બાળકો ફક્ત ચાર વસ્તુઓ મેળવીને ખુશ થઈ જાય છે, માતાપિતા માટે તે ખૂબ જ સરળ છે

બાળકોને ખુશ રાખવા ખૂબ જ સરળ હોય છે પરંતુ કેટલાક માતા-પિતા તે વાત સમજી શકતા નથી.

માતા-પિતા પોતાના બાળકને ખુશ રાખવા માટે દરેક સંભવ પ્રયત્નો કરે છે, પરંતુ માતા-પિતા માટે સમજવું મુશ્કેલ છે કે બાળકને કઈ વસ્તુ સૌથી વધારે ખુશી આપે છે. પહેલી વાર માતા-પિતા બનીએ ત્યારે ઘણીવાર બાળકોની જરૂરિયાતો સમજવી ખૂબ જ મુશ્કેલ લાગે છે.

હકીકતમાં બાળકોને સમજવા વધારે મુશ્કેલ નથી હોતા અને તેમની નાખુશતા અથવા વિચિત્ર વર્તન પાછળ એક ખૂબ સરળ કારણ હોય છે. નાના બાળકોને ફક્ત માતા-પિતાનો પ્રેમ, કાળજી અને ધ્યાનની જરૂર હોય છે. જ્યારે તેઓ મોટા થાય છે, ત્યારે તેમની આ જરૂરિયાતોમાં કેટલીક વધુ વસ્તુઓ ઉમેરાય છે.

જો તમે પણ તમારા બાળકને ખુશ જોવા માંગો છો, તો પછી અહીં જાણો  કે બાળકને ખુશ રહેવા માટે કઇ વસ્તુઓની જરૂર હોય છે.

તમારા સાથની:

તમારા બાળકને હંમેશા એવો અનુભવ કરાવતા રહો કે તમે તેમની સાથે છો. તેમને જણાવો કે તેમની દરેક મુશ્કેલીમાં તમારો સાથ તેમને મળતો રહેશે.

બાળકોની તમારી વાતોથી અનુભવ કરાવો કે તેઓ તેમની બધી સમસ્યાઓ તમારી સાથે શેર કરી શકે છે. તેનાથી બાળકોને કિશોરાવસ્થામાં થનારી ઘણી મુશ્કેલીઓનું યોગ્ય રીતે સંચાલન કરવામાં મદદ મળશે. વિશ્વાસ કરો કે તમારા બાળક માટે તમારો સાથ ખૂબ જ જરૂરી છે.

લાડ પ્યાર:

બાળકોનુ મન ખૂબ જ નાજુક હોય છે અને નાનકડી વાત પર તેનું હૃદય તૂટી જાય છે. તમારા બાળકના હૃદયને લાડ પ્રેમથી ભરી દો. સૌ પ્રથમ બાળકને પોતાનાં માતા-પિતાનો અને પછી પરિવારના બીજા સભ્યોનો પ્રેમ જોઈએ છે.

બાળકોને ભલે તેમની ભૂલો માટે સજા કરો પરંતુ કંઇક સારું કરવા પર તેની પ્રશંસા કરવાનું પણ ભૂલશો નહીં. તેનાથી બાળકને હંમેશા તેવો એહસાસ કરે છે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. જ્યારે પણ બાળક થોડું ઉદાસ દેખાય ત્યારે તેને ગળે વળગાડીને ખૂબ જ પ્રેમ આપો. ત્યારબાદ તમને જાતે અનુભવ થશે કે તમારા પ્રેમથી તેનો કરમાયેલો ચેહરો કેવી રીતે ખીલી ઉઠ્યો.

માતા પિતાની ખુશી:

જો માતાપિતા સાથે મળીને ખુશ રહેશે અને તેમના સંબંધોમાં ઘણો પ્રેમ હશે, તો બાળક પણ ખુશ રહેશે. જ્યારે માતા દુ:ખી હોય અથવા રડતી હોય ત્યારે બાળકો પણ રડવાનું શરૂ કરી દે છે. જો તમે તમારા બાળકને ખુશ જોવા માંગતા હોય તો પહેલા તમારા સંબંધોને ખુશ રાખવાનું કામ કરો. જ્યારે માતાપિતા ખુશ હોય છે ત્યારે બાળકો પણ ખુશ રહે છે.

મદદ કરવા માટે હાથ લંબાવો:

માતા-પિતા તો હંમેશા તેમના બાળકને મદદ કરવા માટે ઉભા રહે છે પરંતુ ઘણીવાર એટલી મદદ પુરતી હોતી નથી. ઘણીવાર બાળકોને પ્રોફેશનલ મદદની જરૂર હોય છે.

સ્કૂલમાં કોઈ વાત થવા પર, કોઈ બાળકના હેરાન કરવા પર, શિક્ષકના ખીજાવા પર કે ઘરમાં કોઈ સભ્યના ચૂપચાપ હેરાન કરવાને લીધે બાળક દુઃખી કે ઉદાસ રહી શકે છે.

આવી સ્થિતિમાં માતા પિતાનો ફક્ત સાથ કે મદદ જ પૂરતી નથી હોતી. જો તમને તમારા બાળકનું ઉદાસ કે દુઃખી રહેવું ખટકી રહ્યું હોય, તો તેને ડોક્ટર, સલાહકાર કે પ્રોફેશનલ પાસે લઈ જાઓ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment