રોમેન્ટિક રાતની આ છે ફોર્મ્યુલા – અહીં લખેલ મુજબના કાર્ય પાર્ટનર સાથેની રાતમાં સારી ઊંઘ અપાવશે…

દિવસભરની ભાગદોડ પછી રાત શરીર-મનને શાંતિ આપે છે. એટલે તો રાતની ઊંઘને શરીરનો ખોરાક ગણાય છે. આખા દિવસનો થાક રાતની ઊંધ કરતા ઉતરી જાય છે. એટલે તો દરેક વ્યક્તિ માટે ઊંઘ મહત્વની હોય છે. એ ઊંધના સુકુનમાં પણ વધારો થાય છે, જો પાર્ટનર સાથે હોય તો. પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરવા અને સારી ઊંધ માટે અમુક વાતો અગત્યની છે. જો જાણીએ આજના આર્ટીકલમાં એવી જ રસપ્રદ જાણકારી….,

કોઇપણ વ્યક્તિ પાર્ટનર સાથે સુવામાં વધુ કમ્ફર્ટ અનુભવે છે. એવામાં તમે જો તમારા પાર્ટનર સાથે સારી ઊંઘ લેવા ઈચ્છતા હોય તો તમારે આ કામ કરવા પડશે. અમે, નીચે તમામ મુદ્દાઓ લખ્યા છે જે તમારે વાંચીને યાદ રાખવાના છે. જો તમે પણ આ પોઈન્ટસને ફોલો કરશો તો રાતની ઊંઘથી સવારે ફ્રેશનેસ ફિલ કરશો.

 • રાત્રે સુવાના સમયે પાર્ટનર સાથે હોય ત્યારે મોબાઈલ/ લેપટોપ કે ઈન્ટરનેટનો ઉપયોગ ન કરવો જોઈએ.
 • સુતા પહેલા પાર્ટનર સાથે ટાઇમ સ્પેન્ડ કરવો જોઈએ. બહારી દુનિયાને ભુલીને એકબીજામાં મગ્ન થઇ જાઓ.
 • બેડરૂમનો માહોલ થોડો રોમેન્ટિક બને એ રીતે કંઈક કરવું જેનાથી પાર્ટનર પણને પણ તમારી સાથે મનની શાંતિ અનુભવાશે.
 • રોમેન્ટિક માહોલ થાય તો કલ્પસ રોમેન્ટિક મૂડમાં આવે છે, જેનાથી એવા હોર્મોન્સ રીલીઝ થાય છે, જે સારી ઊંઘ આપે છે.
 • બ્લેન્કેટ એવી રીતે રાખો જેનાથી બંને આસાનીથી ઓઢી શકો. રાત દરમિયાન બંનેમાંથી કોઈની ઊંઘ ખરાબ પણ ન થાય.
 • આરામદાયક ગાદલાનો ઉપયોગ કરો જેનાથી બંને કમ્ફર્ટેબલ ફિલ કરશો જે બંનેને એકબીજાની સંગતી સાથે આરામની ઊંઘ આપશે.
 • સેક્સ પણ સારી ઊંઘ માટેનો એક પાર્ટ છે. જે પણ તમને સારી ઊંઘ આપે છે.
 • સુતા પહેલા રોમેન્ટિક અને પ્રેમ ભરેલી વાતો કરવાથી એકબીજા પ્રત્યેના સંબંધો મજબૂત થાય છે.
 • બંનેએ રોમેન્ટિક થઈને એકબીજાના સાથને મહેસૂસ કરવો જોઈએ. માત્ર ઊંઘને કોઈ કાર્ય બનાવીને સુઈ જવાથી બે દિલ વચ્ચે ધીમે-ધીમે અંતર આવતું જાય છે, જે મેરેજ લાઈફને નષ્ટ કરવાનું કારણ બનતું જાય છે.
 • હાથમાં હાથ પરોવીને અને એકબીજાની બાહોમાં આવીને જીવનના સપના, જીવનની જરૂરિયાત અને પાર્ટનર સાથેના અનુભવને શેયર કરવો જોઈએ જે લાઈફને અતિ ઇન્ટરેસ્ટીંગ બનાવે છે.
 • સવારે ઉઠતા પહેલા પણ પાર્ટનર સાથે હળવી મજાક કરો જે સવારથી લઈને આખા દિવસનું ટોનિક બની રહેશે.
 • ખાસ કરીને સુતી વખતે એવું વાણી કે વર્તન ન કરવું જોઈએ જેનાથી એકબીજાને કોઈ તકલીફ પડે અને આખી રાત વિચારોમાં ચાલી જાય. આવું કરવાથી અંતે માનસિક તણાવ વધશે જે શરીર સાથે બંનેના સંબંધો પર અસર કરશે અને પાર્ટનર વિશેની નેગેટીવીટી આવતી જશે. લાંબા સમય સુધી આવું થતું રહે તો જીવન રસહીન બની જાય છે.
 • રાતે સુતી વખતે બ્રશ કરીને સુવું અને સ્નાન કરીને સુવું જોઈએ જેના કારણે સારી ઊંઘ આવે છે અને શરીરનો થાક દૂર થઈ જાય છે. આવું કરવાની સલાહ ખાસ કરીને એટલે પણ આપવામાં આવે છે કે શરીરમાંથી પરસેવાની અને મોઢામાંથી કોઈ દુર્ગંધ ન આવે. બેડ સ્મેલ પાર્ટનરના રોમાન્સના મૂડને ઓછો કરે છે.

ઉપરોક્ત એવા કાર્યોનું લીસ્ટ છે, જેને લાઈફમાં ફોલો કરવાથી એકબીજાના પ્રેમમાં ઊંડાણ પૂર્વક વધારો કરી શકાય છે. પાર્ટનર સાથે રાતમાં રોમેન્ટિક પળ વિતાવવા માટે આ કાર્ય ફાયદો કરાવશે. એ સાથે અમને કમેન્ટ બોક્ષમાં લખો કે આજનો આ આર્ટીકલ તમને પસંદ આવ્યો કે નહીં?

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close