શરીરને ડીટોક્સ (બિન જરૂરી કચરો દૂર કરવા) કરવા માટે દરરોજ ખાવ આટલો ગોળ

ત્વચા થશે એકદમ સુંદર

જ્યારે પણ ખૂબ થાક લાગે અને તેના કારણે તમારો ચહેરો ફિક્કો પડી જાય ત્યારે તમે થોડો ગોળ ખાઈ લો. તમને થોડી જ મિનિટની અંદર શરીરમાં ઉર્જાનો અનુભવ થશે અને તમારા ચહેરા પર જે થાક દેખાતો હતો તે ગાયબ થઈ જશે. અહીં આપણે જાણીશું કે કેવી રીતે અને

કેટલી માત્રામાં ગોળ ખાવો જોઈએ?

ત્વચાને કાંતિમય બનાવવા માટે આપણે દરરોજ ગોળ ખાવો જોઈએ તેનાથી આપણને ખૂબ લાભ મળે છે. હા ગોળ ની તાસીર ખૂબ ગરમ હોય છે પરંતુ તોપણ તમને ગરમી ના મૌસમ માં ગોળનું સેવન કરવાથી તમારી ત્વચામાં ગ્લો આવે છે. તે આપણી બોડીને ડિટોક્સ કરે છે. બસ ખાલી તમને એટલી ખબર હોવી જોઈએ કે ગરમીના સમયમાં ગોળ ખાવાની સાચી રીત કઈ છે. તમને જણાવી દઈએ કે ગોળની અંદર વિટામિન,આયરન, પોટેશિયમ, ફોલેટ,ઝીંક અને સોડિયમ જેવા જરૂરી તત્વો જોવા મળે છે. આ બધા જ તત્વ આપણી ત્વચાને ગ્લો આપવા માટે રામબાણ ઔષધીની જેમ કામ કરે છે.

ત્વચામાં આવી રીતે વધે છે ગ્લો

ગોળ માં જોવા મળતા આયર્ન અને ફોલિક જેવા તત્વો શરીર ની અંદર જઈને આપણી ત્વચાને અને તેની કોશિકાઓમાં લોહીનો પ્રવાહ વધારે છે. તેનાથી આપણી ત્વચા અને તેની ચમક એકદમ જીવંત બની રહે છે. આપણી ત્વચા એકદમ જીવંત અને તાજગી ભરી દેખાય છે.

ગોળ ખાવાથી એ લોકોને ખાસ લાભ મળે છે જેમના શરીરમાં હિમોગ્લોબીન ઓછું હોય છે. કારણ કે ગોળ શરીરની અંદર ગ્લુકોઝ બનાવીને તેની સાથે હિમોગ્લોબીન વધારવામાં પણ અસરકારક છે.જ્યારે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર સારૂ હોય છે ત્યારે ત્વચા પર હંમેશા રોનક જોવા મળે છે

હિમોગ્લોબીનની કમી ના કારણે આપણી ત્વચા એકદમ બેજાન અને ફિકી દેખાય છે. જેમની ચામડીમાં સૂકાપણું રહે છે તેમને નિયમિત રૂપથી બરાબર માત્રામાં ગોળનું સેવન કરવું જોઈએ જેનાથી હિમોગ્લોબીન ને વધારી શકાય છે. વધેલું હિમોગ્લોબીન તમારા ચહેરા પર પ્રાકૃતિક લાલીમા લાવશે અને ચામડીનું સૂકાપણું દૂર કરશે અને તેની પ્રભાવિત ભૂમિકા પણ નિભાવશે.

લાલ લોહીની કોશિકાઓમાં વધારો કરે છે ગોળ

આપણી જાણીએ છીએ કે આપણા શરીરની અંદર બે પ્રકારની રક્ત કોશિકાઓ આવેલી છે રેડ બ્લડ સેલ્સ એટલે કે લાલ રક્ત કોશિકાઓ અને વાઇટ બ્લડ સેલ એટલે કે સફેદ રક્ત કોશિકા. ગોળ ખાવાથી શરીરની અંદર લાલ રક્ત કોશિકાઓ ની માત્રામાં વધારો થાય છે તેનાથી શરીરની અંદર હીમોગ્લોબિન અને ઓક્સિજનનું સ્તર પણ વધે છે. ત્વચાની અંદરથી પોષણ મળે છે અને તમે જવાન અને તાજગીભર્યા દેખાવ છો. જો તમારા શરીરની અંદર પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન ન પહોંચે તો તમારી ત્વચા એકદમ મુરઝાઈ જાય છે સુકી અને બેજાન થઈ જાય છે. એટલે સુંદર ત્વચા માટે ગોળ ખાવો એકદમ સ્વાદિષ્ટ ઉપાય છે.

શરીરના ટોક્સિન્સ ને બહાર કાઢે છે

ગોળ આપણા શરીરને ડિટોક્સ કરે છે એટલે કે આપણા શરીરમાંથી હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢે છે. ગોળ ખાવાથી આપણા લીવરની સારી રીતે સફાઈ થઈ જાય છે અને આપણા શરીરનું પાચનતંત્ર પણ સારું બને છે. જ્યારે આપણું શરીર બેઠક થઈ જાય ત્યારે આપણું પાચન એકદમ સારી રીતે થઈ જાય છે. અને આપણા શરીરને પૂરેપૂરું પોષણ મળે છે.આપણે જો તંદુરસ્ત ખોરાક ખાઈશું તો તેનું તો તેનું બધું જ સત્વ આપણા શરીરને મળશે. તેનાથી આપણા ત્વચાની અંદરની કોશિકાઓમાં થવાવાળું ડેમેજ ઓછું થઈ જાય છે. ત્વચા સ્વસ્થ અને સુંદર બને છે.એટલા માટે જ ગોળનો એક મધ્યમ આકાર નો ટુકડો દરરોજ ખાવો જોઈએ જેથી ત્વચાની આપણે યુવાન બનાવી રાખીએ. અને તેનું સેવન આપણે ભોજન કર્યા પછી કરવું જોઈએ.

ગોળ ખાવાથી મુલાયમ બને છે ચામડી

Young woman with beautiful face sleeping well on white cotton sheets and soft pillow lying asleep in comfortable cozy bed at home or hotel enjoying healthy nap resting enough for good relaxation

તમને એ જાણીને હેરાની થશે કે ગોળ ખાવાથી આપણી ચામડી માં પ્રાકૃતિક કસાવટ આવે છે. એટલા માટે આપણી ચામડી પર કરચલી,પીગ્મેંટેશન, ચહેરા પર લાઇનો થવાની સમસ્યા થતી નથી.

ગોળ ખાઈને શરીરને ડીટોક્સ કરવાથી આપણી ત્વચાની પ્રાકૃતિક રૂપથી સફાઈ થઈ જાય છે. તેનાથી આપણી ચામડીના બહારના ભાગ પર ફોલ્લીઓ અને એક્ને જેવી સમસ્યા થતી નથી. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ગોળનું સેવન વધારે માત્રામાં કરશો તો ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી પણ શકે છે.

આવી રીતે આટલી માત્રા માં ખાવાનો ગોળ

ગરમી ની સિઝનમાં આપણે દરરોજ ગોળ ખાવાની સાચી માત્રા અને સાચી રીત ની જાણકારી હોવી ખૂબ જરૂરી છે આપણે ગરમીની સિઝન દરમિયાન સામાન્ય આકારનો એક પૂરો ગોળનો ટુકડો ખાઈ શકીએ છીએ. પરંતુ તેની સાથે છાશ અને દુધ પણ પીવું જોઈએ. આવું કરવાથી આપણા શરીરમાં ગરમી થશે નહીં પરંતુ તે આપણા શરીરને ઠંડક અને ઊર્જા આપવાનું કામ કરશે.

ગોળ વિશે આપણને એ વાત જરૂર ખબર હોવી જોઈએ કે દેશી ગોળ ખાવાથી આપણને ક્યારેય ડાયાબિટીસ થતો નથી. પરંતુ જો તમે ડાયાબિટીસના પહેલેથી જ પેશન્ટ છો તો તમને ગોળ એવું જ નુકસાન પહોંચાડશે જેવું કે ખાંડ પહોંચાડે છે. એટલા માટે ડાયાબિટીસના રોગીઓએ ગોળનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.

આજે પણ ચલણમાં છે જૂની પ્રથા

તમે મધ્યમ આકારના ગોળની સાથે બે ગ્લાસ તાજુ પાણી પીવો છો તો તે શરીરમાં તમને તાત્કાલિક એનર્જી ડ્રીંક નું કામ કરે છે. પરંતુ તમે ગોળનો એકદમ નાનો ટુકડો ખાધા પછી પાણી પીશો તો તમને ખાંસી પણ થઈ શકે છે. આ વાત થોડી વિચિત્ર છે પરંતુ આ માન્યતા છે. ગામડામાં આજે પણ બપોરે કે પછી નાસ્તાનાં સમયે ગોળ અને બે ત્રણ ગ્લાસ પાણી પીવાની પ્રથા જોવા મળે છે.

આમ આ પ્રકારે આપણે ગોળનો ઉપયોગ કરીને આપણા શરીરને અને આપણી ચામડી ને કાંતિમય બનાવી શકીએ છીએ.

જો તમને અમારો લેખ ગમ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવશો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment