ખરાબ વાળને તરત જ સુધારી શકે છે આ આયુર્વેદ ઔષધી

Image source

શિકાકાઈથી આમ તો બધા પરિચિત હોય છે પણ આજના આર્ટીકલમાં તમને જે જાણકારી મળવાની છે એ જાણકારી તમને લગભગ જાણતા નહીં હોય! શિકાકાઈ એટલે વાળ માટેનું એક ફળ. વર્ષોથી શિકાકાઈ વાળની કાળજી રાખવા માટે વપરાય છે ને’ આજે પણ તેની પ્રસિદ્ધિ ઓછી થઇ નથી.

શિકાકાઈ આયુર્વેદમાં બહુ જાણીતી ઔષધી છે તેમજ તેનાથી વાળને કોઈ આડ અસર થતી નથી. વાળને મજબુત, ચમકીલા તેમજ અકાળે સફેદ થતા અટકાવવા માટે શિકાકાઈ બહુ અસરકારક છે. તો ચાલો, શિકાકાઈની વિશેષ માહિતી જાણીએ આજના આર્ટીકલમાં :

શિકાકાઈ ક્યાં ઉગાડવામાં આવે છે?

મધ્ય ભારત શિકાકાઈના ઉત્પાદનમાં વર્ષોથી આગળ રહ્યું છે અને આજે પણ સમગ્ર ભારતમાં અહીં જ સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે. એ સિવાય આયાત-નિકાસની વાત કરીએ તો વિદેશોમાં પણ શિકાકાઈને માન મળ્યું છે એટલે ભારતમાંથી બહારના દેશોમાં શિકાકાઈ મોકલવામાં આવે છે અને હર્બલ પ્રોડક્ટ્સ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

શિકાકાઈની ખાસિયત શું હોય છે?

શિકાકાઈ વાળની ખૂબસુરતી માટે સ્પેશ્યલ ગણાય છે અને જ્યારે બજારમાં અત્યાર જેટલા કેમિકલ્સ યુક્ત શેમ્પુ કે કંડીશનર ન્હોતા ત્યારે શિકાકાઈનો ઉપયોગ મુખ્ય રીતે કરવામાં આવતો હતો. આજે પણ અમુક આયુર્વેદિક શેમ્પુ શિકાકાઈમાંથી બનાવવામાં આવે છે. શિકાકાઈ એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન-એ, વિટામીન-સી, વિટામીન-કે અને વિટામીન-ડી માટેનો ભરપૂર સ્રોત છે. વાળને સારા, મજબુત અને લાંબા રાખવા માટેના જરૂરી એવા બધા પોષક તત્વો શિકાકાઈમાંથી મળે છે.

શિકાકાઈના વિશેષ ફાયદાઓ વિષેની માહિતી :

વાળના વિકાસ :

Image source

શિકાકાઈ એન્ટીસેપ્ટિક હોય છે એટલે વાળનો વિકાસ રોકી શકે એવા ઇન્ફેકશનને દૂર કરે છે અને માથા પરનું પીએચ લેવલ વધારવા માટે ઉપયોગી થાય છે. વાળનો વિકાસ પૂરતા પ્રમાણમાં અને જલ્દી જોઈતો હોય તો આપ શિકાકાઈનો ઉપયોગ કરી શકો છો.

વાળની રૂક્ષતા અટકાવે છે :

Image source

બજારુ તેમજ કેમિકલમાંથી બનેલ પ્રોડક્ટ્સથી વાળ રૂક્ષ બની શકે છે અને વાળ જલ્દી સફેદ થઇ શકે છે. વાળમાંથી સુકાપણું દૂર કરવા માટે શિકાકાઈ અતિ સારો વિકલ્પ છે. તેમજ શિકાકાઈ વર્ષોથી બેજાન થયેલ વાળને પણ ઉપયોગ દ્વારા ધીમે-ધીમે સારા અને ઘટાદાર બનાવી શકે છે.

વાળની ચોક્કસ સફાઈ :

Image source

શિકાકાઈ એક કુદરતી ક્લીનર છે, જે વાળને મૂળથી સારી રીતે સાફ કરી શકે છે. શિકાકાઈથી એક અન્ય ફાયદો એ પણ થાય છે કે વાતાવરણને અનુકૂળ વાળ બને છે અને વાળની સફાઈ એકદમ સારી રીતે થાય છે.

ચમકદાર વાળ :

Image source

સાબુ/શેમ્પુ કે અન્ય હેર ક્લીનર પ્રોડક્ટ્સ વાળને સાફ કરવાની સાથે વાળની કુદરતી ચમક છીનવી લે છે એટલે જો તમે ચમકદાર વાળ બનાવવા ઈચ્છતા હોય તો શિકાકાઈ એ નેચલ હર્બલ પ્રોડક્ટ આપણે ઘણી મદદ કરી શકે એમ છે. જટિલ વાળને પણ શિકાકાઈ લાંબા સમયના ઉપયોગ દ્વારા ચમકદાર અને મુલાયમ બનાવી શકે છે.

સફેદ વાળને અટકાવે છે :

Image source

આજના સમયમાં સફેદ વાળ ઘણી નાની ઉંમરે આવી જતા હોય છે અને એ પર્સનાલિટીને ખરાબ કરે છે. એવામાં આપ શિકાકાઈનો ઉપયોગ શરૂ કરી શકો છો અથવા તો પહેલેથી જ શિકાકાઈના ઉપયોગ દ્વારા સફેદ વાળ આવતા અટકાવી શકો છો. અહીં એક વાતની નોંધ કરવા જેવી છે કે સફેદ વાળ આવવા એ વાતને ઉંમર સાથે સંબંધ હોય છે પણ ઉંમર કરતા વહેલા સફેદ વાળની સમસ્યા હોય તો આપ ચોક્કસ શિકાકાઈનો ઉપયોગ કરી શકો છો.

ખરતા વાળનું સચોટ સોલ્યુશન :

Image source

ખરતા વાળનું સચોટ સોલ્યુશન મળવું હંમેશા અઘરું હોય છે, પણ શિકાકાઈ આ કામ આસાનીથી કરી શકે છે. કેમિકલ યુક્ત દરેક પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ કરીને શિકાકાઈના ઉપયોગ દ્વારા આપ ખરતા વાળને અટકાવી શકો છો.

જૂ અને ખોડા માટે બેસ્ટ ઔષધ :

માથામાં જૂ અને ખોડા માટે પરેશાન થતા ઘણા લોકો જોવા મળે છે. ખાસ કરીને બાળકોની અંદર આ સમસ્યા વધુ જોવા મળે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આપ શિકાકાઈનો પ્રાકૃતિક વિકલ્પ અપનાવી શકો છો. ખોડાની સમસ્યાને દૂર કરવા માટે પણ શિકાકાઈ આપણે મદદ કરી શકે છે.

આયુર્વેદ હંમેશા માનવજાતને મદદ કરવામાં કારગર સાબિત થયું છે; પણ આજનો ઝડપી સમય આયુર્વેદથી દૂર થતો ગયો છે. વર્ષો પહેલા જયારે માર્કેટ, મોલ કે મેડીકલ સ્ટોરની સંખ્યા મોટા આંકડાઓમાં ન્હોતી ત્યારે લોકો આયુર્વેદ પદ્ધતિનો વધારે સહારો લેતા અને એમાં શિકાકાઈને પણ સ્થાન હતું. આપ પણ આજના સમયમાં પૈસાનો બચાવ કરવા માંગતા હોય અને આયુર્વેદના આધારે વાળની કાળજી રાખવા માંગતા હોય તો શિકાકાઈ બેસ્ટ ઓપ્શન છે. આપ આયુર્વેદ સ્ટોર પરથી શિકાકાઈ ખરીદી શકો છો અથવા શિકાકાઈમાંથી બનાવેલ આયુર્વેદ શેમ્પુ કે હેર ક્લીનરનો ઉપયોગ કરી શકો છો.

આશા છે કે આજની રસપ્રદ માહિતી આપને પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી આપના મોબાઇલ કે કોમ્પ્યુટર સુધી મેળવવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહો. ગુજરાતી ભાષાનું એક અદ્દભુત પેજ, જે હંમેશા આપ સુધી કૈંક નવી માહિતી લઈને આવે છે…

#Author : Ravi Gohel

Leave a Comment