આજનો આર્ટીકલ મહિલાઓના જીવન સાથે જોડાયેલ છે. મહિલાઓ તેની વ્યસ્ત જિંદગીમાં ખુદનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. ત્યારે શરીર કમજોર પડે છે અને ઈમ્યુન સીસ્ટમ પણ નબળી પડે છે. શરીરની ઈમ્યુન સીસ્ટમ રોગને શરીરમાં દાખલ થતા અટકાવે છે પરંતુ જો ઈમ્યુન સીસ્ટમ જ નબળી હોય તો શરીરને વારેવારે રોગનું સંક્રમણ લાગે છે.

ઘર-પરિવાર અને બાળકોની સંભાળમાંથી ઓછો સમય મળતો હોય તે મહિલાના ચહેરામાંથી નૂર ગાયબ થઇ જાય છે. તો મહિલાને ખાસ જણાવવાનું કે આખા દિવસમાં ટાઈમ એડજસ્ટ એવી રીતે કરો કે, જેનાથી શરીરને આરામ પણ મળે. ઘણીખરી મહિલામાં આંખની નીચે ડાર્ક સર્કલ થઇ ગયા હોય છે, તો અમુક મહિલાનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હોય છે. તો એ બધામાં સૌથી મહત્વનું છે ‘ખાન-પાન.’ જો ખાન-પાન પર યોગ્ય ધ્યાન આપવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહે છે અને શરીરને જરૂરી એવા વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી જાય છે.
મહિલાએ આ વસ્તુ ચોક્કસ ખાવી જોઈએ :
ઇમ્યુનિટીને વધારવા માટે અમુક મહિલાઓ દવાનું સેવન કરે છે પણ ડાયેટ પ્લાનમાં અમુક પ્રકારની ખાદ્યચીજ ઉમેરવાથી વારેવારે બીમાર થવાની તકલીફમાંથી બચી શકાય છે.
- બદામ

દરરોજ ૮-૧૦ બદામ પલાળીને ખાવાથી શરીરની ઇમ્યુનિટીમાં વધારો થાય છે. સાથે તેમાં માનસિક તણાવને દૂર કરવાની ક્ષમતા હોય છે. બદામમાં વિટામીન-‘ઈ’નો સ્ત્રોત હોય છે, જે એન્ટીઓક્સીડન્ટને વધારવામાં મદદ કરે છે. એથી વિશેષ બદામનું રોજ સેવન કરવાથી ચામડીની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
- ખાટા ફળ

સંતરા, અનાનસ, લીંબુ જેવા ખાટા ફળોમાં વિટામીન-‘સી’ પૂરતા પ્રમાણમાં હોય છે. જે રોગના સંક્રમણથી બચાવે છે. આવા ફ્રુટ ખાવાથી શરીરમાં બનતી એન્ટીબોડી, કોશિકાઓની પરત પર આવરણ બનાવે છે. જેના કારણે શરીરમાં વાઇરસ ઘુસી શકતા નથી. એ માટે રોજ ખોરાકમાં એક ખાટું ફળ તો ખાવું જ જોઈએ.
- પાલક

પાલકમાં ફાઈબર, આયરન, એન્ટીઓક્સીડન્ટ અને વિટામીન-‘સી’ પર્યાપ્ત માત્રામાં હોય છે. જે પેટની સમસ્યા સામે લડવામાં મદદરૂપ થાય છે. ગર્ભવતી મહિલા માટે પણ પાલકનું સેવન સારૂ રહે છે.
- લસણ

લસણમાં પણ એન્ટીઓક્સીડન્ટ વધુ માત્રામાં હોય છે, જે ઇમ્યુનિટી વધારવા માટે વપરાય છે. ખાસ કરીને અસ્થમાના દર્દીઓએ તેના ભોજનમાં લસણ લેવું જોઈએ. ભોજન પછી લસણ ખાવાથી છાતીમાં કફ જામતો નથી. લસણમાં ઘણા ગુણકારી તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક છે.
આટલી ચીજોનો ડાયેટમાં ઉપયોગ કરવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે. સાથે અન્ય બીમારીને શરીરમાં ઘુસતા રોકી શકાય છે. એથી વિશેષ દરરોજના ડાયેટમાં લીલા શાકભાજી, કઠોળ અને ફળના જ્યુસનો સમાવેશ કરવો જોઈએ, જે શરીરને મજબૂત બનાવે છે. મહિલાઓ જો આ ચીજોનો ઉપયોગ ખાવામાં કરે તો ચહેરા પરના નૂરને નિખારી શકાય છે. સાથે ટમેટા અને અનાનસનું સલાડ બનાવીને પણ ખાઈ શકાય છે. એમાંથી પણ નેચરલ એન્ટીઓક્સીડન્ટ મળે છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel