આ મહિલા એ રસોડા ના ભીના કચરા ને ભેગું કરીને બનાવ્યું કંપોસ્ટ (ખાતર)

Image Source

દિવસભરમાં આપણા રસોડામાંથી ઘણો ભીનો કચરો ભેગો થઈ જાય છે. તેમાં શાકભાજી ના છોડા, વધેલું જમવાનું તથા જે શાકભાજી સડી જાય છે તે બધો જ કચરો આપણે ડસ્ટબીન માં નાખી દઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય આવું વિચાર્યું છે કે આ દરેક કચરાનો ઉપયોગ કરીને કંઈક અલગ બનાવી શકાય. પરંતુ શું?

ખાતર, હા એ જ ખાતર જે આપણે બજારમાં થી મોંઘા ભાવે ખરીદી લાવીએ છીએ જે આપણા ફૂલ છોડ ને પોષણ આપે છે. પરંતુ રસોડાના વેસ્ટ કચરા માંથી આપણે ખાતર કેવી રીતે બનાવી શકીએ? તો તમને જણાવી દઈએ કે ભારતની કમ્પોસ્ટ ક્વીન (ખાતર ની મહારાણી) વાણી મૂર્તિએ આ કાર્ય કરીને બતાવ્યું છે.

વાણી મૂર્તિ જણાવે છે કે તે છેલ્લા ૧૨ વર્ષથી ખાતર બનાવે છે. તેમણે વેસ્ટ મેનેજમેન્ટ વિશે અમુક તથ્યો વાંચ્યા અને તેમાંથી તેમણે નક્કી કર્યું કે તે ઝીરો વેસ્ટ લાઈફસ્ટાઇલ જીવશે. તેમને ખ્યાલ આવ્યો કે આપણે દરરોજ 60 ટકા જેટલો કચરો બહાર ફેંકીએ છીએ જે આપણા રસોડામાં થી આવે છે. આ બધો કચરો દરિયા કિનારે જઈને ફેંકી દે છે અને ત્યાં બધો જ કચરો ભેગો થાય છે. તેમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે તેને ગ્રીનહાઉસ ગેસ કહેવામાં આવે છે અને તે સીધી અથવા આડકતરી રીતે જમીન, હવા અને પાણીને દૂષિત કરે છે.

મૂળભૂત રીતે આપણે પૃથ્વી પ્રદૂષિત કરી રહ્યા છીએ. તો આપણે એવી વસ્તુ બનાવીશું જેનાથી આ પ્રદૂષણને પણ દૂર કરી શકીએ.

Image Source

આપણે જાણીએ કે ખાતર કેવી રીતે બનાવી શકાય?

  • સૌ પ્રથમ આપણે પહેલા જે રસોડામાંથી લીલો કચરો નીકળે છે તેને આપણે ભેગો કરીશું અને તેમાંથી પાણી બધું જ બહાર કાઢી નાખીશું.
  • ત્યારબાદ ઝાડ ના જે સુકાયેલા પાંદડા નીચે પડેલા હોય છે તેને ભેગા કરીશું, લીલા કચરા જોડે આ સૂકા પાંદડા હોવા જરૂરી છે.
  • ત્યાર બાદ ત્રીજી વસ્તુ છે છાશ.
  • ચોથી વસ્તુ છે પ્લાસ્ટિક કન્ટેનર અથવા માટીનું મોટુ કુંડુ.
  • એક મોટું ઢાંકણું તેના પર ઢાંકવા માટે.

Image Source

સૌપ્રથમ પ્લાસ્ટિક કન્ટેનર માં સૌથી નીચે  સૂકા પાંદડા પાથરો, ત્યારબાદ તેની ઉપર આપણે જે લીલો કચરો ભેગો કર્યો છે તેને પાથરો, તેની ઉપર એક ચમચી જેટલી છાશ નાખી તેના પર ફરીથી સૂકા પાંદડા નાખો. આમ એક દિવસ નો કચરો અંદર આપણે નાખ્યો ત્યારબાદ બીજા દિવસ નો કચરો તેની ઉપર પાથરો, ફરીથી તેના પર સૂકા પાંદડા નાખો. ત્યારબાદ તેની ઉપર ઢાંકણું ઢાંકી દો પછી ચાર કે પાંચ દિવસ પછી તેને આખું હલાવો. કારણ કે તેને ઓક્સિજન મળવો ખુબ જરૂરી છે. આમ તે આખું ભરાઈ જાય ત્યારબાદ ૨૫થી ૩૦ દિવસની અંદર ખાતર બનીને તૈયાર થઇ જશે.

આ ખાતર નો ઉપયોગ આપણે ફૂલ છોડની અંદર અથવા માટી માં નાખી ને આપણે જે પણ ઊગાડવું હોય તે ઉગાડી શકીએ છીએ. આ ખાતર બનાવવું ખૂબ જ સરળ છે. અને તેની પ્રક્રિયા પણ ખૂબ જ ઉત્તેજના સભર છે.

Image Source

તમે આ ખાતર નો ઉપયોગ તમારા ફૂલછોડ અને શાકભાજીને પોષણ આપવા માટે કરી શકો છો. અથવા તો તમે આ ખાતર ને તમારા મિત્ર અથવા તો તમારા પડોશીને પણ ગિફ્ટ કરી શકો છો. છતાં પણ જો તમારી પાસે ખાતર વધે છે તો તમે તમારા આસપાસના ગાર્ડન માં જઈને બીજા છોડ જે ઉગે છે ત્યાં જમીનમાં તેને ઉમેરી શકો છો.

દરેક ઘરમાં આવું ખાતર બનવું જ જોઈએ આવું કરવાથી આપણી પૃથ્વી ચોખ્ખી થશે અને આ ખાતર ની મદદથી આપણે ઘણી બધી વસ્તુઓ ઉગાડી શકીએ છીએ. અને કેમિકલ રહિત શાકભાજીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment