દારૂણ ગરીબીમાં પણ તનતોડ મહેનત કરીને આ વ્યક્તિએ લોકોનાં મોઢાં ચૂપ કરી દીધાં!

સંકલ્પ સફળતાની સૌથી મોટી જરૂરિયાત છે. એવો સંકલ્પ; જે કોઈ પણ પરિસ્થિતીમાં અતૂટ રહે. ઘણીવાર એવું બનતું હોય છે કે માણસ છેલ્લે જતા હારી બેસે છે અને પોતાની જાત પરથી વિશ્વાસ ગુમાવી દે છે. છેક છેલ્લી ઘડીએ તે સફળતાનું શિખર ચૂકી જાય છે. ગમે તેવી મુસીબતમાં પણ જો સંકલ્પ અડગ હોય, ધ્યેયથી વિચલીત ન થનારું મન હોય તો કેવો ચમત્કાર થઈ શકે એ અહીં આપેલી, આપણા માટે અક્ષરશ: અકલ્પનીય કહી શકાય એવી ઘટના પરથી જાણવા મળશે :

ગર્ભપાત કરાવી નાખ! —

અહીં વાત કરવી છે કલેક્ટર રાજેન્દ્ર ભારુડની, જેઓ હાલ મહારાષ્ટ્રના નંદૂરબાર જિલ્લામાં ક્લેક્ટરના ઉચ્ચ પદ પર બિરાજે છે. ૨૦૧૩ની બેન્ચમાં તેમણે UPSCની પરિક્ષા પાસ કરીને IAS ઓફિસરનો હોદ્દો મેળવ્યો છે. આ માણસ જે પરિસ્થિતીને વીંધીને બહાર આવ્યો છે, એવી તો આપણા કોઈની નહી હોય એ ગેરેન્ટી!
મહારાષ્ટ્રમાં જ તેમનો જન્મ થયેલો. રાજેન્દ્ર ભારુડ જ્યારે એમની માતાનાં પેટમાં હતા ત્યારે પિતાનું નિધન થયું. ઘરની આર્થિક સ્થિતી શરૂઆતથી જ કથળેલી હતી. લોકોએ તેમની માતાને સલાહ આપી કે, ગર્ભપાત કરાવી નાખ, તારાથી બાળકની પેટભરાઈ નહી થાય! પણ માતાનું હ્રદય એમ શાને માને? દીકરાનો જન્મ થયો અને માતાએ દારૂ વેંચવાનો ધંધો શરૂ કર્યો! પેટભરાઈ માટે કંઈક તો કરવું ને? 

દારૂ વેંચનારીનો છોકરો તો દારૂડિયો જ બને! —

રાજેન્દ્ર નાનો હતો અને માતા સાથે દારૂનાં પીઠામાં પડ્યો રહેતો. બાળક વારેવારે રડવા માટે એ પીઠામાં આવનારા ગ્રાહકોને પસંદ ના પડતું. તેઓ કોઈ-કોઈ વાર દારૂનાં થોડા ટીપાં રડતા રાજેન્દ્રનાં મોંમાં નાખી દેતા! એમ થતા રાજેન્દ્ર થોડો મોટો થયો. માતાએ તેને ભણાવવાનો નિશ્વય કર્યો. પીઠામાં આવતા ગ્રાહકો સ્નેક્સ વગેરે વસ્તુઓ રાજેન્દ્ર પાસે મંગાવતા અને તેમાંથી જે પૈસા બચતા એનો ઉપાયોગ તે ચોપડા વગેરે ખરીદવામાં કરતો. રાજેન્દ્રની ભણવાની લગનને લોકો હસી કાઢતા. કહેતા પણ ખરા કે, દારૂ વેંચનારી બાઈનો છોકરો તો દારૂડિયો જ બને કે? 

દારૂડિયો નહી, કલેક્ટર બન્યો! —

રાજેન્દ્ર ભણ્યો. ધોરણ ૧૦માં ૯૫% લાવ્યો. ૧૨ સાયન્સમાં ૯૦% સાથે મેડિકલમાં એડમિશન લીધું. મુંબઈની પ્રતિષ્ઠિટ શેઠ જીએસ મેડિકલ કોલેજમાં ભણ્યો. એ પછી યુપીએસસી માટેની તૈયારી શરૂ કરી. આજે લોકો જાણે જ છે કે, કલેક્ટર બનવા માટે કેવા લોઢાના ચણા ચાવવા પડે છે! ૨૦૧૨માં રાજેન્દ્ર ભારુડે ૫૨૭મા રેન્ક સાથે કલેક્ટરનું પદ મેળવ્યું.
આજે ‘દારૂ વેંચનારીનો દારૂડિયો બને’ એવું કહેનારા લોકોનાં મોઢા સિવાઈ ગયાં છે!
આર્ટિકલ સારો લાગ્યો હોય તો લીંક શેર કરજો!

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment