ચોમાસામાં ફરવા જવું હોય તો ગોવા જ જવાય… – આ સ્થળ પર જશો તો તમે ખુશ થઇ જશો…પૈસા વસુલ…

દોસ્તો!! ચોમાસા દરમિયાન તમે કોઈ ટુર માટેનો પ્લાન કરી રહ્યા હોય તો તમારા માટેનો બેસ્ટ ઓપ્શન જણાવી જ દઉં. એક મસ્ત મજાની જગ્યાએ છે. આમ તો એ ખુબ નામચીન છે પરંતુ ચોમાસાની સીઝનમાં ત્યાં જવાની અને ફરવાની મજા કંઈક અલગ જ છે.

એ સ્થળ છે – “ગોવા”. જી હા… ગોવા. તો ચાલો જાણીએ વધુ આ સુપર ટ્રીપની મજા. સાથે એ પણ જાણીએ કે, ત્યાં ક્યાં સ્થળ જોવા જેવાં છે. મતલબ કે ફરવાની મોજ વધુ યાદગાર કેમ બનાવવી.

કદાચ તમારા મનમાં અનેક સવાલ પેદા થતાં હશે કે આ લોકો પાગલ છે કે શું? તો એનો જવાબ છે બિલકુલ “ના” – સહેજ પણ અમે પાગલ નથી. સામાન્ય રીતે ચોમાસાનાં સમયગાળામાં ગોવામાં ઓફ સીઝન હોય છે. ગોવામાં જોવા લાયક મુખ્ય આકર્ષણ છે ત્યાં નો “બીચ એરિયા” છે. શિયાળા કે ઉનાળાની મૌસમમાં અહીં વિદેશી પર્યટકો પણ જોવા મળે છે. એ પર્યટકોમાં ચોમાસાની ઋતુમાં નોંધનીય ઘટાડો થાય છે.

ગોવાની લોકલ પબ્લિક તો ત્યાં જોવા મળે જ છે. એમ, ચોમાસામાં બહારના પ્રવાસીઓ બહું ઓછી સંખ્યામાં હોય છે. સમુદ્ર કાંઠે આવેલ ગોવાની વિશ્વમાં જુદી ઓળખ છે. ગોવા નદી અને સમુદ્રનો અદભુત સંગમ છે. નારિયેળના ઝાડ અને સમુદ્રના પાણી પર પડતા સૂર્યની રોશનીના મનમોહક દ્ર્ષ્ય ગોવાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી નાખે છે.

તો થઇ જાવ તૈયાર અને બનાવો યાદી. ગોવાનાં આ સ્થળ ઘરતીનાં સ્વર્ગ જેવાં લાગે છે. ચાલો, રેડ્ડીને તમે..??

બાગા બીચ

સમુદ્ર કાંઠાનો આનંદ એટલે ગોવાનો બાગા બીચ. સૌથી લોકપ્રિય પર્યટન સ્થળની સૂચીમાં આ એક મુખ્ય છે. બાગા બીચ પાર્ટી, નાઈટલાઈફ અને સી ફૂડ માટે ઓળખાય છે. અહીંની આસપાસ રેસ્ટોરન્ટ અને હોટલો છે.

બાગા બીચ એમની ભૂરી(બ્રાઉન) રેત અને પામના ઝાડને આકર્ષિત કરે છે. આ બીચ માછલી પકડવા, હળવા તડકાનો સેક લેવાં અને પેડલ બોટ માટે પ્રખ્યાત છે. બાગ બીચ પર જાન્યુઆરી અને માર્ચના સમયગાળા વચ્ચે વિંડ સર્ફિંગનો આનંદ લઈ શકાય છે.

અગોંડા બીચ

એશિયામાં સૌથી સુંદર બીચનું લીસ્ટ જાહેર થાય અને અગોંડા બાકી રહે ખરું..!! અગોંડા બીચ શાંત અને સાફ સુથરો બીચ માટે જાણીતો છે. ચોખ્ખાઈની દ્રષ્ટિએ અગોંડા બીચ પર પર્યટક શાંતિથી તડકાનો આનંદ લઈ શકે છે. અંગોડા બીચ પર બીજા બીચ કરતાં એકદમ ઓછી ભીડ હોય છે. આથી આ બીચ એકલા સમય પસાર કરતાં અને ભણતર કરતા પર્યટકોને આકર્ષિત કરે છે. એકલા બેઠાબેઠા જીવનને માણતા લોકો માટેની પ્રખ્યાત જગ્યા એટલે આ “અગોંડા બીચ”.

કેંડોલિમ બીચ

કેંડોલિમ તટ ઉત્તરી ગોવામાં આવેલ છે. કેંડોલિમ પણજીથી ૧૨ કિલોમીટરનાં અંતરે આવેલ છે. આ બીચ ગોવાના સૌથી લાંબા બીચમાંથી એક છે. કેંડોલિમ બીચ ગોવાના સૌથી વિખ્યાત કાંઠા કેલગૂંટ બીચની પાસે આવેલ છે. આ બીચ શાંતિ અને શુદ્ધ હવા ખાવાના શોખીનો માટે નંબર વન સ્થળ છે.

આ ઉપરાંત ગોવાના અન્ય સ્થળો પણ એટલા જ પ્રખ્યાત છે જેટલા ગોવાના બધા બીચ છે. ચાલો, તમને એક-બે એવી જગ્યા બતાવીએ જેને ઈશ્વરે કુદરતી સુંદરતા બક્ષી છે.

ચોરલા ઘાટ

કેલેન્ગોટથી ૬૫ કિમી દુર આવેલું આ સ્થળ જેનું નામ છે. ચોરલા ઘાટ વેસ્ટર્ન ઘાટની હારમાળાઓમાં ૮૮૦મી. ની ઉંચાઈએ સ્થિત રમણીય સ્થળ છે. તેનું મુખ્ય આકર્ષણ “વઝરિયા શકીરા” નામનો વોટરફોલ છે. ત્યાં અદ્દભૂત નજરો છે. ચારે તરફ હરિયાળી અને સૌંદર્યનો ખજાનો છવાયેલ છે. આ રસ્તા પર ઘણા બધા ઝરણા આવે છે. કેલેન્ગોટથી બાઈક ભાડે કરી જઈ શકો છો. તેમજ ભરપુર સૌંદર્યનો આનંદ માની શકો છો. ફોટા પાડવાના શોખીન “સેલ્ફીકિંગ” માટે તો આ અનેરો આનંદ છે. તો હવે ગોવાની ટ્રીપ નક્કી થાય ત્યારે આ સ્થળની મુલાકાત ફાઈનલ ને…!!!

ગોવાનાં જોવા લાયક ચર્ચ

ગોવામાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ સહિતના ઘણા જૂના ચર્ચ છે. ચર્ચ ઓફ બોમ જીસસ – એ ગોવાના સંરક્ષક સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરને સમર્પિત છે. ગોવામાં અન્ય ઐતિહાસિક અને સ્થાપત્યકલાથી ભરપૂર ચર્ચો પણ તમને જોવા મળશે જેમ કે સેન્ટ કેથરિનને સમર્પિત એશિયાના સૌથી મોટા ચર્ચોમાંનું એક, ચર્ચ ઓફ સેન્ટ કેથેડ્રલ અને ૧૬ મી સદીનું ચર્ચ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસીસી અને ચર્ચ ઓફ અવર લેડી ઓફ ધી ઇમેક્યુલેટ કોન્સેપ્શનમાં સુંદર મધર મેરીની મૂર્તિ છે.

વ્હાઈટ રીવર રાફટીંગ

ગોવામાં વ્હાઈટ રીવેર રાફટીંગ નો આંનદ લેવો એ કાંઈ નાનીસુની વાત નથી.!!. ધસમસતા વેગીલા પાણીના પ્રવાહમાં બોટમાં બેસીને તરાપાને મોજા સાથેનાં દિલ ધડક યુદ્ધની મજા ખૂબ છે. નોર્થ ગોવાનું પણ આકર્ષણ કાંઈ ઓછું નથી.!! ગોવા ટુરીઝમની વેબસાઈટ પણ છે. જેનાં પરથી આપ ઓનલાઈન માહિતી મેળવી શકો છો. ઉપરાંત તમે ત્યાંથી ટીકીટ પણ બૂક કરી શકો છો.

તો છે ને મજેદાર ફરવાનો આનંદ!. એ પણ ગોવાની વાત થાય ત્યારે બીજી કોઈ વાત હોય જ નહીં. ચોમાસામાં વાતાવરણમાં મસ્ત માટીની સુગંધ ફેલાયેલી હોય અને દરિયા કિનારે માત્ર બેસીએ તો પણ મનચિત હળવું થઇ જાય છે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment