૪૮ વર્ષની ઉંમરે ૨૫ જેવું ફિગર, મંદિરા બેદીની ટોન્ડ બોડીનું રહસ્ય છે આ વર્કઆઉટ અને ડાયેટ રૂટિન.

Image Source

મંદિરા બેદી, એક એવું નામ જેમણે ટીવી અને ફિલ્મોની દુનિયા પછી હવે ફિટનેસ ની દુનિયામાં નામ બનાવવાનું શરૂ કર્યું છે. તે સંપૂર્ણ અઠવાડિયા દરમિયાન એક તીવ્ર એક્સરસાઇઝ રૂટિન ને ફોલો કરે છે અને વિકેંડ મા કેક અને ચોકલેટ ખાય છે. અને કહે છે કે તમે બંને વસ્તુઓનો આનંદ માણી શકો છો.

મંદિરા બેદી ને લોકો અપરંપરાગત શો “શાંતિ” પછી ફિલ્મ “દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે” માટે યાદ કરે છે. ત્યારબાદ તેણે સાબિત કર્યું કે સ્ત્રીઓ પણ ક્રિકેટ મેચ હોસ્ટ કરી શકે છે. હાલના દિવસોમાં આપણને એ પણ જાણ થઈ ગઈ કે તે એક ફિટનેસ આઇકન પણ છે.

૪૮વર્ષની મંદિરા બેદીને ફિટનેસ બગ ત્યારે કરડ્યું હતું જ્યારે ૨૦૦૮મા ટીવી રિયાલિટી શો “ખતરો કે ખિલાડી” મા ભાગ લીધો હતો. મંદિરા કહે છે કે, “શો પૂર્ણ થયા બાદ, હું પોતાને સ્ટ્રોંગ બનાવવા ઈચ્છતી હતી. ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સમા મે મારો પગ ભાંગ્યો. મને હેયરલાઈન ફ્રેકચર થયું અને મનમાં વિચાર્યું કે હવે હું વર્કઆઉટ કેવી રીતે કરીશ?”

જોકે, મંદિરા એ પોતાને માનસિક રૂપે તેના માટે તૈયાર કર્યું અને વર્કઆઉટ ચાલુ કરી દીધું. બકૌલા મંદિરા, “હું અઠવાડિયામાં ૫ દિવસ વર્કઆઉટ કરું છું અને પ્રયત્ન કરું છું કે દરરોજ કાર્ડિયો કરું. જીમ જવા ઉપરાંત, સ્વિમિંગ અને રનિંગ પણ કરું છું.”

Image Source

મંદિરાનુ વર્કઆઉટ શેડ્યુલ જાણો:

 1. દરેક સેટ માટે કુલ વર્કઆઉટ સમય: ૧૦:૩૦ મિનિટ
 2. રેપ્સના એક સેટ પછી મધ્યમાં ૩૦ સેકંડ વિરામ
 3. સેટની મધ્યમાં ૨ મિનિટના વિરામ સાથે ૬ સેટ

Image Source

પ્લાન ૧:

 • ૧ મિનિટ જમ્પિંગ જેક (૧૫ રેપ્સ)
 • ૧ મિનિટ ઇંચ વોક
 • ૧ મિનિટ જમ્પિંગ જેક
 •  ૧૫ રેપ્સ શોલ્ડર રેજેજ
 •  ૧ મિનિટ ઇંચ વોક
 •  ૧૫ સાઈડ લેટરલ રજેજ
 •  ૧ જમ્પિંગ જેક્સ
 • કેટલબેલ સાથે અપરાઈટ રો (૨૫ રેપ્સ)
 • ૧ મિનિટ ઇંચ વોક
 • ૧૫ પુશ અપ્સ

Image Source

પ્લાન ૨:

 • ૧ મિનિટ જમ્પ સ્ક્વોટ્સ
 • ૧ મિનિટ ડમ્બેલ્સ સાથે અલ્ટરનેટ ટો ટચ
 • ૧ મિનિટ પ્લેંક જેક્સ
 • ૧ સ્ક્વોટ્સ સાથે લેફ્ટ સોલ્ડર ડમ્બેલ્સ રેંજેજ
 • ૧ મિનિટ વર્ટિકલ સ્ટેપ સાથે બરપી
 • ૧ મિનિટ સ્ક્વોટ્સ પર અલ્ટરનેટ સ્ક્વોટ્સ
 • ૧ મિનિટ રિક્લયિંગ બેંચ પર સીટ અપ્સ
 • ૧ મિનિટ જમ્પિંગ જેક્સ
 • ૧ મિનિટ સ્ટેપ પર કાફ રેજેજ

Image Source

મુસાફરી દરમિયાન પણ એક્સરસાઇઝ રુટિન ચાલુ રાખે છે:

મંદિરા બેદી મુસાફરી દરમિયાન પણ પોતાના એક્સરસાઇઝ રુટિનને ખલેલ પહોંચાડવા દેતી નથી. જો તેની પાસે જીમના એક્સેસ ન હોય તો તે પોતાના હોટલ રૂમમાં જ પરસેવો પાડે છે. આવી રીતે તમે પણ કોઈ સાધનો વગર બોડી વેટ વર્કઆઉટ કરી શકો છો. સ્ક્વોટ્સથી લઈને જમ્પિંગ જેક્સ પણ. સાથે જ, તમે રનીંગ શૂઝ, રેઝિસ્ટન્સ બેન્ડ્સ અને સ્કિપિંગ દોરડા લઈ શકો છો. તે બધા ઓછા વજનવાળા છે અને તમારા સામાનમાં ખૂબ ઓછી જગ્યા લે છે.

Image Source

બે હાફ મેરેથોન દોડી છે:

દોડને લઈને પણ મંદિરા ખૂબ ઉત્સાહીત રહે છે. તેણીને વરસાદમાં દોડવું ખૂબ જ પસંદ છે. જો તમે મુંબઈના બાંદ્રામાં છો તો તમે ક્યારેક મંદિરાને દોડતાં જોઇ શકો છો. મંદિરા જણાવે છે કે, “સામાન્ય રીતે હું દર દસ દિવસમાં એકવાર રસ્તા પર દોડું છું. પરંતુ જ્યારે મુંબઈમાં ચોમાસુ હોય છે ત્યારે હું આખી ઋતુમાં દોડું છું. અત્યાર સુધીમાં હું બે હાફ મેરેથોન પણ દોડી ચૂકી છું.”

Image Source

બ્રેકફાસ્ટથી લઈને ડિનર સુધીનો ડાયટ પ્લાન:

જ્યારે વાત તેના ડાયટની આવે છે, તો મંદિરા ઘરનું સાદું ભોજન પસંદ કરે છે. તે જણાવે છે કે,”સવારે તેને કોલ્ડ કોફી લેવાનું પસંદ છે, વર્કઆઉટ પહેલા એક કેળુ ખાય છે. લંચમાં રોટલી, દાળ અને શાક. ડિનર ખૂબ જ હળવું લે છે. તેમાં સલાડ કે પછી ઘરનું બનાવેલું કંઈપણ ખાય લઉં છું. રાત્રે રોટલી નથી ખાતી. હું એક શાકાહારી છું પરંતુ ઈંડા ખાઉં છું.”

Image Source

મીઠાઈ ટાળતી નથી:

મંદિરા બરાબર તે વ્યક્તિની જેમ વાત કરે છે જે તેના સ્વાસ્થ્યને ગંભીરતાથી લે છે. તેથી જ્યારે અમે કહ્યું કે તેને મીઠો આહાર પસંદ છે ત્યારે અમને આશ્ચર્ય થયું. તે હસતા કહે છે કે, ‘શુક્રવાર કે શનિવારે મારો ડાયટ ગાયબ થઈ જાય છે. જો હું શુક્રવારે રાત્રે વાઇન લઉં છું, તો મારે તેની સાથે ચોકલેટ જોઈએ છે. મને ચોકલેટ પસંદ છે, પછી ભલે ડેઝર્ટ હોય કે આઈસ્ક્રીમ. મને કેક પણ ખાવાનું ગમે છે. ‘

Image Source

જો તમારે વજન ઓછું કરવું હોય તો મંદિરાની આ સલાહ માનો:

જે લોકો પોતાના સ્વાસ્થ્ય વિશે વિચારે છે અને આકારમાં આવવા માંગે છે, તેમના માટે મંદિરા બેદી એક સલાહ આપે છે કે: “પોતાને નાના લક્ષ્યો આપો. એક અઠવાડિયામાં એક કિલો ઓછું કરવાનું લક્ષ્ય રાખો. આવી રીતે તમારા લક્ષ્યને વધારતા રહો. ઘણા લોકો વિચારે છે કે તેઓ વર્કઆઉટ કરે છે તો કંઈ પણ ખાઇ શકે છે.

પરંતુ તમારું ડાયટ ૭૦% જરૂરી છે, કસરત ફક્ત ૩૦%. જ્યારે કેટલાક લોકો એવા છે, જેઓ પોતે ભૂખ્યા રહે છે. તેઓએ પોતાના માટે પૌષ્ટિક ભોજન શોધવું જોઈએ અને તેને જ વધારે ખાવું જોઈએ. એવા ડાયટની પસંદગી કરો જેને તમે હંમેશા ચાલુ રાખી શકો.”

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment