પશ્ચિમ બંગાળનું આ હિલ સ્ટેશન કોઈ સ્વર્ગથી ઓછું નથી

જો તમે પશ્ચિમ બંગાળ ની કેટલીક સારી જગ્યા ની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો કુર્સિઓંગ થી શ્રેષ્ઠ સ્થાન કોઈ નથી.

Image Source

પશ્ચિમ બંગાળનું એક સુંદર શહેર હિમાચલ અને ઉત્તરાખંડથી ઓછું નથી. હા, અમે વાત કરી રહ્યા છીએ પશ્ચિમ બંગાળના કુર્સિઓંગ શહેરની. જોકે બંગાળમાં જોવાલાયક સ્થળો ઘણા છે, પરંતુ પ્રાકૃતિક સૌંદર્ય અને નજારા થી ભરપૂર આ શહેરનું નામ કુર્સિઓંગ છે. સિલિગુડી અને દાર્જિલિંગ હાઇવે પર સ્થિત, કુર્સિઓંગ તેની પ્રાકૃતિક  સુંદરતા, ધોધ, ચા ના બગીચા અને પ્રાચીન મંદિરો માટે પ્રખ્યાત છે. કોઈ પણ પર્યટક માટે આ સ્થાન સ્વર્ગથી ઓછું નથી. જો તમે પણ પશ્ચિમ બંગાળમાં ફરવાનું વિચારી રહ્યા છો, તો જરૂર થી કુર્સિઓંગના આ શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લો.

ઇગલ્સ ક્રેગ, વ્યૂ પોઇન્ટ

Image Source

ઇગલ્સ ક્રેગ કુર્સિઓંગ તેમજ સમગ્ર પશ્ચિમ બંગાળ માટે એક પ્રખ્યાત સ્થળ છે. આ સ્થળ પર થી તમે આસપાસના પર્વતો, ચા ના બગીચા વગેરેનો નજારો જોઈ શકો છો. એવું કહેવામાં આવે છે કે આ વ્યૂ પોઈન્ટ થી નેપાળની ટેકરીઓ પણ  જોઈ શકાય છે. પશ્ચિમ બંગાળમાં આ જગ્યા ખાસ કરીને કપલ માટે ખૂબ જ લોકપ્રિય છે. જો તમે કુર્સિઓંગ ફરવા  જઇ રહ્યા છો, તો ચોક્કસ આ સ્થાન પણ જરૂર થી ફરો.

 કુર્સિઓંગ રેલ્વે સંગ્રાલય

Image Source

દેશના મોટાભાગના હિલ સ્ટેશનો પર્યટકો દ્વારા રમકડાની ટ્રેનોને ખૂબ પસંદ કરવામાં આવે છે. જ્યારે ટ્રેન  જંગલો અને ટેકરીઓમાંથી પસાર થાય છે, ત્યારે દૃશ્ય જોવા લાયક હોય છે. જો તમારે પણ કુર્સિઓંગમાં રમકડાની ટ્રેન માં મુસાફરી કરવી હોય તો તમારે અહીં જરૂર થી આવું જોઈએ. જો તમારે દાર્જિલિંગ હિમાલયન રેલ્વેને નજીકથી જાણવું છે , તો તમારે કુર્સિઓંગ રેલ્વે સંગ્રાલય ની મુલાકાત લેવી જ જોઇએ. જો તમે બાળકો સાથે ફરવા જઇ રહ્યા છો, તો નિશ્ચિતરૂપે અહીં આવો.

કુર્સિઓંગ ફિયર પાર્ક

Image Source

કુર્સિઓંગમાં આવેલ ડીયર પાર્ક પણ જોવાલાયક સ્થળ છે. સ્થાનિકો આ પાર્ક ને સેટેલાઇટ પાર્ક તરીકે પણ ઓળખે છે. જો તમે પ્રકૃતિપ્રેમી ની સાથે સાથે પ્રાણીપ્રેમી પણ  છો, તો તમારે આ પાર્કની મુલાકાત લેવી જ જોઇએ. આ પાર્ક માં દુર્લભ પ્રજાતિ ના પ્રાણી પણ છે, જે તમે કદાચ ક્યારેય પણ જોયા નહીં હોય.  તમે સ્થાનિક અધિકારીને પૂછીને આ પાર્ક માં ફરવા જઈ શકો છો.

કુર્સિઓંગ ટી ગાર્ડન્સ

Image Source

સિલિગુડી અને દાર્જિલિંગ નજીક કુર્સિઓંગ શહેરો ફરતા હોવ, અને ત્યાં ફરવા માટે કોઈ ટી ગાર્ડન નથી.તેવું તો શક્ય બાને જ નહીં.  જો તમને કુર્સિઓંગ સફર દરમિયાન ચાના બગીચામાં ફરવાનું મન થાય , તો તમારે કુર્સિઓંગ ટી ગાર્ડન્સની મુલાકાત જરૂર થી  લેવી જ જોઇએ. તમે અહીં ફરવા ની સાથે ચાનો આનંદ પણ લઈ શકો છો. મિત્રો અને પાર્ટનર  સાથે ફરવા માટે આ એક ઉત્તમ સ્થળ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *