લોકોના ટોણાથી કંટાળીને આ યુવકે ઘટાડ્યું 80 કિલો વજન!

1. વજન પર લોકોની કમેન્ટ

જ્યારે અજાણ્યા લોકો પણ પોતાના શરીર પર અને વજન પર કમેન્ટ્સ કરવાનું શરુ કર્યું તો આ 26 વર્ષીય યુવકે વજન ઉતારવાનો નિર્ણય લીધો. અને આજે તે લોકોને ફિટનેસ ટિપ્સ આપે છે.

2. કોણ છે?

નામ- સુર્યગ્નિ રોય

વ્યવસાય- રેડિયો મિર્ચી, કોલકાતામાં ક્રિએટીવ પ્રોગ્રામિંગ ઈન્ટર્ન
ઉંમર- 26 વર્ષ
હાઈએસ્ટ વેઈટ- 160 કિલો
વેઈટ લોસ્ટ- 80 કિલો

3. કેટલા સમયમાં?

પહેલા એક વર્ષમાં 45-50 કિલો વજન ઉતાર્યું, ત્યારપછી આગામી 1-2 વર્ષમાં 30 કિલો જેટલું વજન ઉતાર્યું.

4. ટર્નિંગ પોઈન્ટ

મારા માટે વજન ઉતારવું એક સપના સમાન હતું. 160 કિલો વજન ધરાવતી વ્યક્તિ માટે એક કિલો વજન ઓછું કરવું પણ મોટી ઉપલબ્ધિ છે. પણ જ્યારે મારું 10-15 કિલો વજન ઉતર્યું તો મને સમજાયું કે, આ પ્રક્રિયા મુશ્કેલ છે પણ અશક્ય નથી. હું મોટિવેશન સ્ટોરી વાંચવા લાગ્યો અને હું મારા ટ્રાન્સફોર્મેશન ફોટોસ ફેસબુક પર શેર કરવાનું શરુ કર્યું. મને નહોતી ખબર કે મારા જેવા લોકોને આનાથી પ્રેરણા મળશે.

5. ડાયટ

બ્રેકફસ્ટ- 3 ઈંડાની સફેદી અને કોર્નફ્લેક્સ અથવા ઈંડાની સફેદીના ઓમલેટ સાથે બ્રાઉન બ્રેડ. દિવસની શરુઆત ગરમ પાણી સાથે.લંચ- બાફેલા અથવા તો કઢી સાથે શાકભાજી, ચિકન અથવા ઈંડા, 2 રોટલી અને સૅલડડિનર- બાફેલા શાકભાજી અથવા વેજ.કઢી સાથે 2 રોટલી.

6. ચીટ ડે

ઘણું બધું વજન ઉતાર્યા પછી મેં ચીટ ડેની શરુઆત કરી. ચીટ ડેના દિવસે પિત્ઝા અથવા બિરયાની અથવા આઈસ્ક્રીમ.

7. વર્કઆઉટ

શરુઆત કાર્ડિયોથી કરી હતી, ત્યારપછી ધીરેધીરે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી. અલગ અલગ પ્રકારની એક્સર્સાઈઝ મેથડ્સનો અભ્યાસ કર્યો, જેમ કે HIIT અને બોડીબિલ્ડિંગ.

8. ઓવરવેઈટ હોવાનું સૌથી મોટું નુકસાન?

એક તો તમને તમારા માપના કપડા નથી મળતા. આ સિવાય સમાજમાં કોઈનું વજન વધારે હોય તો તેને અલગ જ રીતે જોવામાં આવે છે. જે લોકો તમને ઓળખતા પણ નથી તે પણ તમારા વજન પર કમેન્ટ્સ કરે છે, જેનાથી ઘણી તકલીફ થતી હોય છે.

 9. લોકોને સલાહ

આપણી પાસે એક જ લાઈફ છે, તો તેને સારી રીતે જીવવી જોઈએ. ડેડિકેશન હોય તો કંઈ પણ શક્ય છે. જો હું 80 કિલો વજન ઉતારી શકું તો તમે કેમ નહીં?

Original Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *