અંબાજીના ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યાં, વૈજ્ઞાનિકો પણ ઉકેલી નહોતા શક્યા તેમનો કોયડો

અંબાજીના ગબ્બરવાળા અને દેશભરમાં પ્રખ્યાત એવા ચુંદડીવાળા માતાજી હવે નથી રહ્યા. તારીખ 28ના રોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી વિધિ કરવામાં આવી અને 8 વાગ્યા નાં સુમારે તેમના સ્થાને સમાધિ આપવામાં આવી હતી.  તેમને શાસ્ત્રોક્ત વિધિથી સમાધી આપવામાં આવી હતી. લોકડાઉનના નિયમોને કારણે માત્ર 20 લોકોની હાજરીમાં તેમને સમાધિ અપાઈ છે. પ્રહલાદ જાની ચૂંદડીવાળા માતાજી તરીકે જાણીતા હતા. ચૂંદડીવાળા માતાજીને ગબ્બર ખાતેના નિવાસસ્થાને વિધિવત સમાધિ રીતે અપાઇ હતી.

image source

એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા 80 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે. વૈજ્ઞાનિકો માટે પણ આ માતાજીનું જીવન એક મોટું રિસર્ચ હતું. જોકે, વૈજ્ઞાનિકો પણ તેમના જીવનને સમજવામાં સફળ નિવડ્યા ન હતા. માત્ર 11 વર્ષની વયથી જ તેઓએ અન્નજળ ત્યાગી દીધું હતું. તેમના પર વૈજ્ઞાનિકોએ અનેક પરિક્ષણ પણ કર્યા હતા. તેઓ કઈ રીતે 80 વર્ષ સુધી ભૂખ્યા રહ્યા તે મોટું રહસ્ય હતું. લોકો તેને ચમત્કાર કહેતા હતા. ચુંદડીવાળા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. 2005-06માં પ્રહલાદ જાની પર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સંશોધન થયું હતું.

image source

તેમના પર થયું હતું રિસર્ચ

ભારતના અનેક તબીબોએ તેમના પર અવલોકન કર્યું છે. ડોક્ટરોએ 2003 અને 2005માં રિસર્ચ થયું હતું. અમદાવાદના ન્યુરોલોજીસ્ટ ડો. સુધીરે તેમના વિશે કહ્યુ હતું કે, તેમનું શરીરની કોઈ કાયાકલ્પ થયેલ છે. તેઓ જાણતા અજાણતા બહારથી શક્તિ પ્રાપ્ત કરે છે. તેઓને ભોજનની જરૂરત નથી પડતી. અમે ઘણા દિવસ સુધી તેમનું અવલોકન કર્યું હતું. એક-એક સેકન્ડનો વીડિયો પણ લીધો હતો. તેઓએ કંઈ ખાધું નથી, કઈ કીધું નહીં, ના પેશાબ ગયા અને ના શૌચાલય ગયા.

image source

30 ડોક્ટરોની એક ટીમ દ્વારા અલગ-અલગ તબીબો દ્વારા તેમના પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. કેમની હૃદય અને મગજની ક્રિયાઓને અલગ અલગ રીતે માપવામાં આવી હતી. જ્યારે તેઓ પોતાની પથારી છોડતા ત્યારે એક કેમેરો તેમની સાથે સાથે ચાલતો. જોકે, તબીબોએ પણ તેમના અન્નજળ ત્યાગનો દાવો આખરે સાચો માન્યો હતો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *