ક્યારેય ના ફેંકતા સિલિકાની આ નાનકડી પોટલી, અત્યંત કામની છે આ વસ્તુ

સામાન્ય રીતે નાની-મોટી વસ્તુઓને અનાવશ્યક સમજીને ક્યાં તો તેના પર ધ્યાન નથી આપતા ક્યાં તો પછી તેને ફેંકી દેતા હોઇએ છીએ. ઘણી વખત આ વસ્તુઓ એટલી કામની સાબિત થાય છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા.

image source

નવા બૂટ, બેગ, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદતા સમયે તેમાંથી એક નાનકડી પોટલી નીકળે છે, જેને આપણે બેકાર સમજીને ફેંકી દઈએ છીએ. હીકકતમાં, તે સિલિકા જેલનું પેકેટ છે. આ જેલ સિલિકોન ડાયોક્સાઈડથી બનેલી છે, જે હવામાં રહેલા મોઈશ્ચરાઈજરને સોકવાનું કામ કરે છે. તેનાથી બૂટની વાસ દૂર કરવા ઉપરાંત અનેક પ્રકાર ઉપયોગ કરી શકાય છે. તો આજે જાણીએ સિલિકા જેલના પાઉચનો ઉપયોગ.

image source

ચાંદીના વાસણો

નરમાશને કારણે ચાંદીના વાસણો થોડા સમય બાદ કાળા પડવા લાગે છે. તે ટાર્નિશથી બચવા માટે સિલિકા જેલનુ પેકેટ તેમાં રાખી દો. તે હવામાં રહેલી નરમાશને સોકી લેશે અને વાસણોની ચમક બનાવી રાખશે.

image source

 જિમ બેગની વાસ દૂર કરો

સિલિકા બેગ બંધ વસ્તુમાં થતી વાસને કારણે પેદા થતા બેક્ટેરિયાને દૂર કરવાની ક્ષમતા રાખે છે. આ પાઉચને જિમ બેગમાં રાખવાથી સામાન ફ્રેશ રહે છે અને વાસ નથી આવતી.

image source

મેકઅપ બેગ ફ્રેશ રાખો

તમારી મેકઅપ કીટને હંમેશા ફીટ રાખવા માટે સિલિકા જેલના પાઉચમાં તેને રાખી દો. તે સામાનની વધુ પડતી નરમાશ સોકી લે છે અને મેકઅપ પ્રોડક્ટ ચિપચિપા નહિ થાય.

image source

બુક શેલ્ફનું ધ્યાન રાખશે

તમે આ પોટલીની મદદથી તમારા પુસ્તકોનું પણ ધ્યાન રાખી શકો છો. કબાટમાં પડ્યા પડ્યા પુસ્તકો થો઼ડા સમય બાદ પીળા પડવા લાગે છે. આવું હવામાં નરમાશને કારણે થાય છે. જેને કારણે પુસ્તકોમાંથી વાસ આવવા લાગે છે. તેનાથી બચવા માટે બુક શેલ્ફમાં સિલિકા જેલનું પાઉચ રાખી દો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *