આ મહિલા ગુપ્તચરે બીમારીની હાલતમાં કાપી કારાવાસની સજા, જેથી દેશને મળી શકે આઝાદી !

વર્ષ 1920 ની આજુબાજુનો સમય હતો તે જયારે ક્રાંતિકારી આંદોલનમાં વિદ્યાર્થીઓ ની સક્રિયતા વધી રહી હતી. ખાસ કરી બંગાળમાં,જ્યાં ફક્ત લડવા માટે નહી પરંતુ યુવા છોકરીઓ પણ એક સીમાને પર કરી આજાદી ની લડાઈ માં કુદી પડી હતી. દરેક વિદ્યાર્થી કોઈને કોઈ ક્રાંતિકારી દળથી જોડાયેલો હતો અને બ્રિટીશ ઓફિસરોને મારવા માટે તત્પર હતા. 21 વર્ષની બીના દાસે જયારે બંગાળના ગવર્નર સ્ટેનલે જૈક્સન પર ભરી સભા માં ગોળી ચલાવી તો આ ઘટનાએ પુરા દેશને હલાવીને રાખી દીધો. આમ બીના દાસની રીતે એવી કેટલીય દીકરીઓ એ આજાદી વખતે તેની જાનની બાજી લગાવી હતી.

image source

ભારતીય ક્રાંતિકારી વીરાંગના પુસ્તકમાં રામપાલ સિંહ અને વિમલા દેવીએ લખ્યું છે કે આ તે સમય છે જયારે અંગ્રેજી ઓફિસરો બંગાળ માં તેની પોસ્ટીંગ થવાથી ડરવા લાગ્યા હતા. ઘણા ઓફિસરોએ તેની બદલી કરાવવાની માંગ કરી હતી કેમકે તેને ડર હતો કે અહી કોઈ પણ વિદ્યાર્થી ક્યારે પણ તેને ગોળીઓથી વીંધી શકે છે.

આવું જ એક નામ છે વનલતા દાસ ગુપ્તાનું. ઘણી જજ ઓછી જાણકારી ઉપલબ્ધ છે આ વીરાંગના વિશે. તેનો જન્મ 1915 માં વિક્રમપુર માં થયો હતો. વનલતાને બાળપણથી જ શ્વાસની બીમારી હતી. પરંતુ બાળપણથી જ સેનાનિયો ની ગાથા સાંભળતી વનલતા નું મન હતું તે પણ બીજા છાત્રઓ ની જેમ મળીને રાષ્ટ્રની સેવા કરે.

image source

જેમ તેમ કરી 1933માં તેણીએ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને હોસ્ટેલમાં રહેવા લાગી. ધીરે ધીરે તે બંદુક ચલાવતા પણ સીખી ગઈ. તેની પાસે તેની ખુદની પણ એક રિવોલ્વર હતી. અન તે રિવોલ્વર તેની દોસ્ત જ્યોતિકણાની રૂમમાં છુપાવીને રાખતી. એકવાર હોસ્ટેલમાં ચોરી થઈ તો કમરાની તલાશી માં જ્યોતિકણાની રૂમમાંથી રિવોલ્વર મળી તેની જાણ બ્રિટીશ પોલીસને થઈ. કડી પૂછતાછ દરમ્યાન વનલતા નું નામ સામે આવ્યું.

અદાલતમાં વનલતા પર કોઈ આરોપ સિદ્ધ ના થયો, તો પણ તે બ્રિટીશ ઓફિસરો ની ધ્યાનમાં આવી ગઈ હતી, તે લોકો વનલતાની દરેક ગતિ વિધિઓ પર નજર રાખતા. જયોતિકણાને હથિયાર રાખવાના જુર્મ માં ચાર વર્ષની કારાવાસની સઝા થઈ. વનલતા પર કોઈ આરોપ ના હતો તો પણ અંગ્રેજો એ તેને પણ ત્રણ વર્ષની કારાવાસ સઝા આપી.

image source

જેલમાં સારી દવાઓ અને સારું ખાવાનું ના મળતા વનલતાની તબિયત બગડવા લાગી જેને લીધે તેને રિહા કરવામાં આવી પરંતુ તેને ઘરમાં જ નજરબંદ કરવામાં આવી. વનલતાનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડવા લાગ્યું અને તેનું 1936માં માત્ર 21 વર્ષ ની ઉંમર માં મૃત્યુ પામી. આ તેની જેવા વીર અને વીરાંગનાઓનું બલિદાન છે કે આજે આપણે આજાદ ભારતમાં શ્વાસ લઈ શકીએ છીએ. ભારત ની આ દીકરીઓને સલામ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment