આ કસરત થી ઓછી થશે પેટ ની ચરબી, પણ આ સાવધાની પણ જરુરી છે.

Photo by Sergio Pedemonte on Unsplash

આજ કાલ લોકો ફિટનેસ ને લઈ ખૂબ સજાગ થઈ ગયા છે. અહી ઉમર ની કોઈ સીમા નથી ન તો કોઈ પડાવ છે. આપણાં શહેર માં ઠેર ઠેર જિમ ખૂલી ગયા છે, જ્યાં સવારે અને સાંજે પુષ્કળ પ્રમાણ માં લોકો વ્યાયામ કરવા આવે છે. અને તેના થકી ફિટ રહેવાની કોશિશ કરે છે.
તેમા એક તબ્બકો(35 થી 50 વર્ષ ના લોકો) નો છે જે વજન ઓછું કરવા અને સ્વસ્થ રહેવાની ભાવના થી વ્યાયામ કરતાં હોય છે. જ્યારે એક વર્ગ(યુવા વર્ગ/ 18 થી 30 વર્ષ) જે ફિટનેસ ની સાથે પર્ફેક્ટ બોડી શેપ પણ ઇચ્છતા હોય છે.
લગભગ એટલે આજ કાલ ની યુવા પેઢી સિક્સ પેક એબ્સ બનાવા માટે મહેનત કરે છે. પણ આ કોશિશ માં ઘણા લોકો પાસ થાય છે તો ઘણા ફેઇલ. એવું એની માટે થાય છે કે ઘણી પ્રૅક્ટિસ છતાં વ્યાયામ માં કોઈ કસર બાકી રહી ગઈ હોય. પણ નિરાશ થવાની જરૂર નથી. જો તમે પણ તમારા પેટ ની ચરબી ને ઓછી કરવા માંગો છો તો આ એક વિકલ્પ છે જે તમારી આ ઈચ્છા ને પૂરી કરી શકે છે. કેવી રીતે ચાલો જાણીએ..

પ્લેકિંગ થી ઓછી થશે ચરબી

પ્લેકિંગ એક એવી કસરત છે કે જેની માટે તમારે જિમ જવાની જરૂર નથી. પણ તમે તેને ઘરે પણ કરી શકો છો. લંડન માં એક જિમ (સ્ટુડિયો વન રેબેલ) ટ્રેનર વિકી સોયાર કહે છે કે ફિટ રહેવા અને પેટ ઓછું કરવાના કેટલાક ગેર સૌંદર્ય લાભ પણ છે.
તે કહે છે કે આ કસરત થી પેટ, છાતી, અને પેટ નો ભાગ(કોર) મજબૂત બને છે. જેનાથી શરીર એક સારા શેપ માં આવે છે. આ કસરત થી જે લોકો ના ખભા આગળ ની તરફ જુકી ગયા હોય છે તે સરખા શેપ માં આવે છે. જેના લીધે ખૂંધ જેવી સમસ્યા નથી થતી. જો તમારો કોર મજબૂત હોય તો તમે વાગવા થી બચી શકો છો. કોરર ની મજબૂતી ને કારણે તમે સારી રીતે વર્ક આઉટ કરી શકો છો.

હાથ અને ગરદન માટે ખૂબ સારી છે પ્લેકિંગ

પ્લેકિંગ થી તમે કોર( એબ્સ), પીઠ અને છાતી જ મજબૂત નથી થતી પણ તેના દ્વારા હાથ, ગરદન ને પણ મજબૂતી મળે છે. આ કસરત દરમિયાન તમારે તમારા શરીર ના વજન ને રોકવું પડે છે. પ્લૅનક તમારી રોજબરોજ ની ગતિ વિધિઓ સાથે પણ જોડાયેલ છે. ખાસ કરી ને જ્યારે તમારો ખભો કોઈ ભારે બેગ ઊચકે છે.
દર દિવસે, એક મિનિટ
અનુભવ ના આધારે સોયાર કહે છે કે તેમણે 30 દિવસ ની અંદર દરેક દિવસે એક મિનિટ માટે પ્લેન્ક(હાથ ના બળે શરીર ને રોકવું) કરવાની કોશિશ કરી છે. પણ એ વખતે પ્લેન્ક માટે કોઈ સમય નિર્ધારિત ન હતો. પણ તેઓ પ્લેન્ક ખોટી રીતે તો નથી કરતાં તે જાણવા માટે તેઓ આ કસરત એક્સપર્ટ ની દેખરેખ માં જ કરતાં હતા.

પ્લેકિંગ દરમિયાન ન કરવી આ ભૂલો

Photo by Luis Quintero on Unsplash

આમ તો આ કસરત દરમિયા નાની મોટી ભૂલો તો થાય છે પણ આ કસરત માં લોકો પોતાના ખભા ને અંદર ની તરફ જુકાવી લે છે. જો તમે એવું જાણવા માંગતા હોવ કે તમારી આ કસરત બરાબર રીતે થાય છે કે નહીં તો તમે આ વિકલ્પ દ્વારા જાણી શકો છો.

  • થર્ડ સ્પેસ લંડન ના ટ્રેનર કેટ મેક્સે ના અનુસાર પ્લેકિંગ શરૂ કરવા માટે જમીન પર સૂઈ જાવ.
  • તમારા બંને હાથ ની કોણી ને ખભા ના નીચે લઈ જાવ અને બંને હાથ ની મુઠ્ઠી બનાવી ને ફોરઆર્મ્સ ને જમીન પર સીધું કરો.
  • તમારી એડી ને ઉપર રાખતા પગ ની આંગળી ને નીચે ની બાજુ ખેચો.
  • તમારા કુલ્લા ને જમીન થી ઉપર તરફ ખેચો. અને તમારા કુલ્લા ના ઉઆપર નો ભાગ પીઠ ની સીધી લાઇન માં રહે તેનું ધ્યાન રાખવું.

પ્લેકિંગ દરમિયાન સાવધાની જરૂર થી રાખવી.

ડોક્ટર ફાતિમા ને અનુસાર પ્લેકિંગ દરમિયાન સાવધાની રાખવી ખૂબ જરુરી છે. જો કોઈ પ્રકાર ની ભૂલ થાય છે તો તેના ગંભીર પરિણામ થઈ શકે છે.
જેમ કે,

માશપેશીઓ માં દર્દ:

પ્લેકિંગ દરમિયાન થોડી પણ ભૂલ થી મસલ્સ બ્રેક થઈ શકે છે, જેનાથી દુખાવો થઈ શકે છે. ત્યાં જ વધુ ગંભીર પરિસ્થિતિ માં ઇન્ફેકશન પણ થઈ શકે છે.

સાંધા માં દુખાવો:

પ્લેકિંગ દરમિયાન ભૂલ થવા થી હાડકાં ના સાંધા માં ગેપ થવાની શક્યતા વધી જાય છે.

નસો માં ખેચાણ:

નસો માં વધુ ખેચાણ થવાથી નસો નબળી થતી જાય છે. જેનાથી અસહનીય દર્દ થાય છે અને તે અચાનક થાય છે.
આ રીતે જો પ્લેકિંગ બરાબર ન કરવાથી આવા પ્રકાર ની સમસ્યા થઈ શકે છે. તેમજ ડોક્ટર કહે છે કે આ સમસ્યા એવી છે કે જે ઉમર ભર હેરાન કરી શકે છે. એટલે સાવધાની થી અને ટ્રેનર ની મદદ થી જ આ કસરત કરવી.

આમ આ કસરત કરવાથી તમારી પેટ ની ચરબી પણ ઓછી થશે સાથે તમારા માં સકારત્મક ઉર્જા પણ પેદા થશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author :FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *