વજન ઘટાડવું હોય કે સ્વસ્થ રહેવું હોય તો આ પ્રકારનું હોવું જોઈએ તમારું ડાયટ ચાર્ટ

જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની સાથે તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો જરૂરી છે કે તમારા ભોજનમાં બધા પૌષ્ટિક તત્વ રહેલા હોય એટલે કે તમારે એક યોગ્ય ડાયટ ચાર્ટની જરૂર છે. ફકત કસરત અને ભોજન છોડવાથી તમારું વજન ઓછું નથી થતું, પરંતુ તમારુ શરીર અંદરથી નબળું થઈ જાય છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો તમારા ભોજનમાં સ્વસ્થ વસ્તુઓનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. જેનાથી તમારા શરીરને બધા પોષક તત્વો જેમકે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટસ, વિટામિન અને ખનીજ મળે. તેનાથી તમને સ્વસ્થ રીતે વજન ઘટાડવાની સાથે તંદુરસ્ત રહેવામાં પણ મદદ મળશે.

મોટાભાગે લોકોને લાગે છે કે ઓછા ભોજનથી કે ભોજન છોડવાથી અથવા જીમ જવાથી જ વજન ઘટે છે. જ્યારે વજન ઘટાડવા માટે જાણવુ જરૂરી છે કે તમારે શું ખાવું જોઈએ અને શું નહીં. આ ઉપરાંત એક વારમાં ખાવાને બદલે થોડી થોડી વારે ખાઓ અને ઓછી માત્રામાં ખાઓ. જેનાથી તમને સ્વસ્થ રીતે વજન ઘટાડવામાં મદદ મળશે. તો ચાલો તમને જણાવીએ કે વજન ઓછું કરવા માટે તમારા ભોજનની યોજના કેવી હોવી જોઈએ.

Image Source

ભોજન છોડશો નહીં:

જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો ભોજન છોડશો નહીં. દિવસ દરમિયાન ત્રણ ચાર વાર ભોજન જરૂર કરો. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માંથી કોઈ એકને છોડવાનું પરિણામ તે આવશે કે તમે આગલી વખતે વધારે ખાશો જે યોગ્ય નથી.

નાસ્તો જરૂરી છે:

વજન ઘટાડવા માટે ઘણીવાર લોકો નાસ્તો નથી કરતા જે ખોટું છે. દિવસ દરમિયાન પ્રવૃત્તિઓ માટે તમારા શરીરને ઊર્જાની જરૂર હોય છે જે નાસ્તા વગર સંભવ નથી. નાસ્તામાં હંમેશા એક જ વસ્તુ ન ખાવી જોઈએ પરંતુ તેને બદલવી જોઈએ. ક્યારેક દૂધની સાથે દલિયા લઈ શકો છો તો ક્યારેક વેજ સેન્ડવીચ તો ક્યારેક પૌવા અથવા ઉપમા લઈ શકો છો. વજન ઘટાડવા માટે નાસ્તામાં તમે દલિયા , ઓટ્સ, દહીં, ઈંડા, પૌવા વગેરે ખાઈ શકો છો.

બપોરનું ભોજન કેવું હોવુ જોઈએ:

બપોરે ભોજનમાં લીલા શાકભાજી, રોટલી, તાજુ દહીં અથવા છાશ, છાલ વાળી દાળ સાથે ચોખા લઈ શકો છો. ભોજનની સાથે લીલી ચટણી ભોજનમાં મલ્ટી વિટામિનની ઉણપને દૂર કરે છે.

રાતનું ભોજન વહેલું કરો:

વજન ઘટાડવા માટે ડિનર ( રાતનું ભોજન) પણ મહત્વનું છે. રાતનું ભોજન સુપાચ્ય તેમજ હળવું હોવું જોઈએ. ડિનર રાત્રે સુતા પહેલા બે થી અઢી કલાક વહેલું કરી લેવું જોઈએ. તેનાથી ભોજનને પાચન માટે પુરતો સમય મળે છે. રાત્રે દાળ, રાજમા, ચોખાના સેવનથી બચવું કેમકે તે સરળતાથી પચતા નથી.

નાસ્તો:

ભોજન વચ્ચે ભુખ લાગે ત્યારે કઈક હેલ્ધી નાસ્તો કરવો. જેમકે ચેવડો, પૌવા, ઢોકળા, કઠોળ, ફળ અથવા સલાડ ખાઈ શકો છો.

Image Source

મૌસમી ફળ અને શાકભાજીનું સેવન કરો:

દરેક ઋતુના ફળ અને શાકભાજી જુદા હોય છે. તેથી તમારા ભોજનની યોજનામાં મૌસમી ફળ અને શાકભાજીનો ઉપયોગ કરો. જ્યૂસને બદલે આખા ફળો ખાવા વધારે સારા હોય છે. દરેક શાકભાજીમાં જુદા જુદા પોષક તત્વો મળે છે.

ચરબી વગરના ડેરી ઉત્પાદનો અપનાવો:

વજન ઘટાડવા માટે ચરબી વધારનારી વસ્તુઓથી બચવું. ટોન્ડ દૂધમાં ચરબી હોતી નથી તેથી તમે ઇચ્છો તો નિયમિત રૂપે તેને પી શકો છો. ટોન્ડ દૂધમા મલાઈ દૂર કર્યા પછી તમે દહીં જમાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

પાણીની ઉણપથી બચવું:

દિવસ દરમિયાન ૩-૪ લિટર પાણી અથવા તરલ પદાર્થ લો. પાણી ફક્ત ચરબી જ નથી ઘટાડતુ, પરંતુ શરીરના ઝેરિલા તત્વોને પણ બહાર કાઢે છે. તે ભુખ ઓછી કરે છે અને કબજિયાત અટકાવે છે. પાણી ઉપરાંત નારિયેળ પાણી, ફળોનો રસ, સૂપ, લીંબુ પાણી અથવા છાશનો ઉપયોગ પણ કરી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. અને અમે દરેક માહિતી ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે તો કોઈ પણ વસ્તુ આરોગતા પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *