આ છે દુનિયાનું સૌથી ખતરનાક ઉંચાઈ પર આવેલી રેલ્વેટ્રેક : ટ્રેન ટુ ધ કલાઉડ – વાદળોમાંથી પસાર થતી ટ્રેન

ગમે ત્યાં જાવ પણ ટ્રેનથી મુસાફરી કરવાનો આનંદ જ અલગ છે! અમુક લોકો તો કાયદેસર ટ્રેનમાં મુસાફરી માટે પાગલ બની જતા હોય છે એ લોકોને લક્ઝરી બસ કે ફ્લાઈટને બદલે ટ્રેનથી મુસાફરી કરવી બહુ પસંદ હોય છે. તો આજની માહિતી એવા લોકો માટે સ્પેશ્યલ છે કારણ કે અહીં આ આર્ટિકલમાં ટ્રેન વિષેની રોચક માહિતી જણાવી છે એ પછી તો તમે પણ ટ્રેનની સફર કરવા માટે વિચાર કરશો.

ટ્રેનની મુસાફરી નાના બચ્ચા થી લઈને બુજુર્ગ સુધી બધાને પસંદ પડે છે. અને હવે તો ટઇન્ડિયન રેલ્વે ઘણી આધુનિક થઇ ગઈ છે. એવામાં ટ્રેનની મુસાફરી લાંબા અંતરે સસ્તી પણ પડે છે અને સરળ પણ રહે છે. પહાડો, લીલી હરિયાળી અને ઘાસના મેદાનમાંથી પસાર થતી છુક..છુક ગાડી આજીવન પ્રયાસ યાદ રહે એવી ક્ષણ બનાવે છે. તો પછી ટ્રેન તો ટ્રેન જ છે ને….!

એ ટ્રેનને ચાલવા માટે પાટાની જરૂર પડે છે અને પાટા આખી દુનિયામાં એ રીત પથરાયેલ હોય છે જેનાથી એક ગામ કે શહેરને બીજા ગામ કે શહેર સુધી જોડી શકાય. એટલે કે પાટાનું એક નેટવર્ક બનાવવામાં આવ્યું હોય છે. માત્ર ભારત દેશમાં નહીં બલકે દુનિયામાં અન્ય દેશોમાં પણ ટ્રેનની મુસાફરીને લોકો દ્વારા વધુ પસંદ કરવામાં આવે છે.

એ જ છુક…છુક ગાડી વિષે છે આજનો આ આર્ટિકલ. ઝડપથી દોડતી રેલ્વે ટ્રેનની આ અજબ ગજબ માહિતી આપને વધુ પસંદ આવશે. તો શું છે આગળનું ટ્રેનને લઈને રાઝ એ જાણવા માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચવાનું ભૂલશો નહીં. અમને વિશ્વાસ છે કે આ માહિતીથી આજ સુધી અજાણ હશો અને આવી ટ્રેન તમે ક્યારેય જોઈ નહીં હોય. તો ચાલો માહિતીની સફર કરીએ….

ટ્રેન ટુ ધ કલાઉડ :

ગામ, શહેર, પહાડ,નદી-ઝરણા અને વિશાળ મેદાનોમાંથી પસાર થતી આ ટ્રેનને ‘ટ્રેન ટુ ધ કલાઉડ’ કહેવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ આર્જેન્ટીનામાં આવેલા રેલ્વે ટ્રેકની. આ ટ્રેનને બહુ જ ઊંચા પૂલ પરથી ચલાવવામાં આવે છે, જાણે વાદળોમાંથી પસાર થતી હોય એ રીતે! આર્જેન્ટીનાના એન્ડીજ પર્વત શ્રુંખલામાંથી આ ટ્રેન પસાર થાય છે. અને ઉંચાઈની વાત કરીએ તો સમુદ્ર સપાટીથી 4000 મીટરની ઉંચાઈ જેટલો આ પૂલ બનાવવામાં આવ્યો છે, જેના પર ટ્રેનના પાટા ફીટ કરવામાં આવ્યા છે. એટલા માટે આ રેલ્વે ટ્રેકને દુનિયાના સૌથી ઊંચા રેલ્વે ટ્રેક તરીકેનું બિરુદ મળ્યું છે.

આ ટ્રેન 16 કલાકમાં 217 કિલોમીટર દૂર જાય છે. અને સફરમાં 3000 મીટર સુધી તેને ઉંચી ચઢાઈ કરવી પડે છે. 21 ટનલ અને 29 પુલ ક્રોસ કરીને આ ટ્રેન એટલે કે ‘ટ્રેન ટુ ધ કલાઉડ’ તેની સફરમાં ચાલતી રહે છે. આ ટ્રેનને ‘ટ્રેન ટુ ધ કલાઉડ’ નામ એટલે મળે છે કારણ કે બહુ ઉંચાઈ પર ચાલવાને કારણે વાદળોથી ઘેરાયેલ રહે છે.

નીચેથી આ ટ્રેનને કોઇપણ વ્યક્તિ જોવે તો એવો જ નજારો દેખાય જાણે ટ્રેન વાદળો વચ્ચેથી થઇને પસાર થઇ રહી હોય. આપને ફરીથી એક વાર જણાવી દઈએ કે અહીં જે ટ્રેનની વાત થઇ રહી છે એ ટ્રેન આર્જેન્ટીનાના રૂટ પર ચાલે છે.

ટ્રેનના રૂટ વિષેની જો વાત કરવામાં આવે તો આર્જેન્ટીનાના સીટી ઓફ સાલ્ટાથી શરૂ થાય છે આ ટ્રેનનો રૂટ, જે 1,187 મીટર જેટલો ઉંચો છે. જુઓ આ આર્ટિકલમાં પોસ્ટ કરવામાં આવેલ બધી જ તસવીરો. તો તમને ખ્યાલ આવશે કે આટલી ઉંચાઈ પર જઈ રહેલી ટ્રેનમાં સફર કરવાનો મોકો કેટલો રોમાંચક રહે!

સાલ 1920 – એટલે કે આ સાલમાં ‘ટ્રેન ટુ ધ કલાઉડ’નું નિર્માણ કરવામાં આવ્યું. એ સમયનું આ અદ્દભુત એન્જીનીયરીંગનું મોડેલ માનવામાં આવતું હતું અને આજે પણ આ ટ્રેનની લોકપ્રિયતામાં કાઈ જ ઓછપ આવી નથી. સિંગલ મોડ્યુલર એટલે કે એક જ બ્રીજમાં ટનલ, રોપ, જોઈન્ટ, સ્થંભ, બિંબ વગેરેનો ઉપયોગ કરીને આ પ્રોજેક્ટને ડેવલપ કરવામાં આવ્યો.

આમ તો આ ટ્રેનને પહેલ બોરેક્ષની ખાણ કામ માટે બનાવવામાં આવી હતી, જે આર્જેન્ટીનાના એન્ડીજ પર્વતના ઉતર થી પશ્ચિમ ભાગ સુધી માલ પહોંચાડી શકે. બાદમાં 1970ની સાલથી આ ટ્રેનને પર્યટકો માટે પણ ચાલુ કરવામાં આવી.

આ ટ્રેનની મુસાફરી સાથે ખરીદી કરવાનો આનંદ પણ લઇ શકાય છે. ટ્રેનના રૂટમાં ખરીદી કરવા જેવી અનેક વસ્તુઓના નાના સ્ટોલ અને હસ્તશિલ્પની કારીગરીથી બનેલા વસ્તુઓના મોડેલ જોવા મળી રહે છે. એટલે પ્લેટફોર્મ પર ઉતરીને આવી હોમમેડ આઈટેમ્સની શોપિંગ પણ કરી શકાય છે.

છે ને બાકી મજેદાર!! હર કોઈના દિલને લુભાવે એવી ટ્રેનની મુસાફરી. ખરેખર ‘ટ્રેન ટુ ધ કલાઉડ’ નું મુસાફરી કરવા જેવી તો ખરી…

તમને જો આ આર્ટિકલની માહિતી પસંદ આવી હોય તો મિત્રો સાથે આ માહિતીને શેયર કરવાનું ભૂલશો નહીં. અહીં તમને એકથી એક ચડિયાતા આર્ટિકલ્સ વાંચવા માટે મળશે, તો ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Comment