આજ સુધી માત્ર પાંચ જગ્યાએ જ ભગવાન રૂબરૂ જોવા મળ્યા છે – લોકોને કેવા અનુભવ થયા છે એ જાણો તો ખરા..

ભારતમાં ઘણા મંદિરો છે સાથે ઘણા બધા એવા ધર્મો છે જે ભગવાનના રસ્તે ચાલે છે. સારા કર્મનું બંધારણ શીખવાડે છે છતાં પણ તમે ક્યાંય ભગવાનને જોયા છે? જો ન જોયા હોય તો આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં.

આજ તમને એવી વાત જણાવી છે જ્યાં પાંચ વખત અસલી ભગવાન દેખાયા છે. તો એવી જગ્યાઓ અને એવી કહાની જાણીએ જે પૃથ્વી પર ભગવાન વાસ્તવમાં હોવાનું પ્રમાણ રજૂ કરે છે.

(૧) કાલી માતાના મંદિરમાં એક એવી ઘટના બની જે જોઈને તમને પણ નવાઈ લાગશે. આ મંદિરમાં એક શખ્સ કેમેરાથી મૂર્તિનો વીડિયો શૂટ કરી રહ્યો હતો ત્યારે કંઈક એવું બન્યું કે, જે જોઈને બધા ચોંકી ગયા. જેમ-જેમ કેમેરો ફરતો જતો હતો એમ માતાજીની મૂર્તિની આંખો પણ તેની સામે ફરતી જતી હતી. વીડિયો રેકોર્ડ થતો હતો એમ માતાજીની આંખો પણ એ જ દિશામાં ફરીને કેમેરાની સામે જોઈ રહી હતી. ત્યારે લોકોએ એવું માન્યું કે, અહીં “માં કાલી” માતા સાક્ષાત હાજર છે.

(૨) ધ્યાનથી જુઓ આ મહાદેવની મૂર્તિને. આ મૂર્તિ પર જ્યારે દૂધનો અભિષેક થાય છે ત્યારે થોડીવાર પછી જે જોવા મળે છે એકદમ ચોંકાવનારી ઘટના છે. મૂર્તિ પર દૂધનો અભિષેક કરવામાં આવતો હતો ત્યારે મૂર્તિમાંની આંખો ખુલ-બંધ થતી હતી. અહીં પણ શિવજીનું સાક્ષાત સ્વરૂપ જોવા મળ્યું હતું.

(૩) કુતુબમિનાર પાસે એક વ્યક્તિ ફોટોશૂટ કરાવી રહ્યો હતો ત્યારે કેમેરામાં એક એવી હરકત રેકોર્ડ થઈ કે, વિડીયોગ્રાફર જોતો જ રહી ગયો. મિનારની આજુબાજુ એક માણસ જેવું કંઈક ઊડતું જોવા મળ્યું હતું. લોકોનું કહેવું છે કે, આ ખુદ હનુમાનજીનું સ્વરૂપ હતું.

(૪) એક વ્યક્તિ કાર ચલાવીને જઈ રહ્યો હતો ત્યારે તે કેમેરામાં વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો ત્યારે કંઈક સાઈડમાં ભગવાન જેવું દેખાયું હતું. તે વ્યક્તિનું દાવો છે કે, જ્યારે આંખોથી જોયું તો ત્યાં કોઈ જ દેખાતું ન હતું પરંતુ કેમેરામાં ભગવાન પણ રેકોર્ડ થઈ ગયા હતા.

(૫) એક રિપોર્ટર વીડિયો શૂટ કરી રહી હતી ત્યારે તેની પાછળ અત્યંત ચમકતું એવું કંઈક દેખાયું હતું લોકોનું કહેવું છે કે, આ ‘એન્જલ’ હતી. તેનું જ આટલું જબરદસ્ત પ્રકાશ હોય.

તો તમને ફોટો જોઇને રૂબરૂ ખબર પડી હશે કે, દુનિયામાં આવી રીતે ભગવાન ખુદની હાજરી  હોવાનું પ્રમાણ આપે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *