મુશ્કેલી માં નાખવું, કેમકે સ્વાભાવિક છે કે ધંધામાં થતું નુકસાન કે પછી ધંધો ન ચાલવાથી તમારી કમાણી ઝીરો થઈ શકે છે.
તેથી નવો ધંધો ચાલુ કરતા પહેલા ધંધાની બારીકાઇઓને સમજવી ખૂબ જ જરૂરી છે. ધંધા માટે કઈ કઈ વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ તે અમે તમને બતાવીશું.

તમારી પસંદગીનો ધંધો કરો:

સૌથી પહેલાં તો તે ધંધાની પસંદગી કરો જેમાં તમને રુચિ હોય. ત્યારે જ આપણે તે ધંધાને સારી રીતે કરી શકીશું અને વધારી શકીશું.

પ્લાનિંગ સાથે ધંધાની શરૂઆત કરો:

Image Source

કોઈપણ ધંધાની જો પ્લાનિંગ સાથે ચાલુ કરવામાં આવે તો નક્કી તમે ખૂબ જ ઓછા સમયમાં તમારા લક્ષ્યને મેળવી શકશો અને સફળ થઇ શકો છો. કોઈ નવો ધંધો ચાલુ કરવા માટે સૌથી મહત્વની વસ્તુઓ પ્લાનિંગ હોય છે, પ્લાનિંગ જેમકે -કયો ધંધો કરવો છે તે નક્કી કરો. તે પણ નક્કી કરો કે ધંધા માં કેટલા રૂપિયાનું રોકાણ કરશો,વ્યવસાયિક પરીપેક્ષ ને સમજવાનો સંપૂર્ણ પ્રયત્ન પણ કરો.

તમારા ધંધા પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ:

કોઈપણ કામને સફળ બનાવવા માટે સૌથી જરૂરી વાત એ છે કે તમે તે કામ પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત રહો. તથા હંમેશા એવા પ્રયત્નમાં રહો કે કોઈપણ રીતે તમારા કામને વધારે શ્રેષ્ઠ બનાવી શકાય. આજ વાત ધંધા પર પણ લાગુ પડે છે.

એટલું જ નહીં જો તમે સમર્પિત ભાવથી કામ કરશો ત્યારે તમે તમારી ટીમને પણ તેના માટે તૈયાર કરી શકો છો. પરંતુ તમે જ લાપરવાહી કરવાનું ચાલુ કરશો તો તમારી સાથે જોડાયેલી ટીમ પણ એવું કરવા માંડે છે, જેના લીધે તમારે નુકશાનનો સામનો કરવો પડે છે.

પૈસાનું મેનેજમેન્ટ:

Image Source

ધંધો ચાલુ કરતા પહેલા સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત પૈસાના મેનેજમેન્ટ પર કરો, કેમ કે ધંધા માટે પૈસા ખૂબ જ જરૂરી છે તેથી તે નક્કી કરી લો કે ક્યાં ક્યાં તમે તમારા ખર્ચાને ઓછો કરી શકો છો અને આવકમાં વધારો કરી શકો છો.

તમારા કર્મચારીઓને સન્માન આપો:

ધંધામાં સફળતા પ્રાપ્તિનો બીજો નિયમ એ છે કે તમે ધંધા સાથે જોડાયેલા કર્મચારીઓની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરો. અને ધંધામાં મળી રહેલા લાભથી તેમને પણ લાભાવંતી કરતા રહો. તેનો ફાયદો એ થાય છે કે કર્મચારીઓ તમારાથી ખુશ રહેશે તો તે સંપૂર્ણ ખંતપૂર્વક તમારી સાથે કામ કરશે પછી ભલે તમે સામે હોય કે ન હોય.

પરંતુ જો તમે તેની સાથે ખોટો વ્યવહાર કરશો ત્યારે તે સરખી રીતે કામ નહીં કરે જેનાથી તમારું નુકસાન થશે. આ ઉપરાંત તમારા કર્મચારીઓ ને સમયની સાથે સાથે ઉત્સાહિત કરતા રહો જેથી તે ઉત્સાહ સાથે કામ કરી શકે.

કર્મચારીઓ સાથે વાતચીત કરો:

ધંધા ને સફળ બનાવવા માટે આ એક આવશ્યક પહેલું છે કે તમારી વાતચીત તમારા કર્મચારીઓની સાથે કેટલી છે. તેને હંમેશા વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાથે જ સમયાંતરે તમારા કર્મચારીઓ ને ધંધા સાથે જોડાયેલી નવી વાતો પણ રૂબરૂ કરાવતા રહેવું જોઈએ. અને સાથે જ તમારા કર્મચારીઓ પાસે બની શકે તે મુદ્દા પર ચર્ચા કરો જેથી નવા નવા વિચારો નીકળે અને ધંધો આગળ વધારવામાં મદદ મળે.

તમારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરો:

તમારી સાથે તમારા માટે કામ કરનારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તેઓ વધારે ઉત્સાહથી સારી રીતે કામ કરે.

તે પણ નક્કી કરો કે નફો કેવી રીતે કમાવો:

Image Source

ધંધામાં રોકાણ કરતી વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે તેનાથી પૈસા કેવી રીતે કમાશો, કેમકે જ્યાં સુધી તે નક્કી નહીં કરો કે તમારો ધંધો કયા સ્થાને છે તો તેની જાણ કરવી મુશ્કેલ છે.

કાનૂની રીતે ધંધાની શરૂઆત કરો:

ધંધો ચાલુ કરતા પહેલા સૌથી વધારે જરૂરી છે કે તમારો ફર્મ અને ધંધો કાનૂની છે કે નહીં તેના માટે જરૂરી છે કે તમારા ધંધાની નોંધણી કરાવી લો.

તમારી જાતને જાણ કરતા રહો:

જો તમે ઈચ્છો છો કે તમને ધંધામાં સફળતા મળતી રહે તો તેના માટે ખૂબ જરૂરી છે કે તમે તમારા ધંધા સાથે જોડાયેલી નવી નવી જાણકારીઓ હંમેશા જાણતા રહો અને આ જાણકારીઓ નો ઉપયોગ તમારા ધંધામાં કરતા રહો. એટલું જ નહીં તમારી સાથે કામ કરનારા કર્મચારીઓની પસંદગી પણ એ આધાર પર કરો જે પોતાને હંમેશા સમયની સાથે અપડેટ રાખવાની ક્ષમતા રાખતા હોય.

આમ તો એવું કહેવામાં આવે છે કે ધંધામાં જોખમ લેવું જરૂરી હોય છે પરંતુ તો પણ જોખમ તે ક્ષેત્રમાં લેવું જ્યાંથી તેની ભરપાઈ થવાની સંભવ હોય. ક્યારે પણ એવા જોખમ લેવા જેના લીધે તમારે બધું જ ગુમાવવું પડે.

તમારા ધંધા સાથે જોડાયેલા દરેક નવા કામને શીખો:

દરેક ધંધામાં દિવસેને દિવસે ઘણા ફેરફારો થાય છે. આપણે તે ફેરફારો સાથે ચાલવું જોઈએ. ઘણીવાર આપણને તે ફેરફારો વિશે વધારે જાણ હોતી નથી તેથી તમારા ધંધા માટે નવી નવી વસ્તુ ઓ શીખતા રહો.

ધંધાની શરૂઆત પછી તરત જ નફાની અપેક્ષા ન કરો:

શરૂઆતમાં જ જો તમે નફા પર ધ્યાન આપશો તો આગળ સુધી ધંધાને ચલાવવો ઘણો મુશ્કેલ સાબિત થઈ શકે છે. તેથી જરૂરી છે કે તમે શરૂઆતમાં નફાની આશા ન રાખો અને વધારેમાં વધારે ગ્રાહકોની જરૂરિયાતો પર ધ્યાન આપો. ધંધાને મોટો કરવાનું વિચારો.

શરૂઆતમાં થયેલા નફાને ધંધામાં જ લગાવો:

જો તમે શરૂઆતમાં થયેલા નફાને ધંધા પર લગાવશો તો તમે ખૂબ જ ઓછા સમયમાં સફળતા મેળવી શકો છો અને સારી કમાણી પણ કરી શકો છો.તેથી શરૂઆતમાં થતાં નફા પર વધારે ધ્યાન ન આપીને ધંધાનો વિકાસ કેવી રીતે કરવું તેના પર ધ્યાન આપવું વધારે જરૂરી છે.

ધંધા વિશે વધુને વધુ લોકોને બતાવો:

તમારા ધંધા વિશે જેટલી માઉથ પબ્લિસિટી કરશો કે પછી જેટલા વધારે લોકોને બતાવશો તેટલી જ ઝડપથી તમને સફળતા મળશે.

તમારો ધંધો વધારવા માં ઇન્ટરનેટ આ રીતે તમારી મદદ કરી છે:

આજના સમયમાં ઇન્ટરનેટથી ચાલતા એવા ઘણા બધા ધંધાઓ છે જેનાથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. તમે પણ તેની મદદથી તમારા ધંધા ને વધારી શકો છો અને તમારો નફો કેટલાય ગણો કરી શકો છો. ઇન્ટરનેટ તમારા ધંધા ના વિકાસમાં આવી રીતે મદદ કરે છે.

તમારો ધંધો ચાલે તે માટે સૌથી જરૂરી છે કે તે લોકોને દેખાવો જોઈએ અને જેટલો જ દેખાશે તેટલો જ વહેંચાશે. જ્યારે તમે ઈન્ટરનેટની મદદથી ધંધાને લોકો સુધી પહોંચાડો છોતો તેને માણસ ક્યાંયથી પણ અને ક્યારેય પણ જોઈ શકે અને તેની જાણકારી મેળવી શકે અને ખરીદવા માટે તમારો સંપર્ક કરી શકે છે. એટલે કે ઈન્ટરનેટની મદદથી તમારો ધંધો લોકો સુધી સરળતાથી પહોંચી રહ્યો છે. એટલે કે ‘વધુ વેચાણ વધુ બતાવો’ વાળો ફંડો.

ધંધાને વધારવા માટે તમારે ઇન્ટરનેટમાં આવવું જોઈએ જેનાથી તમે લોકોને સરળ અને સહેલી રીતોથી વધારે માં વધારે જુઓ.

ગ્રાહકો સાથે સારા સંબંધ રાખો:

ગ્રાહકો સાથે સારા સંબંધ રાખવાનો પ્રયત્ન કરો જેથી લોકો તમારી પ્રોડક્ટને વધુમાં વધુ ખરીદે અને તેનાથી તમને સારો નફો પણ મળી શકે છે.

ગ્રાહકની જરૂરિયાતોનું ધ્યાન રાખો:

ધંધામાં સફળતા મેળવવા માટે સૌથી વધારે જરૂરી છે કે તમે તમારા ગ્રાહકોની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખો. જેનાથી તમને ઓછા સમયમાં જ સારો પ્રતિસાદ મળશે અને તમારા ધંધાને આગળ વધવામાં મદદ મળશે.

બેકઅપ પ્લાન પણ જરૂરી છે:

ધંધામાં ક્યારે નુકસાન થાય અને ક્યારે અપેક્ષાઓથી વધારે નફો થાય તે નક્કી હોતું નથી, પરંતુ જરૂરી છે કે તમે તમારો બેકઅપ પ્લાન લઈને ચાલો કેમકે જો નુકસાન થાય તો તમે ફરીથી પ્રાપ્ત કરીને ધંધાને નવા મુકામ સુધી પહોંચાડી શકો છો.

કટોકટી ફંડ રાખો:

ધંધાની વિપરીત પરિસ્થિતિઓ માટે જરૂરી છે કે તમારી પાસે કટોકટી ફંડ હોય જેનાથી તમારો ધંધો સલામત રહે.

બિનજરૂરી ખર્ચાથી બચવાનો પ્રયત્ન કરો:

જેટલો જરૂર હોય તેટલો જ ખર્ચો કરો. જો તમે જરૂરિયાતથી વધારે ખર્ચો કરશો તો લાંબા સમય સુધી ધંધો ચલાવવામાં મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

ધંધાને વિવેક સાથે ચલાવો:

ધંધાને વિવેક સાથે ચલાવવામાં જ સમજદારી છે, ધંધામાં વિવેકથી લેવાયેલા નિર્ણયો હંમેશા સફળતા અપાવવામાં મદદ કરે છે.

તમારી પસંદગીનો ધંધો કરો:

જો તમે તમારી રુચિના ધંધામાં રોકાણ કરશો તો સ્વાભાવિક છે કે તમે તેમાં ઘણું ધ્યાન આપી શકશો અને ધંધાને સફળ બનાવવા માટે નવા નવા વિચારો પણ આપી શકશો.

હરીફો અને વ્યવસાયિક વાતાવરણને સમજો:

કોઈપણ ધંધાની શરૂઆત કરતાં પહેલાં સૌથી વધારે જરૂરી છે કે પહેલા આજુબાજુના વાતાવરણ ને માપી લો જેથી તમારા હરીફોના મુકાબલે ગ્રાહકોને સારી સુવિધાઓ આપી શકો અને નવા નવા ધંધા ના વિચારો થી તમારા ધંધાને સ્થાપિત કરી શકો.

શરૂઆત નાના ધંધા થી જ કરો:

ધંધાની શરૂઆત નાના ધંધા થી જ કરો. જો તમે શરૂઆતમાં જ વધારે રોકાણ કરશો અને તમારો ધંધો સફળ ન થાય તો તમારે તેનું પરિણામ ભોગવવું પડશે.

કર અને બીલ સમયસર ચૂકવો:

ધંધો ચલાવવા માટે તેની સાથે જોડાયેલી દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી તમને આગળ ધંધો ચલાવવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જો તમે તમારા કર અને બીલોની ચુકવણી સમયસર કરશો અને સિસ્ટમ ચાલુ રાખશો, તો તમારે પછી એકસાથે વધારે પૈસા ચૂકવવા નહીં પડે.

ટીમ સાથે ધંધો કરો:

Image Source

ધંધાને સફળ બનાવવામાં ફક્ત એક નહીં પરંતુ સંપૂર્ણ ટીમનો સહયોગ જરૂરી છે. તેના માટે જરૂરી છે કે ટીમ વર્ક પર ધ્યાન આપો.

ધંધા માટે પ્રોત્સાહન પણ જરૂરી છે:

સમય સમય પર પોતાને ધંધા માટે પ્રેરિત કરવી પણ ખૂબ જરૂરી છે.

ધંધા દ્વારા સમસ્યાઓનું વિશ્લેષણ:

આસપાસની જરૂરિયાતો મુજબ જો તમે ધંધો કરશો તો સફળતા જલ્દી મળશે તે સાથે જ તમે ધંધા દ્વારા સમસ્યાઓને સરળતાથી ઉકેલી શકશો.

નવા નવા ધંધાના વિચારો વિશે વિચારો:

ધંધાને એક જ પગલાં પર ન ચલાવો, પરંતુ નવા નવા વિચારો આપીને ધંધાને આગળ વધારવાનું વિચારો.

જોખમ લેવાથી ગભરાવું નહીં:

ધંધામાં ઘણીવાર એવા નિર્ણયો લેવા પડે છે કે જેમાં જોખમ પણ લેવું પડે છે, તો એવી સ્થિતિમાં ગભરાવું નહીં પરંતુ વિવેકનો ઉપયોગ કરવો અને જોખમ પણ લો, બની શકે તો તમારા દ્વારા લેવાયેલુ જોખમ તમારા ધંધાને આગળ વધારવામાં અમારી મદદ કરશે.

આધુનિક તકનીકથી ધંધાને જોડવાનો પ્રયત્ન કરો:

આધુનિક જમાનાની સાથે ધંધો આગળ વધારવાનો પ્રયત્ન કરો અને આધુનિક તકનિકથી તમારા ધંધાને જોડો.

જો તમે આ ઉપાયો અનુસરશો તો નક્કી તમને નવો ધંધો કરવામાં મદદ અને સફળતા પણ મળશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *