આ ઈમાનદાર ટેમ્પો ચાલકે એક NRI યુવક સુધી પહોચાડ્યા તેના ખોવાયલા પૈસા અને ડોક્યુમેન્ટ

આજના આ કળીયુગમાં હજુ પણ પ્રમાણિકતા જોવા મળે છે ખરી. તમે પણ ઘણીવાર આવા કિસ્સાઓ સાંભળતા જ હશો. માનવીમાં હજુ ઘણી પ્રમાણિકતા છે અને તે આ લેખ દ્વારા ખબર પણ પડી ગઈ. આજે અમે તમને જણાવીશું વડોદરાના એક એવા યુવક વિશે જેની પ્રમાણિકતા ની શું વાત કરવી. તેમણે એક NRI યુવકને ખુબ જ સારો અનુભવ કરાવ્યો હતો. આવો જાણીએ તેની પૂરી ઘટના વિશે ..

તમને જણાવી દઈએ કે અમેરિકાથી 20 દિવસ પહેલા જ નમન રાય ડાકોર આવેલા. સોમવારે સવારે તે તેના ભાઇની બાઇક લઇને ડાકોરથી વડોદરા જવા  માટે નિકળ્યો હતો. તેના ડોકયૂમેન્ટસ, ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ અને રોકડા રૂ. 40 હજાર સહીત અન્ય સામાન ભરેલી બેગ તેણે બાઇકની પાછળ બાંધેલી હતી. 11 વાગ્યાની આસપાસ તે વાસદ ટોલનાકે પહોંચ્યો હતો.

Hands of two businesspeople discussing a contract

ટોલનાકાથી 11 કિ.મી આગળ ગયા પછી અચાનક તેનું ધ્યાન પાછળ પડ્યું તો તેની બેગ જોવા મળી ન હતી. જેથી બેગ શોધવા માટે પાછો ટોલનાકા તરફ ગયો અને શોધખોળ કરી પરંતુ બેગ ના મળી. છેવટે તેણે આશા છોડી દીધી કે તેને તેની બેગ અને તેમા મૂકેલા ડોક્યૂમેન્ટસ તેમજ રોકડા રૂપિયા 40,000 પાછા મળશે, રૂપિયા કોઇ જરૂરીયાતમંદને મળે તો સારૂ એવુ વિચારી તે વડોદરા તેના ભાઇના ઘરે આવી પહોંચ્યો હતો.

Photographing document

ઘરે પહોંચ્યા ને થોડા સમયમાં તેને ડાકોર એચડીએફસી બેન્કમાંથી ફોન આવ્યો કે, તમારા કોઇ ડોક્યૂમેન્ટ્સ ખોવાયા છે, એટલે તેણે કહ્યું હા… બેન્ક મેનેજરે કહ્યું એક ભાઇ આણંદ છે જે તમારૂ ખોવાયેલુ બેગ પાછુ આપવા માટે આવ્યાં છે. જેથી તે તેના ભાઇ સાથે આણંદ સ્થિત એચડીએફસી બેન્કની મેઇન બ્રાન્ચમાં પહોચ્યાં હતા. ત્યારે મેનેજરે તેમને એક દાઢી વાળા ભાઇ સાથે મળવ્યા અને કહ્યું આ લો તમારૂ બેગ… બેગમાં તપાસ કરતા વોલેટમાં મૂકેલી એક નોટ આમથી તેમ થઇ ન હતી.

જે ભાઇએ તેને તેનું બેગ આપ્યું તેમને નામ પુછતા પોતાનુ નામ યુનુસ રઝા જણાવ્યું હતું. જેથી તેણે યુનુસભાઇને પુછ્યું કે, તમે કંઇ રીતે મને શોધ્યો ત્યારે તેમને કહ્યું, તમારી બેગ મને વાસદ ટોલનાકા પાસા મળી હતી. બેગ ખોલીને જોતા એમા તમારા ડોક્યૂમેન્ટ્સ અને વિદેશી બેન્કના ઘણા બધા કાર્ડ જોવા મળ્યાં તેમજ રોકડા રૂપિયા પણ હતા. કાર્ડની તપાસ કરતા એચડીએફસી બેન્કનુ એક કાર્ડ મળ્યું, જેથી હું મારો ટેમ્પો લઇને બેન્કમાં આવ્યો અને મેનેજર સાહેબ ને મળ્યો હતો. મેનેજર સાહેબે તપાસ કરી તો તમારૂ ખાતુ ડાકોર બ્રાન્ચનુ હોવાનુ જણાયુ એટલે ડાકોરથી તમને ફોન કરાવી તમારો સપર્ક કર્યો.

ડોક્યૂમેન્ટસ અને રોકડ રકમ સાથેની બેગ પરત મળતા જ તેણે રોકડા 20 હજાર કાઢી ભેટ પેટે યુનુસભાઇને આપતા, તેઓએ કહ્યું “સાહેબ હું તો ભલાઇનુ કામ કરૂ છું, બસ કોઇ વ્યક્તિ દુખી ના થવો જોઇએ, એ જ મારા જીવનનો ઉદ્દેશ્ય છે. ટેમ્પો ચલાવીને મારા પરિવારનુ ગુજરાન ચલાવી શકુ એટલુ કમાઇ લઇ છું, એટલે મારે આ રૂપિયા નથી જોઇતા.” અનેક વખત સમજાવ્યાં છતાં યુનુસભાઇએ રૂપિયા સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દઇ ત્યાંથી નિકળી ગયા હતા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *