આ માહિતી જાણવા જેવી છે – આ ત્રણ ગામથી દરિયાકિનારો એકદમ નજીક છે

ગુજરાતનો દરિયાકિનારો લગભગ ૧૬૦૦ કિલોમીટર લાંબો છે. અને અરબી સમુદ્ર અને કચ્છનો અખાત ગુજરાતને કુદરત પાસેથી પ્રાપ્ત વરદાન જ છે. ગુજરાતના સમુદ્રતટે અનેક નાનાંમોટાં નગરો અને શહેરો વસેલા છે. સાગર કિનારે વસેલા નગરો રળિયામણા તો લાગવાના જ ને!!

પરંતુ આજે આપણે એવા ૩ ગામોની વાત કરીશું જે દરિયાની તદ્દન નજીક તો છે જ અને સાથોસાથ કેટલીક ખાસ વિશેષતાઓ ધરાવે છે. તો ચાલો માહિતી મેળવીએ આ સુંદર ગામોની….

૧) મીઠાપુર:

જેવું નામ એવું જ ગામ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે વસેલું મીઠાપુર ગામ ખૂબ જ સુંદર બીચ ધરાવે છે. જે પ્રવાસીઓને આકર્ષે છે.

પરંતુ મીઠાપુર ખાસ તો મીઠાના અગરો અને ટાટા કેમિકલ્સ ઉદ્યોગ માટે જાણીતું છે. વર્ષ ૧૯૩૯માં જ્યારે ટાટા કેમિકલ્સ કંપનીની સ્થાપના થઈ એ પહેલાં મીઠાપુર એક અવિકસિત ગામ હતું.

એમ, આજે મીઠાપુર અને આજુબાજુના વિસ્તારના મોટા ભાગના લોકો ટાટા કેમિકલ્સ કંપની દ્વારા રોજગારી મેળવે છે. ટાટા કેમિકલ્સ કંપની ભારતની ટોચની મીઠાઉત્પાદક કંપની છે જે વિશ્વ સ્તરે નામના ધરાવે છે. અને વર્ષ દરમિયાન કરોડોનો કારોબાર કરે છે.

માંડવી:

કચ્છ જિલ્લાના દરિયાકાંઠે વસેલું માંડવી ભારતના મુખ્ય બંદરોમાંનું એક છે. માંડવી કચ્છના અખાતની વચ્ચે આવેલું છે. તેની સમુદ્ર તટીય સુંદરતાને કારણે ભારત ભરમાં પ્રખ્યાત છે.

આ ઉપરાંત માંડવીની સંસ્કૃતિ પણ આકર્ષણનું કેન્દ્ર છે. એટલે જ તો માંડવીની યાત્રા વગર કચ્છની યાત્રા અધૂરી ગણાય છે.

માંડવી પ્રાચીન સમયથી જ વ્યવસાયિક નગર રહ્યું છે. માંડવીનું બીજું આકર્ષણ છે વિજય વિલાસ પેલેસ, જે રાજાશાહી વખતે કચ્છના રાજાઓનો મહેલ હતો.

આ મહેલ રાજપૂત શૈલી માટે પ્રસિદ્ધ છે. આ સિવાય રુકમાવતી નદી પર બનેલો પથ્થરનો પુલ પણ આકર્ષણનું કેન્દ્ર છે.

mithapur tata chemicals

બાલાચડી:

 

કચ્છના અખાત નજીક જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલું બાલાચડી ગામ સૈનિકશાળા માટે પ્રખ્યાત છે.બાલાચડી સૈનિકશાળા ગુજરાતની એક માત્ર સૈનિકશાળા છે. જે વર્ષ ૧૯૬૧માં બની હતી.

આ ઉપરાંત બાલાચડીનો સુંદર દરિયાકાંઠો જામનગરના રાજાઓનું પસંદગીનું સ્થળ હતું. બાલચડીના દરિયાકાંઠે મત્સ્ય ઉદ્યોગ પણ વિકસ્યો છે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *