તંદુરસ્ત શરીર માટે યોગ્ય વજન જરુરી છે. મોટાપા ના કારણે ડાયાબિટીઝ, હૃદય રોગ અને લીવર સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે. સ્ત્રીઓ કરતા મોટાપા ને લીધે પુરુષો માં રોગનું જોખમ વધી જાય છે. પુરુષો માટે અમુક પોષક તત્વો જરૂરી છે અને વજન ઓછું કરવું તેમના માટે સરળ નથી. ચાલો જાણીએ આવા 7 આરોગ્યપ્રદ આહાર વિશે જે પુરુષો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
હાઇ પ્રોટીન આહાર
પ્રોટીન ની વધુ માત્રા યોગ્ય રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે. ખોરાકમાં વધુને વધુ પ્રોટીન શામેલ થવાથી ભૂખ ઓછી લાગે છે અને વજન નિયંત્રણમાં રહે છે. વજન ઘટાડવા માંટે ઉચ્ચ પ્રોટીન આહાર સ્નાયુઓને મજબૂત બનાવે છે. ઉચ્ચ પ્રોટીન આહારમાંથી કેલરી બર્ન કર્યા પછી પણ શરીર સક્રિય રહે છે. સ્ટડિ અનુસાર, પુરુષો, જે ઉચ્ચ પ્રોટીન ડાયટ લે છે, તે કાયમ માટે તંદુરસ્ત વજન જાળવવામાં સફળ રહે છે.
મેડીટેરેનિયન આહાર
મેડીટેરેનિયન આહારમાં શાકભાજી, ફળો અને માછલીનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુ થી વજન નિયંત્રણ માં રહે છે અને ગંભીર રોગોથી સુરક્ષા મળે છે. મેડીટેરેનિયન આહાર ડાયાબિટીઝ અને હાર્ટ રોગો, તેમજ પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ આપે છે.
આખા અનાજ, છોડ આધારિત આહાર
વજન ઘટાડવા માટે આ ખોરાક પુરુષોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે શાકાહારી આહાર જેવું નથી, જેમાં કોઈ એનિમલ પ્રોડક્ટ શામેલ નથી. આ આહારમાં, શાકભાજી, ફળો, દહીં અને કઠોળ ઉપરાંત, કેટલાક પ્રમાણમાં ઇંડા, ચીઝ અને ચિકન પણ શામેલ છે. આ આહારમાં ફાઇબર અને પોષક તત્વો ભરપુર હોય છે.
લો કાર્બ ડાયટ
આ આહારમાં તમારે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું કરવું પડશે. લો કાર્બ આહાર વજન ઘટાડવા માટે જ નહીં પરંતુ પુરુષોના એકંદર સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. ઘણી સ્ટડિ મુજબ, ઓછી કાર્બ આહાર વજન ઘટાડે છે, કોલેસ્ટરોલ ઘટાડે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. લો કાર્બ ડાયટ એ એક ડાયટ છે, તમે તેને લાંબા સમય સુધી મેન્ટેન કરી શકો છો.
હાઈ ફાઇબર ડાયેટ
હાઈ ફાઇબર ડાયેટ હેલ્ધી વજન જાળવવામાં મદદ કરે છે. 345 લોકો પર કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, ઉચ્ચ ફાઇબરવાળા આહારનું પાલન કરનારા 46 ટકા પુરુષોએ ઝડપથી વજન ઉતાર્યું છે. આંતરડામાં રહેલી ચરબીમાંથી છુટકારો મેળવવા માટે પણ આ ડાયટ અસરકારક છે. આ આહાર તમને ઘણા ગંભીર રોગોથી દૂર રાખે છે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team