પેટના સ્નાયુઓ મજબુત કરવા અને વજન ઓછું કરવામાં મદદરૂપ બનશે આ આસન

 

શું તમે પણ વધતા વજનથી પરેશાન છો ? આજે અમે લઈને આવ્યા છીએ કે કેવી રીતે વેટ લોસ કરવો અને સાથે જ તમારા પેટના સ્નાયુઓને કઈ રીતે મજબુત રાખવા. આજે અમે તમને જણાવીશું કે એક યોગ દ્વારા કઈ રીતે તમે તમારું વજન ઓછું કરી શકશો. નિયમિત આ યોગાસન કરવાથી તમને જરૂરથી ફળ પ્રાપ્ત થશે. આવો જાણીએ એ આસન વિશે ..

નૌકાસન

કેવી રીતે કરવું?

આસન પર તમારી પીઠના બળે સૂઈ જાઓ. હથેળીઓ જમીન પર અને ગરદન સીધી અને પગ એકબીજા સાથે અડેલા હોય એ પોઝિશનમાં રહો. હવે તમારા બંને પગ, ગરદન અને હાથને ધીમે-ધીમે એકસાથે એટલા ઉપર ઉઠાવો કે આખા શરીરનું વજન હીપ્સ પર આવી જાય. દસ સેકંડ આ જ અવસ્થામાં રહીને ધીમે-ધીમે મૂળ પોઝિશન પર પરત આવો.

 

ફાયદા

  • પાચન સંબંધિત રોગો માટે લાભદાયક છે. કબજિયાત માટે પણ ફાયદાકારક છે.
  • ગર્ભાશય સંબંધિત રોગો દૂર કરવામાં મદદરૂપ છે.
  • પેટ અને કમરની ચરબી ઘટાડવામાં ફાયદાકારક છે.

આ બાબતે સાવચેતી રાખો

હૃદય રોગી, કમરનો દુખાવો અને પેટના રોગ હોય તો આ યોગાસન કરવાનું ટાળવું.

ફલકાસન

કેવી રીતે કરવું?

સૌપ્રથમ આસન પર ઊભા રહો. આગળની બાજુ વળીને શરીરનું વજન બંને હાથ પર સ્થિર રાખો. હવે પગને પાછળ ખસેડતાં પુશઅપ્સ કરતાં હોય એ રીતે રાખો. હાથી આંગળીઓ ફેલાવો અને હાથ એકદમ સીધા કરી દો. આ સ્થિતિમાં શરીર અને બંને પગ સીધા થઈ જશે. ટેલબોનને થોડું નીચેની તરફ રાખો. હવે માથાંને આગળની તરફ વાળતા શરીરને એકસમાન લઈ આવો. તમારી એડીને થોડું દબાવીને રાખો જેથી ઘૂંટણ સીધા રહે. 30 થી 40 સેકંડ આ જ સ્થિતિમાં રહો. હવે ઘૂંટણો વાળીને આ આસનમાંથી બહાર નીકળો. ત્યારબાદ તમારા પગને વાળતા વજ્રાસનની સ્થિતિમાં આવો.

 

ફાયદા

  • આ આસન લોઅર બેક, ઘૂંટણ અને હીપ્સના સ્નાયુઓને જોડે છે. શ્વસનતંત્રમાં સુધાર લાવે છે. તેમજ, હાડકાંને મજબૂત બનાવે છે.
  • કરોડરજ્જુના હડકાં મજબૂત બનાવે છે. અનિંદ્રા અને માઇગ્રેનમાંથી રાહત આપે છે.
  • તણાવ ઓછો કરે છે.
  • પેટના સ્નાયુઓને ટોન કરે છે. વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

આ બાબતે સાવચેતી રાખો

  • જો કમરમાં ઈજા થઈ હોય તો આ આસન ન કરવું.
  • કાંડું નબળું હોય તો ધીમે-ધીમે ક્ષમતા વધારો.
  • ખભાનો દુખાવો હોય તો આ આસન ક્યારેય ન કરવું.
નોંધઃ આ આસનને સવારે ખાલી પેટે કરવાથી વધારે લાભ થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment