જાણો રાજકોટ ના આ સ્ત્રી શિક્ષક વિશે કે જેમણે પોતાની અગાશી પર બનાવ્યો શાકભાજીઓ નો બગીચો

હાલ પ્રવર્તમાન સમયમા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે ત્યારે ડુંગળીના ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યા છે અને તેવામાં ઘરમાં કિચન ગાર્ડનિંગ અથવા તો ટેરેસ ગાર્ડનિંગ એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામા આવે છે. જેમા શાકભાજી સહિત ના પ્લાન્ટ ને તમે ઉગાડી શકો છો અને શાકભાજી નો ખર્ચ ઘટાડી શકો છો. રાજકોટ શહેરમા મહિલા યોગ અને આર્ટ ઓફ લિવિંગનાં શિક્ષિકા મંજુબેને પોતાના ઘરની અગાસીમાં ઓર્ગેનિક ફાર્મ બનાવ્યું છે, જેમાં લસણ, ડુંગળી, ટમેટાં, મૂળા, મરચાં, કોબીઝ, ફ્લાવર અને ઔષધિય વનસ્પતિ સહિત ૪૦૦ જેટલા પ્લાન્ટ ઉછેર્યા છે, જેને કારણે તેમને બજારમાં શાક ખરીદવા જવું પડતું નથી.

image source

સીઝન મુજબ ઉગાડે છે શાકભાજી :

તેણી પોતાના ઘરમા સીઝન મુજબ લસણ, ડુંગળી, ટામેટાં, મૂળો, મરચાં, કોબીઝ, ફ્લાવર સહિતની શાકભાજી અગાસી પર ઉગાડે છે. બહાર કરતા ઘરની આ શાકભાજી સસ્તી પડે છે.

image source

વર્ષથી કરે છે કાર્ય :

તેણી છેલ્લા ૬ વર્ષથી ગાર્ડનિંગનુ કામ કરે છે. તેમણે જણાવ્યુ હતુ કે, મારા ઘરની જરૂરિયાત મુજબ તમામ શાકભાજી મે મારી અગાસી પર વાવી છે. જો બરાબર આયોજનથી વાવવામાં આવે અને સાચવવામાં આવે તો ગૃહિણીને શાક-ભાજીના ખર્ચમાં પચાસ ટકા સુધીની બચત કરી શકે છે.

વિચાર કેવી રીતે આવ્યો?

આ અંગે વાત કરતાં સમયે તેણીએ જણાવ્યુ હતુ કે, હુ એક ખેડૂત ની પુત્રી છુ પરંતુ, નાનપણથી એક શેઢો કેમ પાડવો એ હુ જાણતી નહોતી. આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયા બાદ ઓર્ગેનિક ફાર્મિંગ અંગેના વર્કશોપ એટેન્ડ કર્યા હતા. ત્યારબાદ આ રીતે ટેરેસ ગાર્ડન નો કોન્સેપ્ટ મારા ઘરે વિકસાવવા નો વિચાર આવ્યો હતો. ધીમે-ધીમે તેણીએ આ ક્ષેત્રમાં આગળ વધીને અંદાજે પાંચ હજારથી વધુ લોકોને આ ક્ષેત્રે માહિતી આપી ચૂક્યાં છે.

image source

સૂકા પાંદડાઓમાથી બનાવાય છે ખાતર :

તેણીએ જણાવ્યું હતુ કે, લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે ઘરે આ બધુ ઊભુ કરવું અને તેની સારસંભાળ કેવી રીતે રાખવી? પરંતુ, આ ખર્ચ અને સારસંભાળ વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ ત્યારબાદ કોઈ જ ચિંતા નથી રહેતી. તમે પ્લાન્ટનાં સૂકાં પાન વગેરેનો કચરો એકત્રિત કરી તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકો. હું દરરોજ ની ફક્ત અડધી કલાક આ ગાર્ડન ની માવજતને આપું છું.

image source

શાકભાજીની સાથે ફળો પણ ઉગાડ્યા :

શાકભાજીની સાથોસાથ તેમણે ફ્ળો ની ખેતી પણ કરી. તેમણે જણાવ્યું હતું કે, ફળોમા તેમણે  જામફળ, દાડમ, કેળ સહિતનાં ફળોનાં વૃક્ષો ઉગાડ્યાં છે. આ ગાર્ડનિંગ નો ફાયદો એ છે કે, તમને શાકભાજી ભાવની દ્રષ્ટિએ સસ્તી અને સારી મળે છે તથા ઘરની શાકભાજી ખાવાથી તમારા સ્વાસ્થ્ય ની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે.

image source

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *