વજન ઘટાડવા માટે આ યોગાસન સૌથી વધારે અસરકારક છે

Image Source

શું તમે પણ વજન વધવાની સમસ્યાથી પરેશાન રહો છો. શું વજન પર નિયંત્રણ મેળવી શકતા નથી. કેટલાક યોગાસન છે જેને તમે દરરોજ ઘરે કરી સરળતાથી વજન ઘટાડી શકો છો. આજે અમે તમને વજન ઘટાડવાના ઘણા એવા યોગ વિશે જણાવીશું.

યોગાસનની સાથે સાથે ચાલો:

ખાણીપીણીમાં ફેરફારની સાથે નિયમિત યોગ, વ્યાયામ કરો. સવારના સમયે ચાલો. કેટલાક યોગાસન છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તમે તેનો પ્રયાસ કરી શકો છો.

Image Source

ભુજંગાસન:

આ યોગથી ફકત પેટની ચરબી ઓછી થતી નથી પરંતુ હાથ, કમર અને પેટના સ્નાયુઓ મજબૂત બને છે અને શરીર લચીલું બને છે.

Image Source

બાલાસન:

આ યોગ તે લોકો માટે મદદરૂપ છે જેમણે યોગાસન ની શરૂઆત કરી હોય. તેનાથી પેટની ચરબી પણ ઓછી થાય છે અને સ્નાયુઓ મજબૂત બને છે. ગર્ભવતી સ્ત્રીઓ અને સાંધાના દુઃખાવા થતા દર્દીને આ યોગ કરવો નહિ અથવા તો નિષ્ણાંતની સલાહ લઈને યોગા કરવા.

Image Source

પશ્ચિમોત્તાનાસન:

આ પેટની ચરબી ઓછી કરવા માટે ખૂબ સફળ અને અસરકારક યોગ છે. તેની પ્રેક્ટિસ થી વધારે ચરબી ઓછી થઈ જાય છે. આ ઉપરાંત તમે દોરડા પણ કૂદી શકો છો. તેનાથી તમારા સ્નાયુઓ મજબૂત થશે અને વજન પણ ઘટશે. આ યોગાસનો કરતા પહેલા કોઈ યોગના નિષ્ણાત પાસેથી શીખી લો તો શ્રેષ્ઠ રેહશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *