કોરોનાથી પણ વધુ ખતરનાક છે આ વસ્તુ, દર વર્ષે લાખો લોકોના થાય છે મૃત્યુ

કોરોના વાયરસના આ સમયને છોડી દેવામાં આવે તો આપણી આસ-પાસ કેટલાક એવા લોકો પણ છે જે આજીવન પોતાની જિંદગીની સાથે ગડબડ કરે છે. હકીકતમાં અમે વાત કરી રહ્યાં છીએ તેવા લોકોની જે તમાકુનું સેવન કરે છે. વિશ્વમાં 31 મેનો દિવસ એટલે વિશ્વ તમાકુ પ્રોહિબિશન દિવસ. આ દિવસની શરૂઆત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા તે માટે કરવામાં આવી જેથી લોકોને તમાકુના સેવન કરવાને કારણે થતાં નુકસાન વિશે જાગરૂત કરી શકાય. આ સિવાય વર્લ્ડ નો ટોબેકો ડે પર તમાકુ ખાતા લોકોને ઘણા પ્રકારના કેન્સર અને ગંભીર સ્વાસ્થ્ય જોખમોથી બચ્યા રહેવા વિશે પણ જાણકારી આપવામાં આવે છે.

image source

દર વર્ષે 31 મેના રોજ World No Tobacco Day મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને તમાકુના ખતરા વિશે ચેતવવાનો છે. એક અંદાજા મુજબ દર વર્ષે તમાકુના સેવનથી 70 લાખ લોકોના મોત થઈ રહ્યં છે, છતાં પણ લકો તમાકુંનું વ્યસન છોડવાનું નામ નથી લઈ રહ્યા છે. એટલું જ નહિ લૉકડાઉન દરમિયાન પાનના ગલ્લા બંધ થઈ જતાં લોકોએ હજારોની કિંમતમાં તમાકુ ખરીદી હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા.

image source

1987માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તમાકુના નુકસાન પર ગંભીરતાથી અધ્યયન કર્યું. પછી તેના મૃત્યુદરને જોતા લોકોને જાગરુક કરવાની યોજના બનાવી. જે બાદ 1988માં પહેલીવાર 7 એપ્રિલના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવ્યો. જે બાદથી દર વર્ષે 31મેના રોજ આ દિવસ મનાવાતો શરૂ થઈ ગયો. હાલના સમયમાં કોરોના મહામારીના કારણે વધુમાં વધુ દેશોમાં લૉકડાઉન થઈ રહ્યું છે. એવામાં આ વખતે માત્ર ઑનલાઈન કાર્યક્રમનું જ આયોજન થશે.

image source

તમાકુથી કેંસર અને ફેફડા સંબંધિત બીમારી થવી સામાન્ય બાબત છે, પરંતુ તમાકુથી હ્રદય પર પણ ખરાબ અસર પડે છે. ડૉક્ટર્સ મુજબ તમાકુમાં પર્ટિક્યુલર મૈટેરિયલ, નકટીન, નાઈટ્રોસાયમિન, કાર્બનમોનોઓક્સાઈડ હોય છે. જેમાં રહેલું નાઈટ્રોસાયમિન ફેફસાંના કેન્સરનું કારણ બને છે, જ્યારે નાઈટ્રોસાયમિન હ્રદયની રક્ત વાહિકાઓને બ્લૉક કરી દે છે. જેનાથી ત્યાં પ્લાક જમા થઈ જાય ચે અને લોકોને હાર્ટ સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ જાય છે. એક સર્વે મુજબ તમાકુ ના લેનારની અપેક્ષાએ તમાકુનું સેવન કરનાર લોકોમાં હ્રદય સંબંધિત ગંભીર બીમારીનો ખતરો 2-4 ગણા વધુ હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *