ઉત્તરાખંડમાં આ જગ્યાએ કુદરતે કલાકારી કરી છે, અહીં છે કુદરતી સુંદરતાનો ખજાનો

મ્યુનસારી :

મ્યુનસારી પ્રાકૃતિક ખુબસુરતીનું એક જીવિત ઉદાહરણ છે. આ શહેરને કુદરતની બેનમુન કલાકારી મળી છે. આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું અહીં ફરવા જેવી શાનદાર જગ્યાઓ વિષેની માહિતી :

Image Source

‘દેવોની ભૂમિ’ ના રૂપમાં પ્રસિદ્ધ ઉત્તરાખંડ પોતાની ખુબસુરતી માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીં અમુક ફરવા માટેની એવી જગ્યાઓ છે, જ્યાં વિદેશના પ્રવાસીઓ આખા વર્ષ દરમિયાન આવતા રહે છે. ઉત્તરાખંડમાં એવી જ એક સ્પેશિયલ જગ્યા છે જેનું નામ છે ‘મ્યુનસારી.’

મ્યુનસારી, ઉત્તરાખંડનું એક હિલ સ્ટેશન છે, જે ખુબસુરતીના મામલામાં કોઈ વિદેશી જગ્યાથી કમ નથી! સમુદ્ર તળથી લગભગ 2300 મીટરની ઉંચાઈ પર સ્થિત આ જગ્યાને કુદરતની કલાકારીનું વરદાન મળેલ છે. ચારેબાજુ ગાઢ જંગલ અને બરફની ચાદરથી છવાયેલ પહાડી વિસ્તાર ખરેખર જોવા જેવા. તમને પણ અવનવા સ્થળ પર ફરવાનો શોખ હોય તો એ માટે મ્યુનસારીની પસંદગી કરવી જોઈએ. આ આર્ટિકલમાં મ્યુનસારીના પ્રમુખ સ્થળ વિષે જાણીએ :

પંચચૂલી પર્વત :

Image Source

મ્યુનસારીમાં ફરવા અને જોવા જેવા સ્થળમાં આ લોકપ્રિય સ્થળ છે. પંચચૂલી એક પર્વત જગ્યા છે. આ પર્વત વિષે કહેવામાં આવે છે કે આ પાંચ પર્વતના શિખરથી બનેલ એક જગ્યા છે. એવું પણ માનવામાં આવે છે મહાભારત કાળમાં આ પર્વત પર પાંડવોએ સ્વર્ગારોહણની શરૂઆત કરી હતી. અને એ પણ માનવામાં આવે છે કે આ પાંચ શિખર એ પાંચ પાંડવોનું જ પ્રતિક માનવામાં આવે છે. બરફથી ઢંકાયેલ આ પર્વતોને જોઇને બેહદ આનંદ આવે છે. આ પર્વત ઇન્ડો-તિબ્બત બોર્ડર માટે પણ બહુ જ મહત્વનો છે.

કલામુની ટોપ :

Image Source

મ્યુનસારીથી લગભગ 15 કિલોમીટરની દૂરી પર આવેલ ક્લામુની ટોપ અહીંનું પ્રમુખ સ્થળ છે. પ્રાકૃતિક દ્રશ્યો માટે આ જગ્યા એકદમ ખાસ માનવામાં આવે છે. જો તમને પર્વતનું ચોંટી પર જઈને બેસવાનો શોખ હોય તો અહીં જઈને પૂર્ણ કરી શકો છો. આ પર્વત પર બેસીને આખા મ્યુનસારીના પ્રાકૃતિક નજારાને જોઈ શકાય છે. અહીં જવા માટે મુખ્ય શહેરથી ઓટો કે ટેક્સીથી જઈ શકાય છે. અહીંના સ્થાનીય લોકો માટે આ જગ્યા પવિત્ર છે કારણ કે અહીં માતા કાલીનું એક મંદિર પણ આવેલ છે.

બ્રીથી વોટરફોલ :

Image Source

મ્યુનસારીમાં પ્રકૃતિને નિહાળવાનો મોકો મળે છે. એ મ્યુનસારીમાં જ બ્રીથી વોટરફોલ આવેલ છે, જેની યાત્રા એકદમ સુહાની રહે છે. અદ્દભુત દ્રશ્યો સાથેનો આ વોટરફોલ લોકોની પ્રિય જગ્યા છે અને અહીં બેસ્ટ પીકનીક સ્પોટ પણ છે. અહીં પ્રવાસીઓ આવીને ટ્રેકિંગ પર કરી શકે છે અને આસપાસ વિભિન્ન પ્રકારના ઝાડ-ફૂલ પણ નિહાળી શકે છે.

થમરી કુંડ :

Image Source

મ્યુનસારી શહેરથી લગભગ દસ કિલોમીટર દૂર થમરી કુંડ આવેલ છે. થમરી કુંડને તાજા પાણીની ઝીલ તરીકે માનવામાં આવે છે. આ ઝીલ સાથે ધાર્મિક માન્યતા પણ જોડાયેલ છે.  એવું માનવામાં આવે છે કે વધારે દિવસો સુધી વરસાદ ન આવે તો અહીં ઈન્દ્રદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઝીલની આજુબાજુ અલ્પાઇનના ઝાડ આ જગ્યાને વધુ સુંદર બનાવે છે.  આ ઝીલના પાણીથી પક્ષીઓ પણ આકર્ષણ પામે છે. અહીં ઘણીવાર કસ્તુરી મૃગ પાણી પીવા માટે આવે છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે ભારતમાં કસ્તુરી મૃગ બહુ જ ઓછું જોવા મળે છે.

આશા છે કે આજના આર્ટિકલની માહિતી આપને પસંદ આવી હશે, આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. અમે દરરોજ અહીં અવનવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *