આ છે રહસ્યમય અને ચમત્કારિક મંદિર જ્યાં ભગવાન ને મદિરા ધરવામાં આવે છે

ભોળાનાથના તો દરેક મંદિરની કાંઈક અલગ જ કહાની છે. મહાકાલ શિવની તો વાત જ નિરાળી છે.

પ્રસાદ અને દારૂ?  આ સાંભળીને થોડુંક અજુગતું લાગતું હશે ને? પણ આ વાત સાચી છે. આ કહાની છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરની. જ્યાં મહાકાલ પોતે ભક્તોના હાથે મદિરાનું સેવન કરે છે. જ્યારે મદિરાનો પ્યાલો મહાકાલના મુખે અડાડવામાં આવે છે, ત્યારે થોડી જ વારમાં પ્યાલો ખાલી થઈ જાય છે.

હે!! ખરેખર સાચી વાત છે. આવું મો માંથી નીકળી પડે તો કાંઈ કહેવાય નહીં. આ ગામનાં રહેવાસીઓને પૂછો તો ઘણીખરી નવી વાતુંનો ખાજનો જાણવા મળે.

આ ચમત્કાર આજે સદીઓથી અહીં થતો આવે છે. આ રહસ્યને ઉકેલવા અનેક પ્રયત્નો થઈ ચૂક્યા છે. પણ કોઈ આ વાતને ઉકેલી નથી શકતું.

એક અંગ્રેજ અધિકારીએ મહાકાવ્યના મદિરાપાન નું રહસ્ય ઉકેલવા, મહાકાલની મૂર્તિની આસપાસ ઊંડું ખોદકામ કરાવ્યું, પણ કાંઈ જ ના મળ્યું. અને આખરે એ અંગ્રેજ અધિકારી મહાકાલનો ભક્ત બની ગયો.

 

મહાકાલનું આ મંદિર વામમાર્ગી છે. વામમાર્ગી મંદિરોમાં મહાકાલને મદિરા, માસ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. આજે સદિઓથી મહાકાલને મદિરાનો પ્રસાદ ચડે છે. જો કે મદિરા પ્રસાદ તરીકે ચઢાવવાની પ્રથા પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ મંદિરની સ્થાપના સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. સ્કંદ પુરાણમાં આ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. કહેવાય છે કે બ્રહ્માજી પોતાના પાંચમા મુખમાંથી પાંચમા વેદની રચના કરવા જઈ રહ્યા હતા. બધા દેવતાઓએ તેમને રોકવાના પ્રયાસ કર્યા પણ તેઓ ન રોકાયા.

આખરે શીવજીએ ક્રોધિત થઈ પોતાનું ત્રીજું નેત્ર ખોલી, ભગવાન બટુક ભૈરવને ઉત્પન્ન કર્યા. અને તેમણે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું. પરંતુ બ્રહ્મ હત્યાના કારણે ભગવાન બટુક ભૈરવને મુક્તિ મળતી નહોતી.

તેઓ શિવજી પાસે ગયા અને શિવજીએ તેમણે ઉજ્જૈનમાં જઈ, ક્ષિપ્રા નદીના તટ પર તપસ્યા કરવા કહ્યું. પછી આ જગ્યા પર મહાકાલ નું વિશાળ મંદિર બન્યું. આ મંદિર આશરે ૬૦૦૦ વર્ષ જૂનું છે.

પહેલાના સમયમાં અહીં ફક્ત તાંત્રિકો જ જતા અને તંત્ર ક્રિયાઓ કરતા. પરંતુ હવે આ મંદિર બધાં માટે ખુલ્લું છે. પ્રવાસ પર્યટન તરીકે ખુબ જ પ્રખ્યાત સ્થળ છે.

અહીં લોકો દેશ-વિદેશથી મહાકલેશ્વરનાં દર્શને આવે છે. પવન સ્થળની મહિમા રાખતી અનેક કહાનીઓ પણ ધાર્મિક પુસ્તકોમાં છપાયેલ છે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment