જો તમે દાંતની સાથે જીભને પણ નિયમિત રીતે સાફ નથી કરતા તો આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે

દાંતની સફાઈની સાથે સાથે જીભની સફાઈ પણ નિયમિત રીતે કરવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, નહીંતર તમને આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.

Image Source

આપણે બધા જાણીએ છીએ કે દાંત સાફ કરવા એ સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. તેથી સવારે ઉઠતા જ ફ્રેશ થવાની સાથે સૌથી પહેલા દાંતની સફાઈ કરીએ એટલે કે બ્રશ કરીએ છીએ, પરંતુ અમુક એવા પણ લોકો હોય છે, જે સવારે ફક્ત દાંતની સફાઈ કરે છે પરંતુ જીભની નહીં. જેટલી જરૂરી દાંતની સફાઈ કરવી છે તેટલી જ જરૂરી જીભની સફાઈ કરવી પણ છે. એવામાં જીભને નિયમિત રીતે સાફ ન કરવાથી તમે ઘણા રોગોનો ભોગ બનો છો. જે તમે જાણતા પણ નથી. જો તમે પણ દાંતની સાથે જીભને નિયમિતપણે સાફ નથી કરતા તો આજે આ લેખમાં જાણો કે જીભ સાફ ન કરવાથી શું અસર થઈ શકે છે.

સમય પહેલાં દાંતનું તૂટવું:

Image Source

કદાચ તમે જાણો છો. જો નથી જાણતા તો તમને જણાવી દઈએ કે જો નિયમિત રીતે દાંતની સાથે જીભની સફાઈ કરવામાં ન આવે તો સમય પહેલાં દાંત તૂટી જવાનો ભય રહે છે. જીભ સાફ ન કરવામાં આવે તો બેક્ટેરિયા મોઢામાં રચાય છે, જેના લીધે સમય પહેલાં દાંત તુટવા લાગે છે. તેથી દાંતની સફાઈની સાથે સાથે જીભની સફાઇ કરવી જોઇએ.

પેઢા નબળા પડે છે:

Image Source

એવું નથી કે ફક્ત દાંત સાફ કરવાથી જ પેઢા મજબૂત થાય છે. જો તમે ઈચ્છો છો કે હંમેશા પેઢા પણ મજબૂત રહે, તો તમારે નિયમિત રીતે જીભની સફાઈ પણ કરવી જોઈએ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જીભની સફાઈ ન કરવાથી જીભ ઉપર રહેલા બેક્ટેરિયા પેઢાનાને ધીમે ધીમે નબળા પાડે છે, જેની જાણ તમને મુશ્કેલી પડે છે ત્યારે થાય છે.

જીભ ઉપર ચાંદા પડવા:

Image Source

જીહા, ઘણીવાર જીભની સફાઈ ન કરવાથી જીભ ઉપર પણ ચાંદા પડી જાય છે. જો તમે ઈચ્છતા ન હોય કે જીભ ઉપર ચાંદા પડે તો તમારે નિયમિત રીતે દાંતની સાથે સાથે જીભની સફાઈ કરતા રહેવું જોઈએ. જો તમે દિવસમાં બે વાર બ્રશ કરો છો, તો તમારે બંને વખતે જીભની સફાઈ પણ કરવી જોઈએ. તેનાથી ચાંદા ની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

દુર્ગંધ આવવી:

Image Source

ઘણી વાર લાગે છે કે કંઈક ખાવા પીવાને લીધે મોઢામાં દુર્ગંધ આવે છે, પરંતુ વારંવાર જીભની સરખી રીતે સફાઈ ન કરવાથી પણ દુર્ગંધ આવે છે. જીભની સફાઈ ન કરવાથી જીભ ઉપર જીવાણુ આવવા લાગે છે, ઘણીવાર જીભની સફાઈ ન કરવામાં આવે તો પણ ખોરાકનો સ્વાદ બરાબર લાગતો નથી. તેથી જરૂરી છે કે દાંતની સફાઈ ની સાથે-સાથે જીભની સફાઈ પણ નિયમિત રીતે કરવી જોઈએ.

આશા છે કે આજની માહિતી આપને વધુ પસંદ આવી હશે. આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *