૯ વસ્તુઓ જે પતિને ખુબજ રોમેન્ટિક લાગે છે😍💕

પુરુષ રોમેન્ટિક હોય છે અને આ વાત પર નિકોલસ સ્પાર્ક્સ પણ મારી સાથે સેહમત થશે. એટલા માટે આ આશ્ચર્યચકિત થવાની વાત નથી કે પુરુષો ને પણ લાડ પ્રેમ ગમે છે.

અમે થોડા પુરુષો થી તે વસ્તુઓ ની વિશે પુછ્યું જેને તેઓ રોમાન્ટિક સમજે છે,અહીં તેમના જવાબ આપેલા છે:

પતિ નં ૧: કડલીંગ

Image result for cuddling

“હું અહીં બધી જ ગેરમાન્યતાઓ ને ખતમ કરવા માંગુ છુ કે ખાલી છોકરીઓ ને જ કડલીંગ પસંદ છે. હું કદાચ તેમનાથી વધારે કડલીંગ પસંદ કરુ છું. પુરુષ ભલે કેટલું પણ પોતાની ભાવના ને છુપાવે, અંદર થી તે એક ભાવનાથી ભરેલો વ્યક્તિ હોય છે અને તેના અંદર નો છોકરો કડલીંગ કરવા પર દેખાય આવે છે.

પતિ નં ૨:ઘરનું જમવાનું

Image result for husband eating home made food

“પતિ ના દિલ નો રસ્તો તેના પેટ થી થઈ ને જાય છે”

“ઘણીવાર એવુ નથી થતું પણ જ્યારે તે જમવાનું બનાવે છે રાત સારી જાય છે. ઘણીવાર હું તેના માટે પણ જમવાનું બનાવુ છું, પણ તેના ભોજન સામે મારુ બનેલું જમવાનું કોલેજ મેસ ની જેવું હોય છે. જમવાથી મને તે જ સમયે પ્રેમ થઈ જાય છે.”

પતિ નં ૩: તેના ખોળા માં આળોટવું

” મને તે સમયે ખુબ સારુ લાગે છે જ્યારે હું તેના ખોળામાં મારુ માથુ રાખુ છું અને તે મારા વાળમાં તેની આંગળીઓ થી રમે છે. ઘણીવાર હું તેના ખોળામાં જ ઊંઘી જાવ છું અને જ્યારે હું જાગુ છુ તો તેની બાજુ માં ઓશીકા પર હોવ છું, આ દ્રશ્ય જોઈને મારા મોઢા પર સ્મિત આવી જાય છે.”

પતિ નં ૪: મોડી રાતની સફર

Image result for couples winter hugs

“તેની સાથે રાત ની સફર ખરેખર ખુશી આપે છે. ઠંડુ હવામાન, રાતની સફર માટે સૌથી સારુ હોય છે.જ્યારે તે ઠંડી થી ધ્રુજે છે અને હું તેને આલીંગન કરુ છું અને સૌથી સારુ ત્યારે લાગે છે જ્યારે તે મને આ કરવા માટે રોકતી નથી. મોડી રાતની સફર અમારા માટે રોમાંસની સાથે સાથે એક આરામદાયક થેરાપી પણ છે.

પતિ નં ૫: સરપ્રાઈઝ

Image result for husbands surprising wives

“ગયા અથવાડીયે તેણે મારી માટે એક ક્રિકેટ ના બેટ ના આકારનું ચોકલેટ કેક બનાવ્યુ જેને બનાવાની રીત તેણે યુટ્યુબ માથી જોઈ હતી. અમે બંને નાની નાની વસ્તુઓ થી એકબીજાને આશ્ચર્યજનક કરી દઈએ છીએ. મને લાગે છે તે પોતાના દિવસભરનાં કામ માંથી મને સરપ્રાઈઝ આપવા માટે સમય કાઢે છે, તે સરપ્રાઈઝ દેવાની વિચારણા જ પોતે સરપ્રાઈઝ થી સારી હોય છે.”

પતિ નં ૬: સ્નાન

“ આ મને વધારે ગમે છે, અમે દર અઠવાડીએ આવુ એક વાર કર્યે છીએ કેમકે અમે બંને કામ કર્યે છીએ અને હું જલ્દી જલ્દી નીકળી જાવ છું. દર રવિવારે અમે બંને સાથે સ્નાન કર્યે છીએ. તે મારી પીઠ સાફ કરી દે છે, હું તેના વાળને શેમ્પુ ની સાથે માલીશ કરી દવ છું. તેનાથી આ ખુબજ રોમેન્ટીક લાગે છે.”

પતિ નં ૭: નૃત્ય

Image result for bollywood romantic dance

“ તેને આ ગમે છે, જ્યારે જ્યારે અમને એક તક મળે છે, પાર્ટીઓ માં અથવા કોઇવાર તો અમારા બેડરુમ માં પણ, હું થોડુ ધીમુ સંગીત વગાડું છું અને તેની કમર પર હાથ રાખીને ધીમે ધીમે ડાન્સ કર્યે છીએ, થોડીવાર માટે જ ખાલી પણ અમે ડાન્સ કરતા કરતા એકબીજા માં ખોવાઈ જઈએ છીએ.”

પતિ નં ૮:શારીરીક સંપર્ક

“જ્યારે તે બધા સામે મારો હાથ પકડીને ચાલે છે તો તે મારા માટે દુનિયા ની સૌથી સારી ભાવના છે આનાથી વધારે રોમાન્ટીક બીજુ કશુ ના હોય શકે. આ મારી અંદર પ્રેમ અને જવાબદારીઓ ને વધારી દે છે.”

પતિ નં ૯: કામ કરતી વખતે મેસેજ

Image result for couples texting during work

“કામ કરતી વખતે ખાલી તેનો મેસેજ જ મને સારો એહસાસ કરાવી દે છે. તે મને ટેન્શનથી દુર લઈ જાય છે, ભલે તે થોડા સમય માટે જ હોય. મને મારી ખુરશી પર આડા પડીને તેનો મેસેજ આવવાની રાહ જોવાનું સારુ લાગે છે, આ વાત થોડી રોમાન્ટિક લાગે છે, પરંતુ આ ખરેખર બરાબર છે.”

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *