આ રાતનો ચાંદ એટલો ખૂબસૂરત હતો કે તમે ક્યારેય નહીં જોયો હોય – ફોટા જોવા આ લીંકની ઉપર ક્લિક કરો..

હમણાં થોડા દિવસો પહેલા સુપર સ્નો મૂન દેખાયો હતો. જયારે સુપર સ્નો મૂન જોવા મળ્યો કે તરત જ લોકોએ કેમેરામાં તસવીર ક્લિક કરવાની ચાલુ કરી દીધી. અમુક જગ્યાએ તો આ આ ચાંદને જોવા માટે ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંગળવારના દિવસે આ નજારો જોવા મળ્યો હતો.

ચાલો, તો જોઈએ શું છે સુપર મૂન અને શું બન્યું હતું? મંગળવારે પૂર્ણિમાનો દિવસ હતો ત્યારે આખા ભારત સહીત દુનિયાભરમાં લોકોને અલગ પ્રકારનો ચાંદ જોવા મળ્યો હતો. આ પ્રકારે ચાંદ બહુ ઓછી વાર જોવા મળે છે. આમ તો કહીએ તો આવો નજરો લગભગ જ સર્જાય છે. જયારે આ ચાંદ જોવા મળ્યો તેને સુપર સ્નો મૂન એવું નામ આપ્યું હતું. વૈજ્ઞાનિકોએ વધુ માહિતી આપતા એ પણ જણાવ્યું હતું કે, હવે પછી લગભગ ૭ વર્ષ પછી ફરીથી આવો નજારો જોવા મળશે.

તમે જો આ ચાંદને જોવાનો મોકો ગુમાવી દીધો હોય તો ચિંતા ન કરો. અહીં સુપર સ્નો મૂનની તસવીર નિહાળી શકો છો. દુનિયાભરના લાખો લોકોએ સુપર સ્નો મૂનના ફોટો મોબાઈલ અને ડીજીટલ કેમેરામાં કેદ કર્યા હતા. સુપર સ્નો મૂનને જોવાની સૌથી વધારે મજા દરિયા કિનારે આવે છે ત્યારે થયું પણ એવું જ હતું કે, દરિયા કિનારે પાણીના મોજા ઉછળતા હોય અને ઉપરથી ચાંદની રોશની વાતાવરણને ખુશનૂમા કરે એવી હતી.

મંગળવારના દિવસે આ વર્ષનો સૌથી મોટો ચાંદ દેખાયો હતો. ખગોળ શાસ્ત્રીનું કહેવાનું હતું કે, સામાન્ય દિવસ કરતા સુપર સ્નો મૂન વિશાળ અને ખુબસુરત દેખાયો હતો. એ વાતમાં વૈજ્ઞાનિકોએ ઉમેર્યું હતું કે, પૂનમ છે એટલે જ નહીં પરંતુ ખગોળ શાસ્ત્રના અમુક કારણને લીધે પણ ચાંદની  ખૂબસુરતીમાં વધારો થયો હતો. ભારત સિવાય અમુક દેશોમાં આ ઘટનાને સ્ટ્રોમ મૂન, હંગર મૂન અને બોન મૂન એ નામથી પણ ઓળખે છે.

અમેરિકાની અંતરીક્ષ એજન્સી મુજબ સુપર સ્નો મૂન ત્યારે બને છે જયારે પૂનમનો દિવસ હોય અને ચાંદ-ધરતીની એકદમ નજીક હોય. આ આર્ટીકલ સાથે આપેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે, સુપર સ્નો મૂન કેટલો મોટો અને ખૂબસૂરત દેખાઈ રહ્યો છે. આ જ કારણે ઘણા લોકોએ ચાંદની તસવીર કેમેરામાં કેદ કરી હતી. આ સુપર સ્નો મૂનનો દેખાવવાનો સમય રાતે ૯:૦૦ વાગીને ૨૩ મિનીટ પર શરૂ થયું હતું. આ સમયે ચાંદ કંઈક અલગ જ મૂડમાં જોવા મળ્યો હતો.

ભારતમાં સુપર સ્નો મૂન ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ની રાત્રે દિલ્હીમાં સાંજના ૬:૩૦ વાગ્યે, મુંબઈમાં ૫:૨૦ વાગ્યે અને કોલકતામાં સૂરજ ડૂબ્યા પછી દેખાયો હતો. જે રાતના ૧૧:૨૩ની આસપાસ સમય સુધી રહ્યો હતો. આકાશમાં વાદળ હોવાને કારણે અમુક જગ્યાએ સુપર સ્નો મૂન જોવા માટે લોકોને ઘણી રાહ જોવી પડી હતી. આ પહેલા પણ સુપર મૂન દેખાયો હતો જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ હતી. આ સમયમાં ચાંદ સામાન્ય કરતા ૧૪% મોટો અને ૩૦% વધુ ચમકીલો હોય છે. આ કારણે ચાંદને જોવાનો નજરો અદ્દભુત લાગે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment