17 વર્ષના આ છોકરાએ ખેડૂતો માટે બનાવ્યું સૌથી સસ્તુ ઉપકરણ…વાંચો જાણવા જેવું

Image Source

આજકાલ બાળકો ભણવામાં ઓછુ અને મોબાઈલમાં વધારે ધ્યાન આપતા થઈ ગયા છે. તે સિવાય મોટાભાગના બાળકો આજકાલ તેમના મિત્રો સાથે વધારે રહેતા હોય છે. પરંતુ આજે અમે તમને એવા આશરે  17 વર્ષના બાળક વીશે જણાવા જઈ રહ્યા છે. કે જેના કારણે ઘણા ખેડૂતોને આજે રાહત મળી છે. કારણકે આ બાળકે ખેડૂતો માટે સૌથી સસ્તુ ઉપકરણ બનાવ્યું છે.

તેલગંણાના સૂર્યાપેટ જિલ્લામાં રહેતો અશોક ગોર્ગેએ થોડાક સમય પહેલાજ 12મું ધોરણ પાસ કર્યું. જ્યારથી તેણે 12મું પાસ કર્યું ત્યારથી તે ખેડૂતો માટે કઈક કઈક નવા સાધનો બનાવતો હતો.

સ્કૂલમાં તે ભણવા સિવાય ઘરમાં પડેલી નકામી વસ્તુઓને ભેગી કરીને કઈકને કઈક યુનીક વસ્તુઓ બનાવતો હતો. જ્યારે તે છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે તેણે પાઈપ, સિરિઝ અને સ્પ્રિંગ ભેગા કરીને હાઈડ્રોલિક જેસીબી બનાવ્યું હતું. તે વસ્તુ માટે તેને સ્કૂલમાંથી ઈનામ પણ આપવામાં આવ્યું હતું. તેના માતા પિતા પણ ખેતી કરીને જીવન ગુજારે છે જેથી તે તેના માતા પિતાની તકલીફો સમજી શકે છે.

Image Source

અશોકે દેવારાકોંડા વોકેશમલ કોલેજથી 12મું ધોરણ પાસ કર્યું હતું તેણે 4 ઈન 1 મલ્ટી પર્પલ ટૂલ બનાવ્યું છે. આજે તેનું ઉપકરણ ગામના ઘણા ખેડૂતોને કામ લાગી રહ્યું છે.

અશોક જ્યા રહે છે ત્યા મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. તેમને કોઈ મદદ કરતું નથી સાથેજ રૂપિયાના અભાવે તેઓ મજૂરો પણ નથી રાખતા. જેના કારણે તેઓ જાતેજ કામ કરતા હોય છે. તેમની મહેનતને ઓછી કરવા માટે તેણે એક ઉપાય શોધ્યો હતો.

અશોકે સૌથી પહેલા પેપર પર તે ટૂંલની ડિઝાઈન તૈયાર કરી હતી. ત્યારબાદ તેણે બધીજ જરૂરી ચીજ વસ્તુઓ ભેગી કરી. તે જે પણ ઈચ્છતો હતો. તે બધીજ વસ્તુઓ તેણે ભેગી કરીને વેલ્ડીંગની મદદથી તેણે એક ટૂંલ બનાવ્યું. અશોકને ત્યા એક પણ વર્કશોપ નથી જેથી તેને સ્થાનિક લોકો પર નિર્ભર રહેવું પડે છે.

જોકે તેણે જે ઉપકરણ બનાવ્યું હતું તે માત્ર તેણે આશરે 1700 રૂપિયામાં તૈયાર કર્યું હતું. તે ઉપકરણમાં તેણે લોખંડની રોડ, જૂની સાયકલના પૈડા અને બોલ્ટનો ઉપયોગ કર્યો છે. આ ટૂંલ દ્વારા પાકની કાપણી, પાકને સુકાવા માટે અલગ કરવો , સાથેજ પાકને બાંધવા જેવા અલગ અલગ કામ પણ થઈ શકે છે. ઉપરાંત મરચુ અને કપાસના પાક માટે આ ઉપકરણ ખાસ કામ લાગે છે.

Image Source

અશોકનું કહેવું છે કે જરૂર પ્રમાણે ફિટીંગ કરીને ખેડૂત તેના ખેતરમાં ટ્રોલી લઈને ફરી શકે છે. જ્યારે તેણે પહેલી વખત આ ઉપકરણ બનાવ્યું ત્યારે તેના પિતાને તેનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું હાલ તેના પિતાનું કહેવું છે કે તેઓ આ ટૂંલ લઈને 5 એકડ ખેતરમાં આરામથી ફરી શકે છે. સાથેજ સરળતાથી તેઓ બધાજ કામો કરી શકે છે.

તેના પતિ અને તેની માતા પહેલા પાકની કામણી માટે કલાકો સુધી મહેનત કરતા હતા. પરંતુ આ ઉપકરણને કારણે તેઓ થોડાકજ સમયમાં પાકની કાપણી કરી કાઢે છે. તેના પુત્રએ કરેલા કામને લઈને તેના પિતાને હાલ તેના પર ઘણો ગર્વ છે.

અશોકે બનાવેલા ઉપકરણની ધીરે ધીરે આખા ગામમાં ચર્ચા થવા લાગી હતી. આસપાસના ખેડૂતોએ જ્યારે આ ઉપકરણ વીશે જાણ્યું ત્યારે તેમણે પણ અશોકને આ ઉપકરણ બનાવા માટે કહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે અશોકના બનાવેલા ઉપકરણને કારણે તેમનું કામ જલ્દી થઈ જાય છે. સાથેજ તેમનો સમય પણ ઘણો બચી જાય છે.

આ ઉપરાંત અહીયાના ખેડૂતોને મજૂરોની પણ મદદ જોઈતી હોય છે. પરંતુ આ ઉપકરણ આવી ગયા બાદ તેમને મજૂરોની પણ જરૂર નથી પડતી. હાલ અશોક આ ટૂલને બનાવા માટે આશરે 3500 રૂપિયાની રકમ વસૂલ કરે છે. સાથેજ તેને બનાવા માટે નવો સામાન વાપરે છે.

ઉલ્લેખનીય છે  કે ગત વર્ષે કલકત્તામાં ઈંન્ડિયા સાયન્સ ફેસ્ટિવલ યોજાયો હતો. જેમા અશોકને એન્જીનિયરીગં મોડલ પ્રતિયોગિતામાં પ્રથમ પુરસ્કાર મળ્યો હતો. બરાબર લોકડાઉન વખતે તેણે આ ઉપકરણ બનાવ્યું જેથી ખેડૂતોને આ ઉપકરણ ઘણું કામ લાગ્યું છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment