આ ‘કિન્નર બહુ’ એ ખૂબ જ સાદા લુકમાં કર્યો કમાલ, તેના ચાહકો સુંદરતાના વખાણ કરતાં થાકતા નથી

વર્ષ ૨૦૦૮ માં ટીવી સીરીયલ ‘છોટી બહુ’ થી ઘર ઘરમાં ઓળખ મેળવનારી અભિનેત્રી રૂબીના દિલાઈક ટીવીની મશહુર અભિનેત્રી છે. ત્યારબાદ તેણે ‘શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કી’ માં કિન્નર નો રોલ નિભાવી લોકોની વાહવાહી મેળવી. રૂબીના ટીવી ની સૌથી ખુબસુરત અભિનેત્રીમાંથી એક છે. વર્ષ ૨૦૧૮ માં રૂબીના એ અભિનવ શુક્લા જોડે લગ્ન કર્યા.

રૂબીના ના સોશલ મીડિયા પર લાખો ચાહવાવાળા છે. રૂબીના એક એવી અભિનેત્રી છે જેના પર વેસ્ટર્ન સાથે સાથે ઇન્ડિયન કપડા પણ ઘણા જ સારા લાગે છે. ઘણી વાર ઇન્સ્ટાગ્રામ પર તે બીકીની ના ફોટા નાખી તેના ચાહકોને હેરાન કરી મુકે છે. તમને જણાવી દઈએ કે આ તસ્વીરો માં તેના ચાહકો બીકીના અથવા વેસ્ટર્ન અંદાજ જોઈ નહી પરંતુ તેનો દેસી અવતાર જોઈ હેરાન છે.

દેસી લુકની તસવીર થઈ વાયરલ –

જી હા, હાલમાં જ રૂબીના એ તેના ઇન્સ્ટાગ્રામ પર સલવાર સુટ પહેરી અમુક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોને તેના ચાહકોએ ખુબ જ પસંદ કરી છે. આ તસવીરોમાં રૂબીના ભલે એક સામાન્ય છોકરી લાગી રહી છે પરંતુ તેની ખુબસુરતી બિલકુલ પણ સામાન્ય ના હતી.

જણાવી દઈએ કે, રૂબીના એ જે તસ્વીરો શેર કરી છે તેમાં તેણી ગુલાબી કલર નો કુરતો, સફેદ રંગનો શરારા જેના પર ફૂલ બનેલા હતા અને સફેદ રંગનું પ્રિન્ટ કરેલો દુપટ્ટો નજર આવી રહી છે. રૂબીના ની આ તસ્વીરો માં તેના ચાહકો તેનાથી નજર હટાવી ના શક્યા અને એક થી વધુ એક કમેન્ટ કરી રહ્યા છે.

વાત કરીએ રૂબીના ના શોખની, તો તેને હરવું ફરવું ખુબ જ ગમે છે. તેણી ઘણીવાર તેના પતી સાથે વિદેશ જતી વેળાએ નજર આવે છે. છોટી બહુ અને શક્તિ: અસ્તિત્વ કી અહેસાસ સિવાય તે પુનઃવિવાહ, દેવો કે દેવ મહાદેવ, જીની ઓર જુજુ અને સાસ બીના સસુરાલ જેવા શો માં દેખાઈ ગઈ હતી.

જણાવી દઈએ કે રૂબીના નો જન્મ 26 ઓગસ્ટ 1987 ના રોજ શિમલા માં થયો હતો. 32 વર્ષની રૂબીના દેખાવમાં ખુબ જ ખુબસુરત છે. રૂબીના ના પિતાનું નામ ગોપાલ દિલાઈક અને માતા નું નામ શકુંતલા દિલાઈક છે. રૂબીના ની બે બહેન પણ છે જેમાં એકનું નામ રોહિણી અને બીજીનું નામ નૈના છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment