આ છે વડોદરાનો ભવ્ય પેલેસ “લક્ષ્મી વિલાસ પેલેસ” જાણો સંપૂર્ણ માહિતી

લક્ષ્મી વિલાસ પેલેસ ભારતની સૌથી રાજવી સંરચનામાંથી એક છે, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ-૩ નું નિવાસી સ્થાન રહ્યું હતું. તમને જણાવી દઈએ કે આ શાનદાર મહેલ ૭૦૦ એકરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ છે જે અત્યારે ગાયકવાડનું શાહી પરિવારનું ઘર છે. લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતના વડોદર શહેરમાં છે. આ શાનદાર અને અદ્દભુત મહેલ બગીચાથી ખુબસુરત લાગે છે અને સુંદર વાતાવરણની મહેકી ઉઠે છે. 

અહીં પહેલા એક ચકલીઘર પણ હતું જે હવે અત્યારના સમયમાં નાનું તળાવ અને તેમાં મગરના નાના બચ્ચા પણ છે. જો તમે લક્ષ્મી વિલાસ પેલેસ વિષેની વધુ જાણકારી વાંચવા ઈચ્છતા હોય તો આ આર્ટિકલને જરૂરથી વાંચજો :

લક્ષ્મી વિલાસ પેલેસનો ઈતિહાસ :

૧૮૯૦ની સાલમાં લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પેલેસને બનાવવામાં માટે લગભગ ૧૨ વર્ષનો સમય થયો હતો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ મહેલની રચના કરવામાં આવી હતી, જે વાસ્તુકાર મેજર ચાર્લ્સ માંટ હતા. તેને આ મહેલની રચના ઇન્ડો-સારાસેનિક શૈલીમાં કરી હતી. આ મહેલની સંરચના એ સમયની આધુનિક પદ્ધતિ ગણવામાં આવતી હતી એ કારણે જ આજ સુધી આ મહેલની સ્થિતિ ટકાઉ છે.

મહેલની વાસ્તુકલા :

ભારતના બધા પ્રભાવશાળી રાજ યુગના મહેલ કરતા લક્ષ્મી વિલાસ મહેલ એક છે. આ મહેલની અંદર બેનમુન કલાકૃતિ કરવામાં આવી છે. એ સમયમાં આ મહેલની અંદર લીફ્ટ સહીતની સુવિધા વિકસાવવામાં આવી હતી અને પશ્ચિમી તમામ સુવિધા સાથે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ મહેલમાં ૧૭૦ રૂમ છે, જે માત્ર બે વ્યક્તિઓ માટે બનાવવામાં આવ્યા હતા. મહાન વાસ્તુકારના માર્ગદર્શન હેઠળ આ મહેલની રચના કરવામાં આવી હતી.

ફૂલ એન્જોયમેન્ટ ઇન ધીસ પેલેસ :

લક્ષ્મી વિલાસ પેલેસ પરિસરમાં એક સ્વીમીંગ પુલ છે જે પયર્ટકો માટે પસંદગીની જગ્યા છે. પરિવાર સાથે કે પ્રિય વ્યક્તિ સાથે આ પેલેસ નિહાળવાની મજા કૈંક અલગ જ છે! અહીં જકુજી અને બેબી પુલ જોવા જેવી કલાકારીથી બનાવવામાં આવ્યા છે. અહીં આયુર્વેદિક માલીશ કેન્દ્ર પણ છે, સાથે કઠપુતળી શો જોવા મળી શકે છે.

મહેલની આસપાસ બાળકો આરામથી રમી શકે એવી વિશાળ જગ્યા છે. એ સિવાય પર્યટકો અહીં કેરમ બોર્ડ, ટેબલ ટેનીસ, પુલ ટેબલ જેવી રમતની મજા માણી શકે છે. અહીં બેડમિન્ટન રમવાની બહુ જ મજા આવે છે.

ફતેહસિંહ સંગ્રહાલય :

મહારાજા ફતેહસિંહ સંગ્રહાલય લક્ષ્મી વિલાસ પેલેસની અંદર જ છે. અહીં મહાન કારીગરોની મૂર્તિઓ રાખવામાં આવી છે, જેમાં અમુક ભારતીય છે અને અમુક વિદેશી છે. ઉપરાંત આ સંગ્રહાલયમાં રાજા અને તેના પરિવારના સમયની કલાવસ્તુઓ પણ રાખવામાં આવી છે. સંગ્રહાલયની શો ગેલેરીમાં ચીની અને જાપાની મૂર્તિઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

 

સમય :

લક્ષ્મી વિલાસ પેલેસ માટે પર્યટકોનો સમય ૯:૩૦થી સાંજે ૫:૦૦વહ્યા સુધી રાખવામાં આવ્યો છે. બપોરના સમયમાં ૧:૦૦થી ૧:૩૦ વાગ્યા સુધી મહેલની યાત્રા કરવાની સલાહ નથી આપવામાં આવતી. અને સોમવારના દિવસે મહેલ બંધ રહે છે. પરંતુ સમય કદાચ બદલેલ હોય તો પૂરતી જાણકારી મેળવી ને જવા વિનંતી 

આ મહેલ ફરવાનો સૌથી સારો સમય :

– ઓકટોબર થી માર્ચ.

લક્ષ્મી વિલાસ પેલેસ કેવી રીતે પહોંચી શકાય?

ગુજરાત રાજયના વડોદરા શહેરની અંદર લક્ષ્મી વિલાસ પેલેસ આવેલ છે. અને આ શહેર કોઇપણ રીતે આસાનીથી પહોંચી શકો છો. આ શહેર બસ, ટ્રેન, પ્લેન અને સડકમાર્ગ દ્વારા ચારેબાજુથી જોડાયેલ છે તો અહીં કોઇપણ જગ્યાએથી પહોંચી શકાય છે.

આવી જ અન્ય માહિતી ગુજરાતી ભાષામાં વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અમે દરરોજ અહીં અવનવી માહિતી શેયર કરતા રહીએ છીએ.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *