ઈરફાન ખાન શાળાના બાળકો સાથે આ રીતે કરતા હતા મસ્તી

ઇરફાન ખાન બોલીવુડની મહાન હસ્તીઓમાંથી એક હતા. આમ તો તે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા પરંતુ તેના ચાહકો અને ફિલ્મ જગતમાં તેના નજીકના મનમાં તે આજે પણ મોજુદ છે અને હંમેશા રહેશે. ઇરફાનના મોટા દીકરા બાબીલ ખાન તેના પિતાની જોઈ ના હોઈ તેવી તસ્વીરો શેર કરતા રહે છે અને તેમણે એકવાર ફરી ઇરફાનના વ્યક્તિત્વની વધુ એક જલક તેના ચાહકોને આપી.

image source

બાબિલ ખાને પિતા ઇરફાનના સ્કુલના બાળકો સાથે મસ્તી કરતા ફોટો અને તેની સાથે સમય વિતાવતા ફોટોસ શેર કર્યા છે. આ ફોટોસ ઇરફાનના ફાર્મહાઉસની છે. અહી તમે સ્કુલના બાળકો સાથે ઇરફાનને વાતચીત કરતા અને માથું સહેલાવતા જોઈ શકો છો. ફોટોસ શેર કરતા કરતા બાબિલએ લખ્યું, ‘મને વિચાર આવ્યો કે આ પણ જણાવી દઉં. જયારે પણ તે ફાર્મહાઉસ પર સમય વિતાવવા જતા હતા ત્યારે આ બાળકો અને સ્કુલના પ્રિન્સીપાલ તેની પાસે તેને મળવા આવી જતા હતા.’

image source

જણાવી દઈએ કે બાબિલ ખાન, તેના પિતા ઇરફાન ખાનના ગયા પછી તેના નીજી જીવનની ઝલક તેના ચાહકોને આપતો રહે છે. ઇરફાન ક્યારેય પણ તેની પત્ની અને બાળકોને પ્યાર જતાવવામાં પીછે હઠ ના કરતો. ઇરફાને તેની કેન્સરની લડાઈમાં કહ્યું હતું કે જો થઈ શકે તો તે તેની પત્ની સુતપા માટે વધુ જીવવા માંગશે.

image source

ઇરફાન ખાને 29 એપ્રિલે દુનિયાને અલવિદા કહી દીધું. તે 53 વર્ષના હતા અને છેલ્લા 2 વર્ષથી કેન્સરની લડાઈ લડી રહ્યા હતા. વર્ષ ૨૦૧૮ માં તેમણે તેના ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર નામના રેયર કેન્સરથી પીડિત હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. અને લંડનમાં સારવાર માટે ચાલ્યા ગયા હતા. 28 એપ્રિલ 2020 એ તેને કોલન ઇન્ફેકશનના ચાલતા હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જેના આગળના દિવસે એટલે કે 29 એપ્રિલે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *