દરેક વ્યક્તિ ઠંડીમાં પોતાને સ્વસ્થ રાખવા માટે જુદી જુદી રીત અપનાવે છે. શિયાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઘણા કારણોથી ખૂબ જરૂરી છે, તેમા આદુ આપણી ઘણી મદદ કરે છે. આદુનો ઉપયોગ ન ફકત ઠંડી ઓછી કરવા પરંતુ સ્વાસ્થ્ય સંબંધી ઉપાય માટે પણ કરે છે. શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવા માટે ગરમા ગરમ ઉકાળાનું સેવન કરી શકાય છે.
જી હાં, ઉકાળો ઘર – ઘરમાં પીવામાં આવે છે, પરંતુ જ્યારે તેને આદુ નાખીને બનાવવામાં આવે, તો તેનો ફકત સ્વાદ જ લાજવાબ નથી હોતો, પરંતુ શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ ઝડપથી વધે છે. આયુર્વેદમાં પણ ઉકાળા પીવાના ઘણા ફાયદા જણાવાયા છે. ફક્ત આદુ જ નહિ ઉકાળા ને તજ,હળદર, મરી, ચા, તુલસીના પાન અને લવિંગ પણ ઘણું અસરકારક બનાવે છે. આજે અમે તમને જણાવીશું કે શિયાળામાં આદુનો ઉકાળો પીવો કેમ જરૂરી છે…..
દુઃખાવા અને સંક્રમણથી છુટકારો અપાવે છે:
જ્યારે આપણે વ્યાયામ અને કસરત કરીએ છીએ, ત્યારે આપણા સ્નાયુઓમાં ખેંચાણ અને તણાવ થાય છે. તે આપણા શરીરમાં દુ:ખાવા અને થાકનું કારણ બને છે. રોજ નિયમિત રૂપે આદુનો ઉકાળો પીવાની ટેવથી દુઃખાવા અને થાકને ઓછું કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત આદુ આપણા એન્ટિમાઇક્રોબિયલ પ્રોપર્ટીઝના કારણે શરીરમાં સંક્રમણોની સારવાર માટે જાણીતું છે.
ગર્ભવતી સ્ત્રીઓ માટે આદુ :
આદુ ગર્ભવતી સ્ત્રીઓ માટે જાદુનું કામ કરે છે. સવારના સમયે જ્યારે ઉબકા અને ઉલટી નો અનુભવ થાય, ત્યારે આદુનો ઉકાળો ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. એક અભ્યાસ મુજબ આદુમાં જોવા મળતું રસાયણ, મગજ અને નર્વસ સિસ્ટમ પર કામ કરીને ઉબકાને ઓછા કરે છે.
એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી એલર્જિક:
આદુમાં સ્નાયુઓના સોજા ઓછા કરવાની ક્ષમતા હોય છે. ઉદાહરણ માટે ઓસ્ટિયોપોરોસિસ વગેરે. આ ઉપરાંત તેમાં એન્ટી એલર્જિક અને જીંજરોલ નામનું ફાયદાકારક પદાર્થ પણ હોય છે, જે તમારા સાંધાના દુખાવામાં રાહત પહોંચાડીને સ્નાયુઓને આરામ મળે છે. જો તમે દિવસમાં એક કપ ઉકાળો પીઓ છો તો તમને ઝડપથી આરામ મળી શકે છે.
પેટ માટે આદુ સારું છે:
આદુને પ્રાચીન સમયથી જ પાચન રૂપે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. તે પેટના ગેસને દૂર કરે છે અને પેટને ફૂલતું રોકે છે. તેજ નહિ, જો તમારા ઘરમાં કોઈ બાળકને કાયમી અપચો ,પેટમાં દુઃખવો કે બેક્ટેરિયાના કારણે ઝાડા થઈ રહ્યા છે, તો આદુનો ઉકાળો તેના માટે પણ ફાયદાકરક છે. તે ફૂડ પોઈઝનીંગના લક્ષણોને પણ દૂર કરે છે.
દમનાં દર્દીઓ માટે ફાયદાકારક :
તાજા આદુનો ઉકાળો તમારી શ્વસન પ્રણાલી ને સરખી રાખવા માટે ખૂબ શ્રેષ્ઠ છે. તેનો ઉપયોગ હંમેશા દમ અને શ્વસન તંત્ર સાથે જોડાયેલી બીજી સમસ્યાઓના ઉપાયમાં કરવામાં આવે છે. તેને પીવાથી વાયુમાર્ગ ખૂલે છે અને કેટલાક ઉત્સેચકો સક્રિય થાય છે , જે વાયુ માર્ગને આરામ પહોચાડવામાં મદદ કરે છે.
ઘરે કેવી રીતે આદુનો ઉકાળો બનાવવો :
સામગ્રી :
- ૨-૩ લીલી એલચી
- ૧ મોટી ચમચી વરીયાળી ના દાણા
- ૨ ટુકડા આલ્કોહોલ
- ૧ નાનો ટુકડો આદુ
- ૪-૫ કાળા મરી
- ૧ મોટી ચમચી તુલસી
- સ્વાદ મુજબ ગોળ
- ૧ ચપટી મીઠું
- ૩ કપ પાણી
બનાવવાની રીત :
૧. ગોળને છોડીને બધી સામગ્રીને થોડી થોડી ક્રશ કરીને ઉમેરો.
૨. પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય, પછી તેમાં ગોળ ઉમેરો.
૩. એક ચાળણીના માધ્યમથી તેને ચાળી લો અને ગરમા ગરમ પીરસો.
આદુના ઉકાળાની સાથે સાથે તમે આદુની ચા નું પણ સેવન કરી શકો છો. આયુર્વેદમાં આદુને ઔષધીનો ખજાનો જણાવવામાં આવ્યો છે, તેથી શિયાળામાં તેને કોઈને કોઈ રૂપે જરૂર ઉપયોગ કરો.