પોતાના બોલ્ડ અને શાનદાર સ્ટાઇલને લીધે ચર્ચામાં છે આ ઈન્ફ્લુએન્સર.

લેટેસ્ટ ફેશન વિશે પોતાને અપડેટ રાખવી એ કોઈ સરળ કાર્ય નથી. અહી અમે તમને એવા પાંચ ઈન્ફ્લુએન્સર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ફેશનની દુનિયામાં પોતાને સ્થાપિત કરી છે. બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર ફેશન દિવાની પ્રશંસા કરી ચૂકી છે.

બદલાતા વાતાવરણ સાથે દરેક વ્યક્તિ ફેશનની બાબતમાં અપડેટ રહેવા માંગે છે. જોકે લેટેસ્ટ ફેશન વિશે જાણ રાખવી સરળ કામ નથી. અહીં અમે તમને એવા પાંચ ફેશન ઈન્ફ્લુએન્સર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે સરળતાથી ફેશન અને ગ્લેમર સાથે જોડાયેલી બધી જ જાણકારીઓ મેળવી શકો છો. ચાલો જાણીએ તેના વિશે.

દીપા ખોસલા:

દીપા  ખોસલા ફેશનની દુનિયામાં એક જાણીતું નામ છે. દિપા કોન્ડે નાસ્ટ ટ્રાવેલર ઈન્ડિયા, બ્રાઇડ્સ, ટ્રાવેલ અને લેઝર ઇન્ડિયા જેવા ફેશન મેગેઝિનના કવર પેજ પર પણ આવી ચૂકી છે.  દીપા એસ્ટિ લાઉડર અને મેબ્લિનની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે.

માસૂમ મીનાવાલા:

માસૂમ મીનાવાલાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાની ઓળખ બનાવી ચૂકી  છે. માસૂમ ઘણી મોટી બ્રાન્ડ્સની એમ્બેસેડર રહી ચૂકી છે.  તે દરેક બજેટમાં નાના ફેશન વીડિયો બનાવીને સારી બ્રાન્ડ્સ વિશે માહિતી પણ આપે છે.

કોમલ પાંડેય:

યુટ્યુબ વીડિયોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર કોમલ પાંડેય આજે ​​ફેશન જગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.  કોમલની આવડત એવી છે કે તે એક જ કપડાં ૧૦ અલગ અલગ રીતે પહેરી શકે છે. તેની બોલ્ડ સ્ટાઇલ અને કપડા વિશેના નવા નવા પ્રયોગો લોકોને ખૂબ જ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Aashna Shroff (@aashnashroff)

આશના શ્રોફ:

મુંબઈની રહેવાસી આશના શ્રોફ ફેશન અને બ્યુટી ઈન્ફ્લુએન્સર છે. આશના એ પોતાનું કરિયર ફેશન બ્લોગથી ચાલુ કર્યું હતું. તે ફેસબુક પર પોતાના ઈ-શોપ નું પ્રમોશન કરતી હતી. પરંતુ હવે તે સંપૂર્ણ રીતે ફેશન જગત સાથે જોડાઈ ચૂકી છે. તે લોકોને લેટેસ્ટ ટ્રેન્ડ વિશે અપડેટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Juhi Godambe (@juhigodambe)

જુહી ગોદાંબે:

જુહી ગોદાંબે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ભારત ગોદાંબેની પુત્રી છે. જુહી બાળપણથી જ ગ્લેમરની દુનિયાથી વાકેફ રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર તેની પોતાની એક અલગ સ્ટાઈલ છે. જો તમારે દરરોજ ની સ્ટાઇલ અને ફેશન વિશે ટીપ્સ જોઈએ તો તમે તેને અનુસરી શકો છો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *