ગુજરાતી લોકો આ ટીપ્સ જાણી લો પછી વેકેશનમાં ટુરનું પ્લાનિંગ બનશે પરફેક્ટ – મળશે પુરા પૈસાનું વળતર – ‘ફક્ત ગુજરાતી’

હાલ અત્યારે એક્ઝામનો સમય ચાલી રહ્યો છે. થોડા સમય પછી વેકેશનનો ટાઇમ આવી જશે. એવામાં તમે જો ટૂરનું પ્લનીગ કરી રહ્યા હોય તો થોડા ચેતી જજો. સૌ પ્રથમ આ માહિતીને ધ્યાનથી વાંચી લો અને પછી જ આગળ વધજો.

અમે સ્પેશીયલ અમારા વાંચકો માટે આ માહિતીને એકઠી કરીને અહીં લખી છે, જે તમારા ટૂરના પ્લાનિંગ માટે બહુ કામ આવશે. તો જાણીએ વધુ આગળ…

વેકેશન પર જઈએ ત્યારે એક-એક વસ્તુને મેનેજ કરવી પડે છે, જેમાં ટ્રાવેલ એજન્ટની મદદ લેવી સારી વાત બને છે. ટીકીટથી લઈને હોટલ સુધીની તમામ સુવિધાઓ માટે એજન્ટ વ્યવસ્થિત માટે આ જરૂરી છે. વળી, આ ખર્ચ થતા પૈસાનું વળતર ગણીએ તો પણ કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લેવી યોગ્ય વાત છે. તો કઈ-કઈ વાત માટે ટ્રાવેલ એજન્ટની મદદ લઇ શકાય?

(૧) સ્પેશીયલ ઓફર એન્ડ ડિસ્કાઉન્ટ

ટ્રાવેલ એજન્સીઓનો હાલ તો ક્રેઝ વધી ગયો છે જેમાં મુસાફરોને ઘણીવાર સારો એવો લાભ મળી રહે છે. જો તમે ટ્રાવેલ એજન્ટની મદદથી ટૂરની ટીકીટ બૂક કરાવતા હોય તો પહેલા જાણી લો કે કઈ કંપની સારી સુવિધા આપે છે અને તેમાં કેટલું ડિસ્કાઉન્ટ મળે છે. વધુમાં ડિસ્કાઉન્ટ ઓફરમાં ક્યાં લોકેશનની ટૂર છે એ પણ જાણી લેવું જોઈએ.

(૨) ટીકીટનું બુકિંગ

જો તમે લાંબી મુસાફરી માટે જવાના હોય તો ૨ થી ૩ મહિના પહેલા જ ટીકીટ બુક કરાવી લેવી જોઈએ. લાસ્ટ ટાઈમમાં બુકિંગ કરાવીએ તો ભાવ ઊંચા આપવા પડે છે સાથે અમુક ઓફરથી વંચિત રહી જવાય છે. એ માટે ટ્રાવેલ એજન્ટની અગાઉથી મદદ લેવી જોઈએ.

(૩) ટીકીટ કેન્સલ વિશેની જાણકારી

ટીકીટ બુક કરાવ્યા પહેલા કેન્સલ ટર્મ જાણી લેવી એટલી જ જરૂરી છે. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં ટીકીટને કેન્સલ કરવી પડે તો રીફંડ વિશેની જાણકારી હોય તો સરળતા રહે એ માટે ટ્રાવેલ એજન્ટની પૂછીને બુકિંગ કરાવીએ તો સારો લાભ રહે છે.

(૪) ડેસ્ટીનેશન પરની વ્યવસ્થા

તમે તમારા ડેસ્ટીનેશન પર પહોંચી ગયા પછી ત્યાં રોકવા માટેની વ્યવસ્થા કઈ પ્રકારે છે એ અવશ્ય જાણી લેવું. ત્યાં ટ્રાન્સપોર્ટેશનથી લીએન રૂમમાં મળતી સુવિધાની જાણકારી ટ્રાવેલ એજન્ટ પાસે હોય છે તો અવશ્ય જાણી લેવું.

(૫) ટુરીસ્ટ પ્લેસની જાણકારી

ડેસ્ટીનેશન પર ગયા પછી ત્યાં આજુબાજુમાં સારી ફરવા લાયક જગ્યા કઈ છે એ પણ ખબર હોવી જોઈએ. તો એ જાણકારી પણ ટ્રાવેલ એજન્ટની પાસેથી જાની લેવી.

આ પાંચ મુદ્દાઓ એવા છે જેનાથી ટુરને પરફેક્ટ બનાવી શકાય છે સાથે ખર્ચેલ પૈસાનું વળતર મળ્યું હોય એવું થાય. તો ટુર સેટ કરતા પહેલા ટ્રાવેલ એજન્ટ પાસેથી આ જાણકારી અવશ્ય મેળવી લો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *