આ વ્યક્તિએ રિક્રિએટ કર્યું પત્નીનું મેટરનીટી ફોટોશુટ, કારણ જાણીને તમે તમારા આંસુ નહી રોકી શકો

Image Source

દીકરી ના બર્થડે પર રિક્રિએટ કર્યું ફોટોશૂટ

વ્યવસાયથી શિક્ષક જેમ્સ અલ્વરેઝએ પોતાની એકની એક દીકરી એડલિન નો પ્રથમ બર્થડે ઉજવ્યો હતો. દરેક માતા-પિતા માટે પોતાના બાળકનો પ્રથમ જન્મદિવસ ખૂબ જ યાદગાર હોય છે તેવું જ કંઇક જેમ્સ એલ્વરેઝ માટે પણ હતું.તેમની આ જન્મ દિવસને યાદગાર બનાવવા માટે જુના ફોટો શૂટને રિક્રિએટ કર્યો હતો.

Image Source

પત્નીની યાદમાં ફરીથી કર્યું ફોટોશૂટ

જેમ્સે પોતાની દીકરી ના પ્રથમ જન્મ દિવસે પોતાની પત્ની યેસેનિયા એગુઈલર ના મેટરનીટી ના પોઝ ને ફરીથી પડાવ્યા હતા. ખરેખર તો તે પોતાની દિકરીના જન્મ દિવસે પોતાની પત્નીને ખૂબ જ યાદ કરી રહ્યા હતા તેથી તેમની પત્નીની યાદમાં તેમને ફરીથી તે જ મેટરનીટી ફોટોશૂટને રિક્રેએશન કરવાનો પ્લાન બનાવ્યો.

Image Source

પ્રેગનેન્સીમાં ગુજરી ગઈ હતી પત્ની

જેમ્સ અલ્વરેઝની પત્ની પોતાના મૃત્યુ સમયે 35 અઠવાડિયા ની પ્રેગ્નેટ હતી. તે સાંજે ચાલવા જતી હતી તે સમયે એક કારની ઝપેટમાં આવી જવાથી તેનું મૃત્યુ થયું હતું અને તે જ સમયે ડોક્ટરોએ સી સેકશન કરીને તેમના ગર્ભમાં વિકસિત બાળકીનો બચાવ કરી લીધો હતો.

Image Source

દીકરી ને સમર્પિત કરી પોતાની જિંદગી

જેમ્સ અલ્વરેઝએ પોતાનું જીવન પોતાની દીકરીને સમર્પિત કરી દીધું છે. તેમનું કહેવું છે કે જો તેમની પત્ની જીવિત હોત તો પોતાની દીકરીના પ્રથમ જન્મદિવસે ખુબ જ ખુશ હોત અને ખૂબ જ ધૂમધામથી પોતાની દીકરી નો જન્મદિવસ સેલિબ્રેટ કરતી. તેમની પત્ની ન હોવાથી તે માતા અને પિતા બંને નો પ્રેમ પોતાની દીકરીને આપવા માંગે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment