છોકરી નો જન્મ થાય તો ફી નથી લેતી આ મહિલા ડોક્ટર જાણો ડોક્ટરના આ મિશન પાછળનું કારણ 

Image Source

ડોક્ટર શિપ્રા બાળકી નો જન્મ થાય તો કોઈ જ ચાર્જ લેતા નથી પરંતુ મીઠાઈઓ વહેંચે છે અને લોકોને ઉપહાર આપે છે તેથી લોકો બાળકી ને ભારરૂપ ના સમજે.

“પુત્રીનો જન્મ થાય તો સન્નાટો અને માતમ છવાઈ જાય છે પરંતુ જો પુત્રનો જન્મ થાય તો ઢોલ અને નગારા વગાડવામાં આવે છે. હોસ્પિટલમાં પુત્રીનો જન્મ થવા પર માતમ જોઈને મને ખૂબ જ દુઃખ થયું એટલા માટે જ પુત્રીના જન્મ થવા પર મેં ફી લેવાનું બંધ કરી દીધું”.

વારાણસીની શિપ્રા નું આ કહેવું છે. શિપ્રા વ્યવસાયથી એક ડોક્ટર છે. વારાણસીમાં જ તે પોતાની હોસ્પિટલ ચલાવે છે.

પ્રશાસન દ્વારા જોવા જઈએ તો કન્યા ભૃણ હત્યા રોકવા માટે ઘણા બધા પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ માં જોઈએ તો આ પ્રયાસો પર શંકા ઉત્પન્ન થાય છે. સંઘની રિપોર્ટ અનુસાર ૨૦૧૩ થી ૨૦૧૭ની વચ્ચે લાખ છોકરીઓ ગાયબ થઈ ગઈ. પુત્રીઓને જન્મ ના પહેલા જ મારી નાખવામાં આવે છે. અને જો પુત્રીનો જન્મ થઈ પણ જાય તો જન્મ પછી તેની બરાબરીના અને તેના અધિકાર ની સુવિધાઓ આપવામાં આવતી નથી. આજના આ લેખમાં આપણે જાણીશું કે બહાદુર અને ખૂબસૂરત મહિલા ની વાત જે ઘણા વર્ષ થી પુત્રીઓના જન્મ થવા પર કોઈ જ શુલ્ક લેતી નથી. પરંતુ પુત્રીના જન્મ થવા પર ખુશી વ્યક્ત કરે છે અને મીઠાઈ વહેંચે છે.

Image Source

કહવામાં આવે છે કે પતિ એ આપ્યો હતો આ સુંદર વિચાર

ડોક્ટર શિપ્રા જણાવે છે કે જ્યારે હોસ્પિટલમાં સ્ત્રીઓ ડીલીવરી માટે આવતી હતી ત્યારે જો પુત્રીનો જન્મ થઈ જાય તો તે ખૂબ ઉદાસ થઈ જતી હતી. આમ માયુસી અને ઉદાસી જોઈને ડોક્ટર શિપ્રા પરેશાન થઇ ગઈ હતી. ત્યારે તેમણે વિચાર્યું કે એવું કંઈક કરીએ જેનાથી પુત્રી નો જન્મ થવા પર પરિવારને દુઃખ ન થાય. તેમણે વિચાર્યું કે પુત્રીના જન્મ થવા પર પરિવારને કોઇ ભેટ આપવી જોઈએ. અને તેમના પતિએ તેમને એક વિચાર આપ્યો કે ભેટ આપવાથી થોડા સમય માટે તે લોકો ખુશ થશે પરંતુ પુત્રીની ફ્રી ડીલેવરી કરીશું ત્યારે તે લોકો પુત્રીને બોજ નહીં સમજે. શિપ્રા એ પતિ ના આ વિચાર ઉપર કામ કર્યું અને આજ સુધીમાં આશરે 300 કરતાં વધુ  દીકરીઓ ની ફ્રી ડીલેવરી કરી છે.

ડૉક્ટર શિપ્રા એ જણાવ્યું કે તેમના પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. તેના કારણે તેમનું લાલન-પાલન તેમના મામા ના ઘરે થયું હતું. તે વધુ સમય સ્ત્રીઓની વચ્ચે જ રહ્યા અને આ જ કારણથી તેમને સ્ત્રી પ્રત્યે સંવેદના વધારે હતી અને ભવિષ્યમાં બાળકીઓ ને માટે હિંમત ભર્યું કામ કરી શકી.શિપ્રા જણાવે છે કે મારા આ વિચાર ને માત્ર મારા પતિ જ નહીં પરંતુ મારા સાસરીવાળા એ પણ મને સપોર્ટ કર્યો.

ડોક્ટર શિપ્રા જણાવે છે કે બાળકી ના જન્મ પર જો પરિવારને ફી આપવી પડે તો તેમનું પહેલું રિએક્શન એ જ હોય કે “અરે મેડમ એક તો પેટ ચીરી નાખ્યું અને પાછી છોકરી આવી ઉપરથી તમે પૈસા માંગશો? ” શિપ્રા જણાવે છે કે આ વાત તે લોકો ત્યારે નથી કરતા જ્યારે પુત્રનો જન્મ થાય છે અને ઓપરેશન કરવું પડે છે.શિપ્રા નું કહેવું છે કે એક સ્ત્રી હોવાને લીધે છોકરી પ્રત્યે આવું વલણ જોઈને હું ચિંતિત થઇ જતી હતી. શિપ્રા જણાવે છે કે અમારી હોસ્પિટલમાં અમુક વખત છોકરાનો જન્મ થયો તો અમુક વખત છોકરીનો. આ અમારા બાળકોને પણ ખબર પડી જાય છે. શિપ્રા નું ઘર ઉપર છે અને તેમનું નર્સિંગ હોમ તે નીચે ચલાવે છે જે દિવસે પુત્રનો જન્મ થાય તે દિવસે શોર બકોર થઈ જાય છે અને બાળકોને આવા અવાજ સંભળાય છે કે “ અરે પુત્રનો જન્મ થયો છે હું દાદી બની ગઈ” અને પુત્રીના જન્મ થવા પર સન્નાટો રહે છે.

Image Source

સરકારી મદદ વગર કરે છે કામ

ડોક્ટર શિપ્રા જણાવે છે કે તે ઘણા વર્ષો થી પ્રેક્ટિસ કરે છે તેમના કામના દરમિયાન જ્યારે પુત્ર અથવા તો પુત્રીને લઈને ભેદભાવ જોયો ત્યારે “ પુત્રી નથી બોજ આવો બદલીએ સોચ” આ વાતનું અભિયાન ચલાવ્યું. હોસ્પિટલનો ખર્ચ કેવી રીતે કાઢે છે આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જ્યારે જરૂરિયાત ઓછી થાય છે ત્યારે ખર્ચ પણ ઓછા થાય છે. બસ આ જ વિચાર પર તે પોતાની હોસ્પિટલ ચલાવે છે તેમને જણાવ્યું કે હવે તો એવા કિસ્સાઓ પણ આવી રહ્યા છે કે નવ મહિના સ્ત્રી બીજે સારવાર લે છે પરંતુ જ્યારે ડીલેવરી નો સમય આવે છે ત્યારે તે અમારી હોસ્પિટલમાં આવે છે.

Image Source

પ્રધાનમંત્રી મોદીજી એ પણ કરી હતી પ્રશંસા 

શિપ્રા ની અત્યાર સુધી બે વખત પ્રધાનમંત્રી મોદીજી સાથે વાત થઇ ચૂકી છે. તે જણાવે છે કે મોદીજી લોકસભા ચુનાવ પહેલા જ્યારે વારાણસી આવ્યા હતા ત્યારે એક કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિ ને બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેમાં શિપ્રા પણ સામેલ હતા. ત્યાં અમે બધાએ અમારા કામ વિશે જણાવ્યું પછી મોદીજીએ પોતાના ભાષણ ની વચ્ચે મારા કામના વિશે જણાવ્યું ત્યારે મને ખૂબ જ ખુશી થઈ. અમે તો રડવા લાગ્યા હતા. આટલા મોટા વ્યક્તિ મારા વિશે આટલું સરસ બોલ્યા.

શિપ્રા જણાવે છે કે જ્યારે કોઈ મારા કામ વિશે કહે છે કે તે મોદીજી થી પ્રેરણા લઈને શરૂ કર્યું ત્યારે અમે ગર્વથી કહીએ છીએ કે ના અમે મોદીજી થી પહેલા શરૂઆત કરી હતી. મોદીજીનું “બેટી બચાવો” અભિયાન પછીથી શરૂ થયું હતું. શિપ્રા જણાવે છે કે બેટી બચાવો અભિયાન થી અમારા કામને પણ ઓળખાણ મળશે.

Image Source

શિપ્રા ગરીબ બાળકોને ભણાવે છે

શિપ્રા મફત ડિલેવરી કરાવ્યા ઉપરાંત ગરીબ બાળકોને પણ મફત માં ભણાવે છે. તેમને ત્યાં આજુબાજુ થી ઘણા બાળકો ભણવા આવે છે તે સિવાય દર શનિવારે તેની ઓપીડી મફત રાખે છે જેનાથી ગરીબ લોકો પણ પોતાના ઈલાજ કરાવી શકે. શિપ્રા જણાવે છે કે અમે અમારી તરફથી કોશિશ કરીએ છીએ પરંતુ સમાજમાં પણ ઘણા લોકોએ આ કોશિશ કરવાની જરૂરત છે ત્યારે જ આપણે પુત્રી ને ગર્ભમાં મારવા થી બચાવી શકીશું.

Image Source

વિચારસરણી બદલવાની જરૂર : ડોક્ટર શિપ્રા

ડૉક્ટર શિપ્રા એ પુત્રીની મફત ડીલેવરી ની શરૂઆત વર્ષો પેહલા કરી હતી. પરંતુ આજે તે પોતાનું કામ તેવી જ રીતે કરે છે શિપ્રા કહે છે કે કોઈ એકના કરવાથી આખો સમાજ નહીં બદલે પરંતુ આપણે સમાજની પૂરી વિચારસરણી બદલવી પડશે પોતાના કામનો અનુભવ જણાવતા કહે છે કે હવે તો એવા કેસ આવે છે કે જેમાં પુત્રી થવા પર લોકો ખુશી વ્યક્ત કરે છે અને કહે છે કે “મેડમ બધાઈ હો લક્ષ્મી આવી છે”. હવે મારા પૈસા ખર્ચ નહીં થાય. શિપ્રા ખુશ થઈને કહે છે કે જે ડાયલોગ અમે લોકોને કહેતા હતા હવે તે મને કહે છે.

શિપ્રા ના પ્રયાસોથી આજે એમણે ઘણી બાળકીને બચાવી છે તેમનું કામ આજે પણ તેવી જ રીતે ચાલે એવી ભગવાન ને પ્રાર્થના. આપણે શિપ્રા જેવા લોકોથી શીખ લેવી જોઈએ. આપણે દીકરીઓ ને પુત્ર ના બરાબરીની શિક્ષા અને આઝાદી આપવી જોઈએ જેનાથી તે પુત્ર કરતા પણ વધુ નામ કમાશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *