હોઠને ગુલાબી અને કોમળ બનાવવા હોય તો આ ટીપ્સને ફોલો કરવાનું ભૂલતા નહીં – તમે ખૂબસૂરત દેખાશો..

હોઠની ખૂબસૂરતી એટલે ચહેરાની ખુબસુરતી. છોકરો હોય કે છોકરી જો તેના હોઠ કોમળ અને ગુલાબી હોય તો તેનો ચહેરો વધુ જોવો ગમે છે. આકર્ષક દેખાવવા માટે સુંદર હોઠનું હોવું જરૂરી છે પણ આ બાબતમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ જાગૃત હોય છે. આ માટે તે કોસ્મેટિક આઇટમ પણ યુઝ કરતી હોય છે, જેનાથી તે સુંદર દેખાય છે.

લીપ ગ્લોસ, લીપસ્ટીક જેવા કોસ્મેટિક થોડા સમય માટે હોઠને સુંદર બનાવી રાખે છે, પરંતુ લાંબા સમય તેની સાઇડ ઇફેક્ટ થતા હોઠ બ્લેક ટોનના પણ થઈ શકે છે. હોઠને માત્ર ગુલાબી જ નહીં પણ કોમળ રાખવા માટે ઘરેલું નુસખા જાણી લેવા જોઈએ. તો આર્ટિકલને અંત સુધી વાંચી લો.

(૧) મધ અને લીંબુના રસને મિશ્ર કરીને ફ્રીજમાં રાખી લો. આ મિશ્રણને સવાર-સાંજ દિવસમાં બે વખત હોઠ પર લગાડવું. એક કલાક માટે મિશ્રણને હોઠ પર લગાવી બાદમાં હોઠને સાફ કરી લેવા. લીંબુ હોઠનું કાળાપણું દૂર કરે છે અને મધ હોઠને કોમળ બનાવે છે.

(૨) હોઠ સુકાઈ જાય તોપણ તે કાળા પડી જાય છે. ગ્લીસરીનમાં લીંબુ ભેળવીને હોઠ પર આ મિશ્રણને લગાડવું. બાદ હોઠને સાફ કરી લેશો. ગ્લિસરીન લાંબા સમય સુધી હોઠને મુલાયમ બનાવી રાખે છે.

(૩) શરીરમાં પાણીની ઓછી માત્રા હોય તોપણ તેની અસર હોઠ પર પડે છે. તો હોઠની સુંદરતા જોઈતી હોય તો પાણી પણ વધુ પીવું જોઈએ.

(૪) ખરડાયેલા હોઠ પર રોજ રાત્રે માખણ લગાવીને સૂવાથી બહુ રાહત મળે છે. તે હોઠને ગુલાબી અને કોમળ બનાવે છે.

(૫) રોજ રાત્રે સૂતી વખતે બદામનું તેલ લગાવવાથી પણ કાળા હોઠ માંથી છુટકારો મળે છે.

(૬) લીંબુ એક બ્લીચીંગ એજન્ટ જેવું કામ કરે છે. માત્ર લીંબુનો રસ બે મહિના સુધી નિયમિત હોઠ પર લગાવવાથી કાળા હોઠમાંથી છુટકારો મળે છે.

(૭) શિયાળાની મોસમમાં મધમાં ગુલાબજળ ભેળવીને દિવસમાં ત્રણ વાર લગાડવાથી કાળા હોઠમાંથી ફાયદો થાય છે.

(૮) ગરમ વસ્તુ ખાવા-પીવાથી પણ હોઠની ચામડી ડૅમેજ થઈ જાય છે, તો વધુ ગરમ વસ્તુ ન લેવી જોઈએ.

(૯) સવારે નાહીને તૈયાર થાવ ત્યારે જ હોઠ પર લીપ ક્રીમ દરરોજ લગાવવું જોઈએ. કારણકે હોઠ નાજુક હોય છે જેના પર લિપક્રિમ ફાયદો કરે છે.

(૧૦) મહિલાઓ શક્ય તેટલા ઓછા કોસ્મેટિક યુઝ કરે તો પણ લાંબા સમય સુધી હોઠની ખૂબસૂરતી જાળવી શકાય છે. કારણ કે ઘણા કોસ્મેટિકની સાઇડ ઇફેક્ટથી પણ હોઠ કાળા પડી જાય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Comment