નવા વર્ષ માં બાઈક ટ્રીપ માટે આ છે બેસ્ટ જગ્યાઓ

છોકરાઓ ઉપરાંત બાઇક ટ્રિપ છોકરીઓમાં પણ ખૂબજ ટ્રેન્ડ છે, તેથી જો તમે નવા વર્ષ પર ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો જાણો ક્યાં જવાનું શ્રેષ્ઠ છે.

Image Source

કોરોના કાળમાં લોકોએ તેમની ખુશીઓ સાથે ફક્ત સમાધાન જ નથી કર્યું, પરંતું તેની સાથે રહેવાનું પણ શીખ્યા છે. સમયની સાથે લોકો હવે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે. તેમજ નવું વર્ષ આવી રહ્યું છે, આ પ્રસંગે દરેક લોકો વિશેષ યોજના બનાવે છે. તેવામાં જો તમે બાઈક ટ્રીપ નો પ્લાન બનાવી રહ્યા છો તો અહીં અમે જણાવીશું કેટલાક તેવા ખાસ સ્થળો જે બાઈક ટ્રીપ માટે યોગ્ય છે. આ સ્થળો પર તમે તમારી ગર્લ ગેંગની સાથે નવા વર્ષ અને ક્રિસમસ ને વધુ ખાસ બનાવી શકો છો.

આજકાલ બાઇક દ્વારા મુસાફરી કરવી ખૂબ સરળ થઈ ગયું છે, જ્યાં તમે કેટલાક મિત્રોની સાથે ક્યારેય પણ ફરવા નીકળી શકો છો. કોરોના કાળમાં મુસાફરી માટે બાઈક ઉત્તમ છે. પરંતુ ઘણા પ્રવાસ સ્થળો પર બાઈક સરળતાથી ભાડે મળી જાય છે. કેટલાક જરૂરી સામાનને લઈને તમે તમારા મિત્રો સાથે ક્યારેય પણ ફરવા જઈ શકો છો. તો ચાલો જાણીએ બાઈક મુસાફર માટે ક્યાં ક્યાં સ્થળ સારા રહેશે.

દિલ્હી થી આગ્રા :

Image Source

યમુના એકસપ્રેસ-વેને કારણે દિલ્હીથી આગ્રા રોડની મુસાફરી ખુબ રોમાંચક થઈ શકે છે. પરંતુ તે ઘણો ફ્રી રોડ છે, તેથી સાવચેતીનું પણ ખાસ ધ્યાન રાખો. યમુના એકસપ્રેસ-વે નોએડા થી શરૂ થાય છે. તેવામાં દિલ્હીથી લઈને આગ્રા સુધીના અંતરની વાત કરીએ તો તે ૨૩૩ કિલોમીટર છે. જ્યાં પહોંચવા માટે તમારે લગભગ ચાર કલાક લાગી શકે છે. તમે ઇચ્છો તો મથુરા પણ ફરી શકો છો. કૃષ્ણની નગરી મથુરા ન ફકત જોવામાં સુંદર છે પરંતુ અહીંના સ્વાદિષ્ટ ભોજન પણ તમારું હદય જીતી શકે છે.

દિલ્હી થી જયપુર :

Image Source

દિલ્હી થી ઘણા એવા સ્થળ છે જે ઘણા નજીક છે અને બાઈક થી મુસાફરી કરવા માટે યોગ્ય પણ છે. જો તમે દિલ્હીમાં જ રહો છો તો તમારા મિત્રો સાથે બાઈક મુસાફરીની યોજના કરી શકો છો. દિલ્હી થી જયપુરનું અંતર કુલ ૨૭૮ કિલોમીટર છે અને સમયની વાત કરીએ તો તમારે ૬ કલાકથી વધુ લાગી શકે છે. પરંતુ શિયાળામાં જયપુર ફરવું કોઈ એડવેન્ચર થી ઓછું નથી. તેમની સુંદરતા ઉપરાંત ખાસ ભોજન માટે પ્રખ્યાત જયપુર બાઈક મુસાફરી માટે યોગ્ય છે. તમે ઈચ્છો તો તેની નજીકના વિસ્તારમાં જેમકે રણથંભોર પણ જઈ શકો છો.

બેંગલોર થી ઉટી :

Image Source

બેંગલોર થી ઉટી પહોંચવા માટે તમારે ૨૭૮ કિલોમીટર લાંબી માર્ગ યાત્રાને પાર કરવી પડશે. જે રામનગર અને મૈસુર જેવા શેહરોથી થઈને પસાર થાય છે. પરંતુ બેંગલોર થી ઉટી સુધીની રોડ મુસાફરીનો આનંદ આખું વર્ષ લઈ શકાય છે, પરંતુ જો તમે નવા વર્ષ પર ત્યાં જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી મુસાફરી હંમેશા માટે યાદગાર બની જશે. પ્રકૃતિની વચ્ચે અને હરિયાળીથી ભરેલું તે સ્થળ જોવામાં ખૂબ સુંદર છે. ઉટીની આજુબાજુ ઘણા એવા સ્થળ છે જ્યાં તમે ઘણુબધુ શોધખોળ કરી શકો છો.

દિલ્હી થી રાણીખેત :

Image Source

બાઈક દ્વારા ટ્રાવેલ કરવું ફકત પોકેટ ફ્રેન્ડલી જ નથી, પરંતુ આજુબાજુના સ્થળોની શોધખોળ કરવાની પણ આઝાદી હોય છે. તેમજ જો તમે દિલ્હીથી રાણીખેત જવાની યોજના બનાવી રહ્યા છો તો ત્યાં બાઈક દ્વારા મુસાફરી કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. દિલ્હીથી તમે રાણીખેત ૯ કલાકમાં પહોંચી શકો છો. ખાસ વાત છે કે તમે ઇચ્છો તો નૈનીતાલની ફરતે નીકળી શકો છો, જ્યાં તમે સુંદર નદી અને હોડીની સવારીનો આનંદ લઇ શકો છો. આ ઉપરાંત આજુબાજુ જીમ કોર્બેટ નેશનલ પાર્ક જેવા સ્થળોની શોધ પણ કરી શકો છો.

જયપુર થી જેસલમેર :

રાજસ્થાનમાં તેવા ઘણા સ્થળ છે જેને જોયા પછી તમે તે સ્થળને ક્યારેય ભૂલી શકતા નથી. વર્ષ ૨૦૨૦ માં કેટલીક સારી યાદોને કેદ કરવા માંગો છો તો તે પહેલા જેસલમેર ફરી આવો. તેમની સુંદરતા અને ખાસ સંસ્કૃતિ માટે પ્રખ્યાત જેસલમેર જોઈને તમે બધી ખરાબ યાદોને ભૂલી જશો. બાઈક દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો જયપુર થી જેસલમેરનું કુલ અંતર ૫૫૮ કિલોમીટર છે. અહી પહોંચવા તમારે ૧૦ કલાકથી વધુ લાગી શકે છે. તેથી જ્યારે પણ બાઈક દ્વારા જેસલમેર જવાની યોજના કરો, તો તમારી તૈયારી પૂરી રાખો.

આશા છે કે આ માહિતી આપને પસંદ આવી હશે. આવા જ અન્ય લેખ ગુજરાતી ભાષામાં વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *