બિઝનેસમાં સફળતા મેળવવા જપવા ‘શિવ’ના આ નામ, દરેક સમસ્યાનું થશે સમાધાન

શાસ્ત્રો મુજબ ભગવાન શિવને ત્રિદેવ કહેવામાં આવે છે. શિવજીની કલ્પના એક એવા દેવ તરીકે કરવામાં આવી રહી છે જે ક્યારેક સંહારક તો ક્યારેક પાલક હોય છે. ભગવાન શિવને સંહારના દેવતા પણ કહેવામાં આવે છે. શિવ ભગવાન પોતાના અનોખા રૂપને કારણે જ સૌથી અલગ પણ જોવા મળે છે.

 image source

મહાદેવના અનેક નામ છે. દરેક નામને પોતાની અલગ મહિમા છે. તેમના દરેક નામમાં છુપાયેલી છે એક વિશેષ શક્તિ. જાણો, શિવના કયા નામથી તમને તમારી મુશ્કેલીઓનું સમાધાન મળશે… મહેશ નામથી ચાલશે તમારો બિઝનેસ. બિઝનેસ વધારવા માટે શિવના ‘મહેશ’ નામનો ઉપયોગ કરો. આ નામનો જાપ કરતા કામ પર નિકળો. બિઝનેસની દરેક સમસ્યાઓનો ઉકેલ મળી જશે અને સફળતા મળશે.

શિવના છે અનેક નામ

 image source

‘વિશ્વમ્ભર’ નામથી મળશે રોજગાર

નોકરી માટે ભગવાન શિવના ‘વિશ્વમ્ભર’ નામનો ઉપયોગ કરો. ખાતા-પીતા, ઉઠતા-બેસતા શિવના ‘વિશ્વમ્ભર’ નામનું જાપ કરો. તમારી રોજગારની સમસ્યા ટૂંક સમયમાં દૂર થઇ જશે. ‘રૂદ્ર’ થી સુધરશે તમારા બાળકોનું વર્તન. બપોરના સમયે ‘રુદ્ર’ નામનો 15 મિનિટ સુધી જાપ કરો. ત્યારબાદ પોતાની સંતાનનું 11 વખત નામ લેવાથી તેના વર્તનમાં સુધારો આવશે.

image source

‘આશુતોષ’થી સુધરશે જીવનસાથીનું વર્તન

જીવનસાથી સાથેનો મનભેદ દૂર કરવા માટે ભગવાન શિવના ‘આશુતોષ’ નામનો ઉપયોગ કરો. સવારે ઉઠયા બાદ અને રાત્રે સૂતા પહેલા આ નામનું જાપ કરો. તમારા જીવનસાથીનું વર્તન સુધરવા લાગશે. ‘બાબા’ દૂર કરશે મોટી આપત્તિઓ. ભગવાન શિવના ‘બાબા’ નામમાં મોટામાં મોટી આપત્તિ ટાળવાની શક્તિ છે. જેટલું વધારે શિવના આ નામનું જાપ કરવામાં આવે તેટલો જ વધારે લાભ થશે.

image source

‘નટરાજ’ આપશે માન-સન્માન

યશ અને કીર્તિ મેળવવા માટે ભગવાન શિવના ‘નટરાજ’ નામનો ઉપયોગ કરો. પ્રદોષ કાળમાં શિવના ‘નટરાજ’ નામનો 108 વાર જાપ કરો. તેનાથી તમારું માન-સન્માન વધશે, નામ અને યશ પણ મળશે. ‘શિવ’ ખોલશે મોક્ષનો દ્વાર. મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન ‘શિવ’ના નામનો જ જાપ કરો. શિવજીનું ધ્યાન કરતા ‘શિવ’ નામનો જાપ કરવાથી ફળ પ્રાપ્ત થશે. જો કોઇ સિદ્ધ વ્યક્તિ પાસેથી ‘શિવ’નામનો મંત્ર મળે તો તે સૌથી શ્રેષ્ઠ રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *