છોકરી તમને પસંદ કરે છે કે નહીં એ આ રીતે ખબર પડે છે..

 

છોકરાઓની સૌથી મોટી સમસ્યા એ જ હોય છે કે છોકરી તો પસંદ આવી જાય છે પરંતુ છોકરી તેને પંસદ કરે છે કે નહીં એ જાણવા દિવસો વીતી જાય છે. કોઈ ગર્લને પ્રપોઝ કરવા જાય ત્યારે બેસ્ટફ્રેન્ડનું સર્ટીફીકેટ લઈને ઘરે પાછા આવે છે. પણ આજ તમારી આ સમસ્યાનો આવી ગયો છે ધી એન્ડ…,

આવા હોય છે કારણો તો સમજી જજો છોકરી તમને પસંદ કરે છે. તો નીચેના પેરેગ્રાફમાં એ માહિતી જણાવી છે :

(૧) હસવાનું કારણ : જો કોઈ છોકરી તમારી સાથે હસતી હોય તો આ તમારી પસંદગીનું કારણ બતાવે છે. ગ્રુપમાં કે સ્કુલ-કોલેજ, ઓફીસ કે ક્યાંય પણ છોકરી હસતા-હસતા જો તમારી સામે જુઓ તો સમજી જજો કે એ તમારામાં ઈન્ટરેસ્ટેડ છે. આ સાઈકોલોજીકલ સાઈન છે.

 

(૨) શરીરથી સાઈન જણાવે છે : વાતચીત દરમિયાન કોઈ છોકરીને નોટ કરવામાં આવે તો આ જાણકારી મળી શકે છે. છોકરીના પગના પંજા અને તેના ધડ ઉપર જરૂર ધ્યાન આપજો. સાઈકોલોજી મુજબ કહેવામાં આવે છે કે જો આપણે કોઈનામાં ઇન્ટરેસ્ટેડ હોય તો ખુદની બોડી પણ તેનામાં રસ લેવા લાગે છે. તો વાતચીત દરમિયાન છોકરી તમારી સાથે વધુ હલનચલન અથવા બોડીની કોઈ નિશાની આપે તો સમજી જજો છોકરીને તમારામાં રસ છે.

(૩) ઓછા સમયમાં વધુ ઝલક આપવી : થોડાક સમયમાં એટલે કે ગણતરીની મીનીટોમાં જો છોકરી તમારી સામે આવી ઝલક આપે તો સમજી શકાય તેને તમે પસંદ છો. જો અમુક મીનીટોમાં એકવાર ઝલક આપે તો નક્કી કરવું થોડું મુશ્કેલ છે પણ બે વાર ઝલક મળે તો સમજી શકીએ કે એ તમને મનમાં વિચારી રહી છે પણ જો ત્રણવારથી વધુ તમારી સામે આવીને ઝલક આપે તો ચોક્કસ એ તમારામાં રસ બતાવે છે. તમે છોકરીને પણ સામે પસંદ છો એવું ગણી શકાય છે.

 

(૪) હોઠને હાથથી અડવા : જો કોઈ છોકરી તમને જોઇને તેના હોઠને અડવા લાગે તો સમજવું કે એ તમારામાં ઈન્ટરેસ્ટેડ છે.

(૫) બીજા સાથે વાતચીત : છોકરી તેની પ્રિયમિત્રને સામાન્ય રીતે બધી વાત જણાવતી હોય છે એ દરમિયાન તમારી ચર્ચા એ છોકરીના મોઢે થવા લાગે તો સમજવું એ તમારામાં રસ રાખે છે. ખોટી વાત હશે તો પણ તેના ફ્રેન્ડસ સામે વાતોને શેયર કરવા લાગશે.

(૬) બાજુમાં આવી બેસવું : તમારી સ્કુલ-કોલેજ કે ઓફિસની જગ્યાએ જો છોકરી બાજુમાં આવીને બેસે તો સમજવું કે એ તમારામાં રસ બતાવે છે. આપણી બાજુમાં એ જ વ્યક્તિ બેસે છે જેને આપણામાં રસ હોય છે. તો આ વાત બને તો જાણી શકાય કે છોકરીને તમારામાં રસ છે.

 

(૭) મોહક અદાથી ખંભા તરફ જોવું : આ સ્પેશીયલ સાઈન ગણવામાં આવે છે, જેમાં મોહક અદાથી ખંભાને ઊંચા કરી તેમના ચહેરા તરફ લઇ જાય છે. આ લાઈફની સ્ટ્રોંગ સાઈન કહેવાય છે. ટીવી એડ, ફિલ્મ વગેરેમાં અભિનેત્રીઓ આવું કરતી જોવા મળે છે. તો પુરૂષને આકર્ષણ આપવાની આ મજબૂત સ્ટાઇલ છે.

સાત કારણોમાંથી કોઈ રીતે પોઝીટીવ રીવ્યુ આવે તો સમજી જવું છોકરી તમને પસંદ કરે છે અથવા એવું કોઈ કારણ છે જે જેનાથી છોકરી ઈમ્પ્રેસ થાય છે. તો તમને પણ અમારાથી પ્રભાવિત થતા રહો અને ફેસબુક પેઇઝ “ફક્ત ગુજરાતી” ને લાઈક કરવાનું ભૂલતા નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *