સાંજની ચા ની સાથે સર્વ કરો આ તીખા મરચાં ના ભજીયા, આ રહી તેની રેસિપી

મરચા ના ભજીયા ની રેસીપી ઘરે બનાવી શકાય છે. તેને બનાવવા માટે વધુ સામગ્રીની જરૂર હોતી નથી. મરચા ના ભજીયા ને સાંજની ચા અથવા કોફી સાથે સાંજના નાસ્તા તરીકે લઈ શકાય છે. મરચા ના ભજીયા એ દક્ષિણ ભારતની મુખ્ય ડીશ છે. જેને સમગ્ર દક્ષિણ ભારતના લોકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. દક્ષિણ ભારતમાં ઘણા પ્રકારના ભજીયા બનાવવામાં આવે છે પરંતુ છે. આ મરચા ના ભજીયા સૌથી ખાસ છે. કારણ કે તેમાં મરચાંનો સ્વાદ તેને વધુ અનોખો બનાવે છે. તે કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વિશેષરૂપે બનાવવામાં આવે છે અને અહીં સાંજના નાસ્તા તરીકે લેવામાં આવે છે. પરંતુ તેના ઉત્તમ સ્વાદને કારણે, તે દક્ષિણ ભારત થી લઈ ને સમગ્ર ભારતમાં પ્રખ્યાત થઈ ગયું છે. તેથી વિલંબ ન કરતાં, ચાલો જોઈએ કે આ સ્વાદિષ્ટ અને વિશેષ રેસીપી ઘરે કેવી રીતે બનાવી શકાય છે.

૩ વ્યક્તિ માટે

મુખ્ય સામગ્રી

  • ● 3 કપ ચણા નો લોટ

મુખ્ય વાનગી માટે

  •  7 – લીલા મરચાં
  •  3 ચમચી ચોખાનો લોટ
  •  3 ચમચી સૂર્યમુખી તેલ
  •  જરૂરિયાત મુજબ પાણી
  •  1 ચમચી ધાણા
  •  2 ચમચી લાલ મરચું પાવડર
  •  જરૂર મુજબ મીઠું
  •  જરૂર મુજબ હળદર
  •  જરૂર મુજબ હિંગ

સાંજે ચા સાથે સર્વ કરો તીખા મરચા ના ભજીયા

આ રહી રેસીપી

પગલું 1

સૌ પ્રથમ એક મોટો બાઉલ લો. હવે તેમાં ચણાનો લોટ, ચોખા નો લોટ, હળદર, લાલ મરચાનો પાવડર, હિંગ, મીઠું નાખીને આ બધી સામગ્રી બરાબર મિક્ષ કરી લો.

પગલું 2

આ મિશ્રણમાં અડઘી ચમચી તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ પછી પાણી ઉમેરો અને એક જાડી પેસ્ટ તૈયાર કરો. તમારી ભજીયા ની પેસ્ટ તૈયાર છે.

પગલું 3

ત્યારબાદ જાડા લીલા મરચાં જેમાંથી તમારે ભજીયા તૈયાર કરવાના છે. તેને વચ્ચેથી ચીરો કારો અને ત્યારબાદ તેના પર લાલ મરચું પાઉડર લગાવો. આવું કરવાથી તમારા ભજીયા મસાલેદાર અને વધુ સ્વાદિષ્ટ બનશે.

પગલું 4

હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય ત્યાં સુધી ગરમ કરો. હવે મરચાં લો જેના પર તમે લાલ મરચાનો પાઉડર લગાડ્યો છે. તેને તૈયાર કરેલા ચણાનો લોટ ના દ્રાવણમાં સારી રીતે બોળી લો. ત્યારબાદ તેને ગરમ તેલ માં નાખી ને ડીપ ફ્રાય કરો. તમારે તેને બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવું.

પગલું 5

તમારા તીખા મરચા ના ભજીયા તૈયાર છે. તેને તમારા પસંદગીની ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવશો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *